Wednesday, June 7, 2023

જન્મદિન વિશેષ

અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતએક બહુમુખી પ્રતિભા

 

   આજે અરવલ્લી જીલ્લા પોલીસ વડા સંજય ખરાત સાહેબનો જન્મ દિવસ છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન અરવલ્લી જીલ્લાના પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા સંજય ખારાત સાહેબની કામગીરી અત્યંત પ્રશંસનીય રહી છે. તેઓના સબળ નેતૃત્વમાં જીલ્લા પોલીસે કરેલી સફળ કામગીરીને આલેખતા પુસ્તક "કર્તવ્ય" ખુબ ખ્યાતી પામ્યું છે. આ પુસ્તકની  પ્રસ્તાવનામાં વરિષ્ઠ પત્રકાર પદ્મ શ્રી દેવેન્દ્રભાઈ પટેલ સાહેબે સંજય ખરાત સાહેબ માટે પ્રયેજેલા શબ્દો આદર ઉપજાવે છે. 

કર્તવ્ય પુસ્તકની પ્રસ્તાવનામાં આદરણીય દેવેન્દ્રભાઈ પટેલ સાહેબ લખે છે. :  " કેટલાક વ્યવસાય એવા છે કે જે માત્ર વ્યવસાય નહીં, પરંતુ એકમિશનપણ છે. દા.. તબીબનો વ્યવસાય વ્યવસાય નહીં, પરંતુ એકમિશનપણ છે. શિક્ષકનો વ્યવસાય વ્યવસાય નહીં, પરંતુ એકમિશનછે. પત્રકારત્વ વ્યવસાય નહીં, પરંતુ એકમિશનછે. રીતે પોલીસનો વ્યવસાય વ્યવસાય નહીં, પરંતુ એકમિશનપણ છે. આજે હું એવા એક ઉચ્ચ આઇ.પી.એસ. પોલીસ અધિકારીની વાત કરવા જઈ રહ્યો છું જેમણે પોતાના વ્યવસાયને એક મિશન પણ બનાવી દીધું છે અને તેમનું નામ સંજય ખરાત છે. તેઓ અરવલ્લી જિલ્લાના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ છે.

હું મારા પત્રકારત્વની 55 વર્ષની કારકિર્દી દરમિયાન જે ઉચ્ચ પોલીસ અધિકારીઓથી પ્રભાવિત થયો છું. તેમાંનું એક નામ બહુ થોડા સમય માટે ગુજરાતના પોલીસ વડા તરીકે આવેલા સુપર કોપ જુલિયો રિબેરો છે એવા બીજા એક ગુજરાતના પોલીસ વડા ખંડવાવાલા હતા. અરવલ્લી જીિલ્લાના એસ. પી. સંજય ખરાત પણ શ્રેણીમાં આવે છે. આમ તો હું અમદાવાદમાં રહું છું, પરંતુ અરવલ્લી મારું હોમ ડિસ્ટ્રિક્ટ હોવાના કારણે અરવલ્લી જિલ્લાના લોકો અને જિલ્લામાં આવેલા તમામ સનદી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મારો જીવંત સંપર્ક રહ્યો છે. છેલ્લાં ત્રણેક વર્ષ દરમિયાન મારે અનેકવાર અરવલ્લી જિલ્લાના પોલીસ અધિક્ષક સંજય ખરાત સાહેબને મળવાનું થયું. તેમના પરિવારને પણ મળવાનો અે જાણવાનો મોકો મળ્યો. સમયગાળા દરમિયાન અમારી વચ્ચે એક પ્રકારની આત્મીયતા પણ બંધાઈ. મેં સંજય ખરાત સાહેબને નજીકથી કામ કરતા પણ જોયા. તેઓ માત્ર બાહોશ પોલીસ અધિકરી નહીં, પરંતુ માનવીય અભિગમ ધરાવતા એક ઉત્કૃષ્ટ ઇન્સાન પણ છે. કોઈ પણ ગુનો બને તો તેની ભીતર જઈ ઇન્વેસ્ટિગેટ કરી ગુનેગારને શોધી કાઢવાનું તેમની પાસે એક આગવું કૌશલ્ય પણ છે. એસ.પી. સંજય ખરાત સાહેબે છેલ્લાં કેટલાક વર્ષો દરમિયાન શેરલોક હોમ્સની શૈલીથી કેટલીયે ઘટનાઓના ભેદ ઉકેલી નાખી ગુનેગારોને ઝબ્બે કર્યા છે. અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને બરાબર જાળવતી રાખવાનું તથા કાયદો અને વ્યવસ્થાને સ્થાપિત કરવાનું કામ તેમણે સરસ રીતે કર્યું છે. કોઈનીયે શેહ કે શરમમાં આવ્યા વિના તેમણે કાર્ય કર્યું છે. તેઓ નખશીખ પ્રામાણિક ઉચ્ચ પોલીસ અધિકારી છે. અરવલ્લી જિલ્લાની પ્રજા આજે શાંતિથી રાત્રે સૂઈ જઈ શકે છે. તેનો યશ સંજય ખરાત સાહેબના ફાળે જાય છે.

