name='viewport'/> ISHWAR PRAJAPATI'S STUDY ROOM: સન્ડે સ્પેશિયલ

Sunday, November 24, 2024

સન્ડે સ્પેશિયલ


 સમગ્ર વિશ્વના અંતરીયાળ વિસ્તારમાં લાખો ગરીબ બાળકોના જીવનમાં જ્ઞાનની જ્યોતિ પ્રગટાવનાર સેવાવ્રતી રમેશભાઈ શાહ.


         ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અમેરિકા યાત્રા યોજાયેલ હાઉડી- મોદી  નામે યોજાયેલ  વિશાળ જનસભા હોય કે એ પછી મોદીજીની અમેરીકામાં  યોજાયેલ બીજી સભાઓ હોય બ્અધઇ જ સભાઓ વિસ્મરણીય બની રહી છે. અમેરિકાના રાજનેતાઓ અને પ્રજાજનોએ મોદી સાહેબનું જે સ્વાગત અને સન્માન કર્યું એ જોઈ આખું વિશ્વ દંગ રહી ગયું.  એક ભારતીય હોવાના નાતે ગૌરવ અને આનંદ અનુભવાય એ સ્વાભાવિક છે. મોદી સાહેબ જ્યારે પણ  અમેરિકા મુલાકાત લેતા હોય છે એ દરમિયાન અમેરિકામાં મોદી સાહેબના તમામ કાર્યક્રમોમાં  અરવલ્લીની એક વિરલ વ્યક્તિ ભૂમિકા અત્યંત મહત્વની હોય છે. બહુ ઓછા લોકો એ વિરલ વ્યતીના વ્યક્તિત્વથી પરિચિત હશે. 
          તેમનું નામ છે  રમેશભાઈ શાહ. તેઓ  અરવલ્લીની માટીનું અનમોલ રતન છે. 
વિશ્વ કક્ષાએ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા આ વિરલ વ્યક્તિના નામથી અરવલ્લી અને ઉત્તર ગુજરાતના ખૂબ ઓછા લોકોને પરિચય હશે. કારણ તેઓ પદ, પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠાથી હંમેશા દૂર રહ્યા છે. અહીંના લોકો રમેશભાઈ શાહના નામથી પરિચયમાં ત્યારે આવ્યા જ્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ઓબામાની સલાહકાર સમિતિમાં તેઓની હોનહાર દીકરી સોનલ શાહની નિમણુંક થઈ. અરવલ્લીના અંતરિયાળ ગામડાના એક પરિવારની દીકરીએ પોતાની કાબેલિયત થકી સમસ્ત ભારતને ગૌરવ અપાવ્યું છે. સોનલ શાહે અરવલ્લીના ખોબા જેવડા ગામને દેશ દુનિયાના નકશા પર ચમકાવ્યું.
           છેલ્લા સાડા ચાર દાયકા પહેલાં અમેરિકામાં સ્થાયી થયેલા રમેશભાઈ અનન્ય વતન પ્રેમ ધરાવે છે. વતનથી જોજનો દૂર હોવા છતાં માતૃભૂમિની માવજત માટે સસત ચિંતત રહે છે, સતત પ્રયત્નશીલ રહે છે. વિશ્વના અનેક વિધ દેશોમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે વર્ષોથી તેઓ સંકળાયેલા છે. અરવલ્લી જિલ્લાના છેક છેવાડે આવેલ ગાબટ તેઓનું મૂળ વતન. અમેરિકા ના પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ ઓબામાની સલાહકાર સમિતિમાં જ્યારે સોનલ શાહ પસંદગી પામી ત્યારે આ ગામમાં પણ ફટાકડા ફૂટ્યા હતા અને મીઠાઈ વહેંચાઈ હતી. 
               આજે ભારત , અમેરિકા અને અન્ય અનેક દેશોમાં જેઓનું નામ ખૂબ આદર સાથે લેવાય છે એ રમેશભાઈ શાહનું બાળપણ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના આ ગાબટ ગામની ગલીઓમાં વીત્યું છે. પિતાનું નામ પૂનમચંદ અને માતાનું નામ માણેક બા. પિતાજી ગાબટમાં કરિયાણાની અને ફટાકડાની દુકાન ચલાવે. એ જમાનામાં આ આખા વિસ્તારમાં શિવ કાશીનું દારૂખાનું અહીંથી જતું. રમેશભાઈનું પ્રાથમિક શિક્ષણ ગાબટ ગામની સરકારી પ્રાથમિક શાળામાં લીધું. S.S.C કપડવંજથી કર્યું. અને વડોદરા એમ એસ યુનિવર્સિટીમાં એન્જિનિયર થઈ ને સુરત બરોડા રેયોનમાં નોકરી.આ દરમ્યાન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વિચારોથી તેઓ પ્રભાવિત થયા. બહોળા વાંચન થકી સ્વામી વિવેકાનંદના વિચારોની ખૂબ ઊંડી છાપ તેઓના વ્યક્તિત્વ પર પડી. ઉચ્ચ અભ્યાસ માટે રમેશભાઈ શાહ 1970 માં યુ.એસ. ગયા અને ત્યાં સ્થાઈ થયા. રમેશભાઈ શાહ વિશ્વભરના દેશમાં સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે જાગૃતિ ફેલાવવામાં અને ભારતીય સમુદાયના કલ્યાણ માટે છેલ્લા 40 વર્ષથી કામ કરે છે. 
            બસપ્ટેમ્બર 2014 માં ભવ્ય મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં યોજાયેલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઐતિહાસિક પ્રવચન કોણ ભૂલી શકે?? આ કાર્યક્રમ ને લઈને વિશ્વભરમાં એક ઉન્માદ હતો. બહુ ઓછા લોકો જાણતા હશે કે આ ઐતિહાસિક ભવ્ય કાર્યક્રમના સફળ આયોજન પાછળ રમેશભાઈ શાહનો હાથ હતો. 
                    1978 માં હ્યુસ્ટનના ગુજરાતી સમાજની સ્થાપના કરી. 
તેમણે યુ.એસ. અને ભારતમાં લગભગ રાજકીય ઝુંબેશો માટે આગેવાની લીધી. ઇમિગ્રેશન સંદર્ભે પડતી મુશ્કેલીઓ માટે 2010 માં શાહે ભારતના વિદેશ મંત્રાલયને એક અરજી કરી હતી. અને અન્યાયીતાના વિરોધમાં મૌન અને ભૂખ હડતાલ થકી સત્યાગ્રહની આગેવાની લીધી હતી. અને અમેરિકામાં વસતા હજારો ભારતીયોને ન્યાય અપાવ્યો. આજે પણ અમેરિકા અભ્યાસ માટે જતા ભારતીય યુવાનો અને બીજા નાગરિકોને કોઈ પણ મુશ્કેલી ઉભી થાય તો તેઓ રમેશભાઈ શાહનો સંપર્ક કરે છે. રમેશભાઈ તેઓની બનતી તમામ મદદ પહોંચાડે છે. અમેરિકા અભ્યાસ માટે જતાં ભારતીય વિદ્યાર્થીઓની રહેવા જમવાની અન્ય કોઈ વ્યવસ્થા ન થાય ત્યાં તમામ વ્યવસ્થા તેઓ પુરી પાડે છે. 
        ભારતમાં આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ પ્રદાન કરવાના હેતુથી રમેશભાઈ શાહે 'એકલ વિદ્યાલય' ની સ્થાપના કરી. એકલ વિદ્યાલય એ ગ્રામીણ અને આદિવાસી ભારત અને નેપાળના વિકાસમાં સંકળાયેલી એક મૂવમેન્ટ છે. આ ચળવળમાં હાથ ધરવામાં આવેલી મુખ્ય પ્રવૃત્તિ એ દરેક બાળકને શિક્ષણ લેવા માટે દૂરના ગ્રામીણ અને આદિવાસી ગામોમાં, સમગ્ર ભારતમાં એક શિક્ષક શાળા (એકલ વિદ્યાલય તરીકે ઓળખાય છે) ચલાવવાનું છે. 

