Friday, September 20, 2024

પ્રેરણા પરબ વ્યાખ્યાન માળા

 "સફળતાનો કોઈ શોર્ટકટ નથી. Hardwork is only option." : અરવલ્લી જિલ્લા કલેકટર સુશ્રી  પ્રશસ્તિ પારીક.



      સંદેશ લાઈબ્રેરી, શ્રી દેવેન્દ્ર પટેલ સાહિત્ય કક્ષ અને આકરૂંદ આદર્શ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ પ્રેરણા પરબ વ્યાખ્યાન માળામાં અરવલ્લી જિલ્લા કલેકટર સુશ્રી પ્રશસ્તિ પારીક સર ખાસ ઉપસ્થિત રહ્યાં.. કુશળ અને પારદર્શક  વહિવટ થકી માન કલેકટર શ્રીની કામગીરીની સુવાસ ચોમેર પ્રસરી રહી છે. સરકારી  યોજનાઓનો લાભ છેવાડાના જન સુધી પહોંચે એ માટે  તેઓ અહર્નિશ પ્રયત્નશિલ રહે છે. 
    જિલ્લાનો છેવાડાનો માણસ પોતાની રજૂઆત કરવા કોઈપણ જાતની લાગવગ વિના સહજતાથી કલેકટર શ્રીને મળી શકે શકે છે. પ્રજાહિતનાં  કર્યો માટે તેઓ સતત એક્શન મોડમાં રહે છે. જિલ્લાના બાળકોનું  શિક્ષણનું હિત તેમના હૈયે વસેલું છે. ફિલ્ડ વિઝિટ દરમીયાન તેઓ કોઈપણ ગામમાં જાય ત્યારે ગામની શાળાની મુલાકાત  અચૂક  લે છે.  વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મળી શૈક્ષણિક ગુણવત્તા સંદર્ભે માર્ગદર્શન પૂરું પાડે છે. અત્યંત વ્યસ્તતા  વચ્ચે પણ  આજ રોજ આકરુંદ સંદેશ લાઈબ્રેરી ખાતે તેઓશ્રીએ પૂરા બે કલાક  વિદ્યાર્થીઓ સાથે સંવાદ રચ્યો.

       સફળતાના શિખરો સર કર્યા પછી પણ વિનમ્રતા જાળવી રાખવાનું કામ ઘણું કપરું છે. પરંતું કલેકટર સરે સાચા અર્થમાં સફળતા પચાવી છે. વિદ્યાર્થીઓ  સાથે સંવાદ  કરતાં જરા પણ પદનો ભાર નહિ..  શાળાનાં  જેવી જ સાવ હળવી શૈલીમાં વિદ્યાર્થીઓ સાથે મુક્ત મને પ્રશ્નોના ઉત્તર આપ્યા. વિદ્યાર્થીઓએ જીજ્ઞાશા વશ પૂછેલા પ્રશ્નોના ખૂબ સચોટ અને ઉંડાપૂર્વક ઉત્તરો આપ્યા. UPSC -GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષા અંગે ખૂબ વિસ્તારથી ચર્ચા કરી.



       જિલ્લાના કલેકટર શ્રી અંતરીયાળ વિસ્તારનાં વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી માટે ચિંતા ચિંતા કરે, વ્યસ્તતા વચ્ચે કિંમતી સમય ફાળવે અને આ રીતે હ્રુદય  સોંસરવું ઉતરી જાય એવી સરળ શૈલીમાં માર્ગદર્શન પૂરું પાડે એ જ બતાવે છે કે જિલ્લાની આવતી કાલ ઘણી ઉજ્જવળ છે.

       પોતાના જીવનના અનુભવો વ્યક્ત કરતાં જે હકિકતો જાણવા મળી એ સાંભળીને જ રૂવાંડા ખડાં થઇ જાય. સોફટવેર  એન્જનિયરની મોભાદાર  નોકરી  છોડી IASની પરીક્ષા ક્રેક કરવા માટે મોજ - શોખ અને બીજું  બધું છોડી રીતસર  મચી પડવું. એમ છતાં નિષ્ફળતા મળે તો એને ખંખેરી બીજા જ દિવસે બમણા વેગથી તૈયારી માં પરોવાઈ જવું. લક્ષ્ય પ્રાપ્ત કરવાની આવી ધૂન લાગે તો જ સફળતા સાંપડે છે. તેઓના માતા પિતાએ સંતાનોના શિક્ષણ માટે જે સમર્પણ આપ્યું છે એ સાંપ્રત સમાજ માટે પણ અનુકરણીય છે.

                      

      માન. કલેકટર શ્રી એ જે પણ વાત કરી એ દિલથી કરી..  તેમનો આ સંવાદ  વિધાર્થીઓના કારકિર્દી નિર્માણ અને જીવન પરિવર્તન માટે ચોક્કસ  નિમિત્ત  બનશે. હકારાત્મકતાથી ભર્યા ભર્યા આવા અધિકારી જીલ્લાને પ્રાપ્ત થયા છે એ અરવલ્લી જીલ્લાનું સદભાગ્ય છે. 

    સંદેશ લાઇબ્રેરીની કામગીરી જોઈ તેઓએ પ્રસન્નતાના વ્યક્ત કરી. આ સંદેશ લાઇબ્રેરી ના સ્વપ્ન દૃષ્ટા આદરણીય દેવેન્દ્રભાઈ પટેલ સરને અહોભાવથી યાદ કર્યા.
    અત્યંત વ્યસ્ત શિડ્યુલમાં વિદ્યાર્થીઓ માટે મૂલ્યવાન સમય ફાળવવા બદલ સુશ્રી પ્રશસ્તિ પારીક સરનો હ્રુદય પૂર્વક આભાર પ્રગટ કરીએ છીએ.


- ઈશ્વર પ્રજાપતિ.
9825142620



2 comments:

  1. Thanks for the excellent program.
    કલેક્ટર સરના સૂચનો આજના અભ્યાસુ વર્ગને ચોક્કસથી વિશેષ દિશાસૂચન પુરું પાડશે.
    એક અંતરિયાળ ગામમાં શ્રેષ્ઠ પુસ્તકાલય ઉપરાંત ક્લાસ વન-ટૂ જેવા ઉત્તમ માર્ગદર્શકો પૂરાં પાડી ગામની આવનારી પેઢી તથા ભારત દેશના ભાવિ નાગરિકો વચ્ચે ઉજ્જવળ કારકિર્દી માટે આશાની જે કેડી કંડારી છે, તે બદલ આપની દીર્ઘદ્રષ્ટિને શત્ શત્ વંદન 🙏

    ReplyDelete
  2. આકરૂન્દ પ્રાથમિક શાળા અને આપશ્રી સમાજની ઉત્તમ સેવા કરી રહ્યા છો.. વંદનીય કાર્ય..અભિનંદન

    ReplyDelete