અરવલ્લી જિલ્લાના પોલીસ અધિક્ષક સંજય ખરાત સાહેબ 2014ની બેચના આઇ.પી.એસ. ઑફિસર છે. મહારાષ્ટ્ર રાજ્યના સોલાપુર જિલ્લાના એક નાનકડા ગામમાં એક સાધારણ ખેડૂત પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમના માતાપિતા નિરક્ષર છે. તેમના પરિવારમાંથી ગ્રેજ્યુએશન પૂરું કરનાર તેઓ પહેલા વ્યક્તિ છે. તેમના ગામ કે સગાંસંબંધીઓમાં કોઈ પણ વ્યક્તિ આવા પોલીસ વિભાગ કે અન્ય કોઈ ઊંચી પદવી પર નથી. મહારાષ્ટ્રના એક મધ્યમવર્ગના પરિવારમાંથી આવતા સંજય ખરાત સાહેબનું જીવન અને કારકિર્દી સ્વયં એક સક્સેસ સ્ટોરી છે. તેઓ ઉચ્ચ અને બાહોશ પોલીસ અધિકારી હોવા ઉપરાંત સાહિત્યનો જીવ પણ છે. મારા વતન આકરુન્દ ખઆતે આવેલી આકરુન્દની પ્રાથમિક શાળામાં આવેલીસંદેશ લાઇબ્રેરીસાથે પણ તેઓ આત્મીયતા ધરાવે છે. લેખકો અને જે તે વિષયના તજજ્ઞોને સાંભળવામાં તેઓ વિશેષ અભિરુચિ ધરાવે છે. ‘સંદેશ લાઇભ્રેરીના ઉપક્રમે યોજાતી પ્રવચન શ્રેણીમાં પણ ઉત્સાહભેર ભાગ લઈને નવી પેઢીને તેમણે વ્યવસાયિક માર્ગદર્શન આપ્યું છે. મોડાસાની કૉલેજના વિદ્યાર્થીઓને પણ તેઓ પ્રવચનો દ્વારા સંબોધી ચૂક્યા છે. તેમની વાણી અને વ્યવહારમાં તેમનાં માતાપિતા દ્વારા મળેલા શ્રેષ્ઠ સંસ્કારના દર્શન થાય છે.

અરવલ્લી જિલ્લામાં તેમની કામગીરી દરમિયાન તેમણે અનેક જટિલ કેસો કુનેહપૂર્વક ઉકેલી નાખ્યા છે. અસામાજિક તત્ત્વો તો તેમના નામમાત્રથી ધ્રૂજે છે. ભ્રષ્ટાચારના તેઓ સખત વિરોધી છે. કેટલાયે બુટલેકરો અને અન્ય ગુનાઓ આચરતા ગુનેગારોને પણ તેમણે જેલ ભેગા કર્યા છે. તેઓ એક સખત અને કાર્યદક્ષ ઉચ્ચ પોલીસ અધિકારી હોવા છતાં ભીતરથી કોમળ હૃદય પણ ધરાવે છે. નાનામાં નાના ગરીબ માણસની વાત કે ફરિયાદ શાંતિથી સાંભળે છે અને તેને ન્યાય અપાવવા સતત કાર્યરત રહે છે. લૉકડાઉન દરમિયાન થેલેસેમિયાનો ભોગ બનેલા બાળકો માટે રક્તદાન શિબિરો પણ યોજી ચૂક્યા છે.