         હાલમાં, એકલ વિદ્યાલય એક એવી ચળવળ છે  જેમાં 83,289 શિક્ષકો, 6,000 સ્વૈચ્છિક કામદારો, 35 ક્ષેત્ર સંગઠન (સમગ્ર 22 ભારતીય રાજ્યો), અને 8 સહાય એજન્સીઓ. તે 83,289 થી વધુ શાળાઓમાં કાર્યરત છે અને 2 મિલિયનથી વધુ બાળકોને શિક્ષિત અને દીક્ષિત કરે છે . ન્યૂનતમ સ્તરના લર્નિંગના રાષ્ટ્રીય ધોરણોને પ્રાપ્ત કરવાના લક્ષ્ય ઉપરાંત, એકલ વિદ્યાલય કાર્યકારી શિક્ષણ, હેલ્થકેર એજ્યુકેશન, વિકાસ શિક્ષણ, સશક્તિકરણ શિક્ષણ અને નીતિશાસ્ત્ર અને મૂલ્ય શિક્ષણ દ્વારા ગ્રામ્ય સમુદાયને પોતાના સ્વ વિકાસ માટે સશક્ત બનાવવા માંગે છે. 
         તેઓ હવે એકલ વિદ્યાલયના વૈશ્વિક સંકલનકર્તા છે, જ્યાં તેઓ વિશ્વભરમાં ડેનમાર્કથી ન્યુ ઝિલેન્ડ સુધી એકલના મિશનનો પ્રચાર પ્રસાર કરે છે. તેઓ અને તેમની પત્ની કોકિલા બેન દર વર્ષે ભારતના એકલ વિદ્યાલય શાળાઓમાં 3-4 મહિના પસાર કરે છે. રમેશભાઈ શાહ દૂરના આદિવાસી વિસ્તારોમાં જાગૃતિ લાવવા માટે ભારત, યુરોપ અને અમેરિકા એમ અનેક દેશોના પ્રવાસ કરે છે.
             તેઓની આ અમૂલ્ય સેવાઓ બદલ જાન્યુઆરી 2017 માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા "પ્રવાસી ભારતીય" ના સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા. ભારત અને વિદેશમાં સેવાકીય સિદ્ધિઓ માટે ભારત સરકાર દ્વારા વિદેશી ભારતીયોને અપાતું આ ઉચ્ચ સન્માન છે. 
           તેઓનાં પત્ની કોકિલા બહેન રમેશ ભાઈના સેવા કાર્યના સાહસોમાં સેંકડો લોકોની સંભાળ રાખવા માટે તેનું હૃદય અને ઘર ખોલ્યું છે.  સેવા તેમના પરિવારનો ભાગ છે. તેમણે તેમના બાળકો અને ઘણા યુવાન લોકોને નિઃસ્વાર્થ રીતે સેવા આપવા પ્રેરણા આપી છે.

