રવિવાર, 4 ઑગસ્ટ, 2024

    Shortcut

             મંજિલમાર્ગની આનંતતા જોઇ માનવમન #shortcut શબ્દ સાંભળતા લલચાય છે. જ્યારે એક કરતાં વધારે ફાંટા પડે ત્યારે સામાન્ય માનવીનાં મન અને મગજ વચ્ચે દ્વંદ સર્જાય છે. અને આ દ્વંધ માં મોટા ભાગે મગજ જીતી જાય છે. હૃદયને જીતવાના ચાન્સ જૂજ કિસ્સામાં જોવા મળે. કારણ એનો અવાજ સંભાળી અનુસરવાની હિમ્મત બધામાં નથી હોતી. મગજ રસ્તા પર ની ભીડ જોઇ નિર્ણય કરે,  હૃદય માર્ગ ની યથાર્થતા જોઇ  નિર્ણય કરે છે.
           પોતાની જાત ને ઢસડી ને ચલવતા મુસાફરોનો માર્ગને પણ ભાર લાગે છે. માર્ગનાં દરેક ફાંટા માં તેઓને #shortcutનાં દર્શન થાય છે. આવાં અધીરા મુસાફર ને ચાલ્યા વગર જ ઝડપથી મંજીલે પહોંચી જવાની ઉતાવળ હોય છે. જ્યારે ચરણો માં ચાલવાનો ઉમંગ લઈ પોતાની આગવી મસ્તીનીકળેલા મુસાફર એ રસ્તાની શોભા છે. સફર ને યાત્રા બનાવે છે. પડકારો ને પ્રેમ કરે છેમાર્ગ આવતી શિલાઓ ની સીડી બનાવે છે,  વિડંબનાઓને વહાલ કરે છેઆપત્તિઓને અવસરમાં પલટાવે છે. ખુદ માર્ગ અને મંજિલ ને આવાં મુસાફરો નો ઈંતજાર હોય છે. તેઓને જોઇ #shortcut સરમાઈ જાય છે. સફળતા તેઓનાં ભાલે રાજતિલક કરવા હંમેશા તત્પર હોય છે. ખુદ મંજિલ તેઓ ને પોંખવા આતુર હોય છે.
મિત્રોનક્કર સફળતા નો કોઈ જ #shortcut આજ સુધી શોધાયો નથી.
  --ઇશ્વરપ્રજાપતિ
(14/9/18)


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Popular Posts