Heartbeat
દરેકનું હૃદય એ પ્રેમની યુનિવર્સીટી છે. હૃદય એ સત્યની પ્રયોગશાળા છે. કોંઈનુય હૃદય ક્યારેય કપટી નથી હોતું. ધબકારને કોઈ ધર્મ નથી હોતો. એમ છતાં માણસને એનો અવાજ કોઈવાર વિધર્મિં જેવો લાગે છે. અને એટલે જ સર્વ ઇન્દ્રિયો એના પર સામુહિક આક્રમણ કરી પવિત્ર અવાજને ડામી દે છે.
ઈશ્વર તો સૌને સતત ઈ-મેઈલ કરતો રહે છે. ધબકાર એ માધવે મોકલેલ મેઈલનું #notification છે. ક્ષણે ક્ષણ આવતા ઈ-મેઈલ વાંચવાનો કે તપાસવાનો કોંઈનીય પાસે સમય નથી. રાજા હરિશ્ચંદ્ર , નરસિંહ કે મીરાં પર માધવે મોકલેલ મેઈલનું #notification તપાસીએ તો સમજાય એમનો એકપણ ઇ-મેઇલ #unread નથી જોવા મળતો. તેમણે ઇશ્વરના ઇ-મેઈલ માત્ર વાંચ્યા નથી પણ એને અનુસર્યા છે, #forward કર્યા છે, જરુર જણાઈ ત્યાં ઇશ્વરને પણ આશ્ચર્યમાં મુકીદે એવા એનાં #Reaply પણ આપ્યા છે. આપણા પર આવતા તમામ સંદેશાઓ આપણે #archive કરી સંતાડી રાખ્યા છે.
બિલાડી આંખો બંધ કરી જેમ દૂધ ઘટ-ઘટાવી જાય છે એમ આપણે આખું આયખું ઘટ ઘટાવી જઇએ છીએ. ધબકારના આવાજનું અનુસરણ કરનારને કોઈનું અનુકરણ કરવાની જરૂર નથી રેહતી. ચાલો, આજે આપણું પણ ઈ-મેઈલ account check કરી લઇએ અને જોઇ લઇએ કે કેટલાં સંદેશાઓ #unread પડ્યા છે?? શકય છે વાંચ્યા ની વાદળી ટીક જોઇ વસુદેવ વધું રાજી થાય!!
"सर्वस्य चाहं ह्रदि सन्निविष्टो"
--ઇશ્વરપ્રજાપતિ
(15/9/18)
No comments:
Post a Comment