અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા સંચાલિત, અરવલ્લી જિલ્લા પ્રજાપતિ સંઘ સમિતિ દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો.
છેલા ત્રણ દાયકા કરતાં પણ વધુ સમયથી અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા સમસ્ત ગુજરાતના પ્રજાપતિ સમાજના ઉત્કર્ષ અને ઉત્થાન માટે અવિરત પ્રયત્નશીલ છે. અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના આદ્યસ્થાપક, દીર્ઘદૃષ્ટા અને સમાજના ભામાશા એવા આદરણીય દલસુખભાઈ પ્રજાપતિ સાહેબે છેવાડાના જરૂરિયાત મંદ જ્ઞાતિબધું ઓની ચિંતા કરી સમાજના ઉત્કર્ષના ઉમદા હેતુથી આ સંઘની રચના કરી હતી. અ. ગુ.પ્ર. સંઘ આજે વિશાળ વટવૃક્ષ બની ફુલ્યો ફાલ્યો છે.સમાજને સંગઠિત કરી સમાજને શિક્ષિત અને દીક્ષિત કરવાનો અ.ગુ.પ્ર. સંઘનો મૂળ મંત્ર છે.
આજ રોજ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક અને શિક્ષણનગરી મોડાસા ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, નવ નિયુક્ત અને વાયનિવૃત્ત સરકારી કર્મચારીઓનું સન્માન, માટી કલા કારીગરોનું સન્માન, દિવ્યાંગ જ્ઞાતિ બંધુઓનું સન્માન, સૈન્યમાં ફરજ બજાવતા બંધુઓનું સન્માન તથા વિશેષ પ્રતિભા ધરાવતી વ્યક્તિ વિશેષ નું સન્માન એમ બહુવિધ સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો. જાજરમાન સન્માન કાર્યક્રમમાં પ્રવીણભાઈ ખસકિયા અ. ગુ.પ્ર. સંઘના ઉપપ્રમુખ, તથા અ. પ્ર. સંઘ ના સહમંત્રી કનુભાઈ મારુ, જયેશભાઈ પ્રજાપતિ અને રસિકભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે અખિલ પ્રજાપતિ સંઘના રાજ્ય અધ્યક્ષ વિષ્ણુભાઈ પ્રજાપતિએ શુભકામનાઓ પાઠવી હતી. જાળિયા મઠ ધામના ગાદીપતિ પૂજનીય રામદાસજીના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા.
તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, શિલ્ડ અને ઈમ્પોર્ટેટ બેગ આપી સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે નવનિયુક્ત-વાયનિવૃત્ત કર્મચારીઓ, દિવ્યાંગ બંધુઓ, માટી કલા કારીગરોને મોમેન્ટ અને શૉલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આગામી સમયમાં શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ લાવી હરણ ફાળ ભરવા આહવાન કરવામાં આવ્યું હતું. તેજસ્વી વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા તમામ સુવિધાઓ પુરી પાડવાની જાહેરાત કરવામાં આવી હતી.
અરવલ્લી જિલ્લાના પ્રત્યેક ગામ માંથી પ્રજાપતિ જ્ઞાતિબંધુઓએ ઉદાર હાથે માતબર દાનની સરવાણી વહાવી હતી.
ઉત્સાહી ઝોન ઉપાધ્યક્ષ દિનેશભાઇ પ્રજાપતિ, જિલ્લા પ્રમુખ મનોજભાઈ ગુર્જર, મહામંત્રીશ્રી અરવિંદભાઈ પ્રજાપતિ, રાજુભાઈ ગુર્જર, જયંતીભાઈ, મહેશભાઈ, વિનોદભાઈ, પ્રમેશભાઈ, ધર્મેન્દ્રભાઈ, દિનેશભાઈ જે. જીતેન્દ્રભાઈ, કમલેશભાઈ, દેવેન્દ્રભાઈ, પ્રવીણભાઈ, નીતિનભાઈ તથા મહિલા પ્રમુખ હંસાબેન તથા મહિલા મહામંત્રી દક્ષાબેન તથા સૌ જ્ઞાતિ ભાઈ બહેનોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
રાકેશભાઈ પ્રજાપતિ અને નરેશભાઈ પ્રજાપતિએ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું.
- ઈશ્વર પ્રજાપતિ
98251 42620
No comments:
Post a Comment