(USA Founder Ramesh Shah Receives Lifetime Achievement Award)

            રમેશભાઈની પ્રેરણા થકી અરવલ્લીના અંતરિયાળ ગામડાઓમાં પણ અનેક સેવા કાર્યોની સૌરભ પ્રસરી છે. સાબરકાંઠા અરવલ્લીના છેવાડાના ગામ સુધી આઈ કેમ્પ કરીને હજારો વ્યક્તિને મોતિયાનાં વિના મૂલ્યે ઓપરેશન કરવાની સેવા પ્રવૃત્તિ 2011 થી કાર્ય ચાલુ જ છે. હજારો ગરીબ લોકો ને આ ઓપરેશન થકી નવી દૃષ્ટિ મળી છે. આજે અરવલ્લીના મોટા ભાગ ના વિસ્તારમાં સંપૂર્ણ મોતિયા મુકત થયેલ છે. કાયમી વ્યવસ્થા ના ભાગ રૂપે વાત્રક, મોડાસા ,ભિલોડા દર અઠવાડિયે સેવા યજ્ઞ થાય છે.
વાત્રક સાર્વજનિક હોસ્પિટલ ગરીબ દર્દીઓ માટે સુખનું સરનાનું છે. ત્યાં સારવાર લેતા દર્દીઓ અને દર્દીની સેવા માટે સાથે રહેતા સ્વજનો માટે બે ટાઈમ જમવાનું ફકત 5 રૂપિયા માં છેલ્લાં 4 વર્ષથી નિયમિત આપવામાં આવે છે. ટિફિ
     રમેશભાઈના પરિવારે પોતાનું સમસ્ત જીવન અંતરિયાળ વિસ્તારમાં  પછાત જાતિઓના વિકાસ માટે ખર્ચી નાખ્યું છે.  અમેરિકાની વૈભવી લાઈફ સ્ટાઇલ છોડી તેઓ 4- 6 મહિના ભારત આવી અંતરિયાળ ગામડાઓ ખૂંદી વળે છે. શક્ય એટલો બીજાને મદદરુપ થવા પ્રયત્નશીલ રહે છે.રમેશભાઈ શાહના કાર્યોથી પ્રેરણા લઈ વિજયભાઈ શાહ પોતે પણ અનેક વિધ સેવા પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. 
               રમેશભાઈ શાહ  માતૃભૂમિનું ઋણ અદા કરવા ગાબટ ગામના વિકાસમાં સતત તેઓનું માર્ગદર્શન અને સહયોગ સાંપડે છે. તેઓની પ્રેરણા થકી જ ગાબટ ગામ મા 12 વિજ્ઞાન પ્રવાહની શરૂઆત થઇ. પીવાના પાણીની નવી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. 
         સમયની આટલી વ્યસ્તતા વચ્ચે પણ તેઓ આજે પણ દર વર્ષે ગાબટ વતનની મુલાકાત અચૂક લઇ પ્રેરણારૂપ કાર્ય હાથ પર લઈને યુવાનોથી નવી વ્યવસ્થાની સ્થાપના કરે છે.
       .

લેખન : ઈશ્વર પ્રજાપતિ

(+91 98251 42620)
ishvarfoundation@gmail.com

No comments:

Post a Comment