Sunday, August 4, 2024

  Introspection


                                  દરેક વ્યક્તિ ditactive છે.  એની પાસે અતિ સુંક્ષમ નિરીક્ષણ છે. કોઈ ગંભીર ગુનાના ઉકેલ માટે જેટલી ચીવટ રાખે એનાથી અનેક ઘણી વધું ચીવટતાથી બીજાના નાનામાં નાના દોષો શોધી કાઢવાની ગજબની કુનેહ એની પાસે  છે.

                 આ કાબેલ ડિટેકિટવ ચશ્માં નથી પહેરતા પરંતું બિલોરી કાચ પહેરી ફર્યા કરે છે. જેથી અન્યના સુક્સમ દોષ પણ એની તિક્ષણ નઝરથી બચી નથી શકતા. કોઈપણ જાતના મહેનતાણા વીના ખૂબ નિષ્ઠા અને ખંતથી ફરજ બજાવે છે. ગહન અભ્યાસને અંતે તૈયાર કરેલ રિપોર્ટ બીજા વ્યક્તિ સમક્ષ રજુ કરવાથી એને પરમાનંદની અનુભૂતિ પ્રાપ્ત કરે છે. આ ditactive પાસે એટલી બધી કામની વ્યસ્ત તા છે કે આત્મનિરીક્ષણ ( #introspection ) માટે  કાંતો સમય નથી હોતો અથવા તો પોતાની અંદર ઝાખવા હિમ્મત નથી કરી શક્તો. અન્યનાં દોષોનાં નિરીક્ષણમાં  ડબલ PhD કરનાર આત્મનિરીક્ષણના અભ્યાસમાં જ અભણ રહી જાય છે. જેથી પોતાના અંદર જ સડી ગયેલી સંવેદના એ વાંચી નથી શકતોમરી ગયેલી માનવતાનાં ગવાતાં મરશિયા એ સંભાળી નથી શકતોવાસ મારતા વિચારોને એ સુંઘી નથી શક્તોસત્ય સાખી નથી શક્તો અને પોતાની નિખાલસતાની પોતાના હાથે કરેલી નિર્મમ હત્યાનો ભેદ ઉકેલી નથી સકતો!!!
ચોથા ધોરણ માં આવતી કવિશ્રી દલપતરામની પ્રસિધ્ધ કવિતા કોણે નથી સાંભળી ??? "અન્યનું તો એક વાંકુ...." આટલી નાની અમથી વાત  સમજવામાં જીંદગી પસાર થઈ જાય છે. ખેર! સમજુ ditactive એ છે જે પોતાના ઘરની અંદરના ગુના પહેલાં ઉકેલે.
Knowing yourself is the beginning of all wisdom. (Aristotle)

---
ઇશ્વરપ્રજાપતિ
(17/9/18)

                                       

No comments:

Post a Comment