Saturday, November 23, 2024

દિનેશભાઈની સમાજીક નિષ્ઠા અને પ્રતિબદ્ધતાને સલામ !

Show Must go on 

 દિનેશભાઈની સમાજીક નિષ્ઠા અને પ્રતિબદ્ધતાને સલામ !


   આજે શનિવાર હતો એટલે સવારે વહેલો ઘરેથી નીકળી ગયો હતો. છેક બપોરે સમાચાર મળ્યા કે  મિત્ર દિનેશભાઈ પ્રજાપતિનાં માતૃ શ્રીને  સવારે બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે અને મોડાસા હોસ્પિટલમાં ICU વોર્ડમાં દાખલ છે. સમાચાર જાણીને હૃદયે ઊંડો આઘાત અનુભવ્યો.. એનું એક કારણ તો એ કે બે દિવસ પહેલાં જ તેમના ઘરે બધા મિત્રો પરિવાર સાથે મળ્યાં ત્યારે બા બિલકુલ સ્વાસ્થ્ય હતાં. અને આજે આમ અચાનક આવેલા બ્રેઈન સ્ટ્રોકના સમાચાર મળે એટલે હ્રુદય આઘાત અનુભવે એ સ્વાભાવિક હતું..

    સમાચાર જાણી તરત જ દિનેશભાઈ ને ફોન જોડ્યો.. બા  ની ખબર અંતર પૂછ્યા.. એમના અવાજમાં બા ની તબિયતની ચિંતા વર્તાતી હતી.. હું પરિસ્થતિ પામી ગયો.. મે કહ્યુ આપ ચિંતા ન કરો. હું હોસ્પિટલ પહોંચું છું. ત્યારે દિનેશભાઈએ જે જવાબ આપ્યો એ સાંભળી આ માણસને હું મનોમન વંદી રહ્યો. દિનેશભાઈએ કહ્યું : " આપ હોસ્પિટલ ભલે થોડા મોડા આવશો તો ચાલશે પણ કોલેજમાં જઈ આવતી કાલના તેજસ્વી તારલાના કાર્યક્રમની તૈયરી માટે સત્વરે પહોંચો "

એક બાજુ જનમ દેનારી જનેતા ICU વોર્ડમાં દાખલ હોય.. એક એક પળ પસાર કરવી એક યુગ સમાન લાગતી હોય !  ઓપરેશન કરવું ન કરવું એ બાબતે ડોકટર સાથે સતત વાત ચિત ચાલી રહી હોય ! હોસ્પિટલ ના બીછાને  સૂતેલાં માતાની સ્થિતિ જોઈ હ્રુદય અને આંખો માંથી આંસુ સુકવાના જ્યારે નામ લેતા ન હોય એવા સમયે મન મક્કમ બનાવી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનના કાર્યક્રમને સફળ બને એ માટે દિનેશભાઈ  ચિંતા વ્યક્ત કરે ત્યારે સાચે જ આપણું હ્રુદય પણ ભીંજાય જય છે.

સમાજના તબીબો અને તેજસ્વી તારલાઓ ના સન્માનવા છેલ્લા બે મહિનાથી દિવસ રાત જોયા વિના  દિનેશભાઈ તેમની  આખી ટીમ સાથે અવિરત કાર્યશીલ છે. અને કાર્યક્રમના આગળ ના દિવસે જ તેમનાં માતાને આવેલા બ્રેઈન સ્ટ્રોકથી  આખી ટીમ પર જાણે નિરાશાનું મોજું ફરી વળ્યુ.. પણ આવી વિકટ પરિસ્થિિમાં પણ હ્રુદય પર પથ્થર રાખી દિનેશભાઈ ટીમને જણાવી દીધું કે "Show must go on. મારા પરિવાર પર આવી પડેલી પરિસ્થિતિ ની કારણે આવતી કાલના તેજસ્વી તારલા ના કાર્યક્રમ પર કોઈ અસર થવી ન જોઈએ.. આપ કાર્યક્રમ કરો હું પણ આપની સાથે જ છું."

કટોકટી ભરી સ્થિતિમાં દિનેશભાઈએ ફોનથી સતત માર્ગદર્શન આપતા રહ્યા.. એક બાજુ આંખમાં થી આંસુની ધાર વહી રહી છે તો બીજી બાજુ હજી જ્યાં આમંત્રણ પત્રિકા નથી પહોંચી શકી તેઓને ફોનથી નિમંત્રણ પણ તેઓ પાઠવી રહ્યા છે...

દિનેશભાઈએ અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના ઉત્તર ઝોન ના ઉપાધ્યક્ષ તરીકેનું પદ માત્ર શોભાવ્યું નથી પરંતુ પચાવ્યું પણ છે ! સમાજ માટે દિનેશભાઈનું  નિસ્વાર્થ ભાવનું આ સમર્પણ સમાજ ક્યારેય વિસરી શકે ખરો ??
    દિનેશભાઈની સમાજીક નિષ્ઠા અને પ્રતિબદ્ધતાને સલામ !

આવો સાથે મળી આવતી કલનો સન્માન સમારોહ સફળ બનાવીએ અને  દિનેશભાઈનાં માતૃશ્રીનાં નિરામય સ્વાસ્થ્ય માટે પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ ! 

2 comments:

  1. પરમાત્મા માતૃશ્રી ને જલ્દી સ્વસ્થ કરે તેવી પ્રાર્થના🙏

    ReplyDelete