Sunday, August 4, 2024

 #પ્રારબ્ધ_કે_પુરુષાર્થ???


                                  યક્ષપ્રશ્ન!!!
                                 આ યક્ષ પ્રશ્નનો સાચો ઉત્તર જાણવો હોય તો કદાચ કોઈ કરોળિયાને જ પૂછવું પડે! આ યક્ષ પ્રશ્નના ઉત્તરની શોધમાં માનવ મન તો લોલક ની જેમ સતત ઝુલ્યા કરે છે. પરંતું કોઈ કરોળિયો જાળું ગુંથવામાં નિષ્ફળ ગયો હોય એવું મારા જાણમાં નથી. હાજાળું બનાવવા કોઈ કરોળિયાના મોં માંથી ઝરતી લાળ વત્તા ઓછી હોઇ શકેપ્રયત્નો વત્તા ઓછા હોઇ શકે એ એનું "નશીબ"!!!
સફળ લોકો પોતાની સફળતાનો તમામ યશ પુરુષાર્થને આપતા હોય છે જ્યારે નિષ્ફળતાથી નિરાશ થયેલ લોકો નિષ્ફળતાનો તમામ અપજશ પ્રારબ્ધને આપતા હોય છે.  પ્રારબ્ધ પર દોષારોપણ પ્રયુક્તિ એ નિષ્ફળતાના ઘા પર લગાવા માં આવતી #painkiller  મલમ છે. આ મલમનો વધારે પડતો ઉપયોગ ઘાતક સાબીત થઈ શકે છે. 
1960 
ની #Olympics માં  દોડ ની સ્પર્ધા માટેત્રણ-ત્રણ ગોલ્ડ મેડલ જીતનાર પોલિયોગ્રસ્ત વિલ્મા રુડોલ્ફ ને પૂછવું જોઈએ એ કટલી નસીબદાર  હતી!! Olympic  તરણ સ્પર્ધામાં એકલા હાથે સાત-સાત gold medal જીતનાર માઈકલ ફેલેપ્સ ને પૂછવું જોઈએ એ કેટલો નસીબદાર છે!!
                        હામિત્રો પ્રારબ્ધ નો પણ મહિમા છે જ.  પરંતું પ્રારબ્ધના  બારણે ટકોરા મારવાનો પુરુષાર્થ  કર્યા વીના પ્રારબ્ધનાં બારણાં ક્યાંથી ખુલશે??? ખરા અર્થમાં તો પુરુષાર્થ વીના પ્રારબ્ધ વાંજણુ છે.

--
ઇશ્વરપ્રજાપતિ
(13/9/18)

 

                        

No comments:

Post a Comment