અરવલ્લી જિલ્લામાં તેમની કામગીરી દરમિયાન એસ.પી. સંજય ખરાત સાહેબે જે અટપટા અને જટિલ કેસો કુનેહપૂર્વક ઉકેલી નાખ્યા તે બધી ઘટનાઓને આવરી લેતું એક સુંદર પુસ્તક આકરુન્દ પ્રાથમિક શાળાના આચાર્ય અને નવી પેઢીના તેજસ્વી સાહિત્યકાર ઈશ્વર પ્રજાપતિએ લખ્યું છે. પુસ્તકમાં અનેક ઘટનાઓનો ઉલ્લેખ છે. દા.. જિલ્લાના એક અંતરિયા ગામની સીમમાંથી એક અજાણી મહિલા અને એક નાનકડા બાળકની બિનવારસી લાશ મળી આવી. મળેલા મૃતદેહ કોના છે તે જાણવું અને કૃત્ય કોણે કર્યું છે તે શોધવું દરમિયામાં પડી ગયેલા એક સિક્કાને શોધવા જેટલું કપરું હતું, પરંતુ એસ.પી. સંજય ખરાત સાહેબે એક ટીમ બનાવી અને બાતમીદારો કામે લગાડ્યા. મરનાર મહિલાના મૃતદેહની બાજુમાં પડેલી થેલીમાંના વસ્ત્રો કબ્જે કર્યાં. થેલીમાંથી એક બ્લાઉઝ મળી આવ્યો અને તેની પર મરનાર મહિલાનું નામ તથા ગામ જાણી તેમણે મરનાર મહિલા અને નાનકડા બાળકનું નામ તથા એમને મોતને ઘાટ ઉતારનાર સ્ત્રીના પ્રેમીને પણ શોધી કાઢ્યો અને હત્યારાની તથા તેને સાથ આપનાર આરોપીને પકડીને જેલ ભેગા કર્યા. ઇન્વેસ્ટિગેશન ક્ષેત્રની એક ક્લાસિક ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરી છે. બીજી અનેક દુષ્કર્મની ઘટનાઓના ભેદ પણ ઉકેલી નાખ્યા. ગાંજાની ખેતી કરનારાઓને ઝબ્બે કર્યા. બીજા અનેક લૂંટ કેસ પણ ઉકેલ્યા. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં બોગસ ડૉક્ટરો પર પણ તરાપ મારી. આજે અરવલ્લી જિલ્લાના ગુનેગારો એસ.પી. સંજય ખરાત સાહેબના નામમાત્રથી ધ્રૂજે છે. કાયદો અને વ્યવસ્થાની શ્રેષ્ઠ કામગીરીક કરવા ઉપરાંત તેમણે સમાજસેવાના કાર્યો પણ કર્યા. લોન મેળા પણ યોજ્યા. સામાજિક સમરસના ક્ષેત્રે પણ કામ કર્યું. સ્વરક્ષણની તાલીમ આપી. જિલ્લામાં અદ્યતન પોલીસ ક્વાર્ટસનું નિર્માણ કર્યું. ચૂંટણીઓ દરમિયાન પ્રશંસનીય કામગીરી પણ કરી. બુટલેગરોના પુનર્વસન માટે પણ કામ કર્યું. આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ ક્રિકેટરને પણ મદદ કરી. રોડ અકસ્માત નિવારના જાગૃતિ અભિયાન પણ ઉપાડ્યું.

બધા વિષયોને આવરી લેતું સુંદર પુસ્તક વાચકોના હાથમાં મૂકતા આનંદ અને ગૌરવની લાગણી થાય છે. આવું સુંદર પુસ્તક લખવા બદલ યુવા સાહિત્યકાર ઈશ્વર પ્રજાપતિને અભિનંદન.

 અરવલ્લી જિલ્લાનું સદ્ભાગ્ય છે કે જિલ્લાને સંજય ખરાત સાહેબ જેવા અને બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા શ્રેષ્ઠ ઉચ્ચ પોલીસ અધિકારી મળ્યા છે. સંજય ખરાત સાહેબ માટે એક વાક્યમાં લખવું હોય તો લખી શકાય કે, ‘સંજય ખરાત સાહેબ એક વર્સેટાઇલ પર્સનાલિટીછે. તેઓ ક્ષેત્રમાં આવવા માગતા યુવક-યુવતીઓ માટે અને બીજા પોલીસ અધિકારીઓ માટે એક રોડ મોડેલ પણ છે. હું સંજય ખેરાત સાહેબને અને પુસ્તકના લેખક ઈશ્વર પ્રજાપતિને શુભકામના પાઠવું છું." પુસ્તકની પ્રસ્તાવના અહીં સમાપ્ત થાય છે. 

સંજય ખરાત સાહેબને જન્મ દિવસની હાર્દિક શુભકામનો. પ્રભુ તેમના નિરામય સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના 


  

No comments:

Post a Comment

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts