Sunday, June 11, 2023

સન્ડે સ્પેશિયલ

 

ચાર વર્ષની નિર્ભયા

ચાર વર્ષની નિર્દોષ બાળકી લોહી લુહાણ હાલતમાં ઢાળિયામાં કણસતી હતી.

સમાજમાં કેટલીક એવી પિશાચી ઘટનાઓ ઘટતી હોય છે કે એ સાંભળીને જ હૃદય કંપી ઊઠે છે. દિલ્હીમાં બનેલા નિર્ભયા કાંડે આખા દેશને હચમચાવી નાખ્યો હતો. સડકથી લઈ સંસદ સુધી એના પડઘા પડ્યા. સરકારશ્રીએ ગંભીરતા દાખવી કાયદાઓ પણ વધુ કડક બનાવ્યા. એમ છતાં આવી હીચકારી ઘટનાઓ ન જાણે કેમ સમાજમાં ઘટતી જ રહે છે??

માણસ જ્યારે હેવાન બને છે ત્યારે માણસાઈની તમામ સીમાઓ તોડી તે વિકરાળ રાક્ષસનું રૂપ ધારણ કરે છે. અરવલ્લી જિલ્લામાં ઘટેલી બળાત્કારની ઘટનાએ જાણે કલિયુગ કાળને શરમમાં મૂકી દીધો..

અરવલ્નુંલી જિલ્લાનું  નાનું અમથું એક ગામ. આખું ગામ હોળીનો તહેવારની ઉજવણીમાં હિલોળે ચડ્યું હતું. રાત્રીના સુમારે હોળી પ્રગટાવતાં આખું ગામ હોળીના દર્શને ઉમટયું હતું. ગામના છેવાડે વસતું એક દંપતી પણ પોતાની નાની અમથી દીકરીઓને સૂતી ઘેર મૂકી હોળીના દર્શને ગયું હતું. ઢોલ નગારાં પર પીટાતી દાંડીના તાલે ઘેરૈયા હોળી નૃત્ય કરવમાં મસ્ત હતા. પરંતુ આ ઢોલ-નગારાંના ગગનભેદી નાદમાં ગામની સીમમાં એક સાડા ચાર વર્ષની નિસહાય બાળકીની ઊઠેલી ચીસો કોઈના કાન સુધી પહોંચી શકી નહીં.

હોળીની પૂજા પુરી કરી દંપતી જ્યારે ઘેર પરત ફર્યું ત્યારે પથારીમાં પોતાની નાની દીકરી હતી નહિ. એમને એમ થયું કે ક્યાંક આસપાસ જ રમતી હશે. માતા-પિતાએ તપાસ કરી જોઈ પણ ક્યાંય પત્તો લાગ્યો નહિ. હવે હૈયામાં ફાળ પડી. પથારીમાં સુતેલી દીકરી આખરે ગઈ ક્યાં? પળ ભરમાં કેટ કેટલાય વિચારોનું વંટોળ ઊમટયું. દીકરી ક્યાં હશે ? કેવી હાલતમાં હશે ? કોણ ઉપાડી ગયું હશે ?

આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા. ટોર્ચ અને ફાણસ લઈ આજુબાજુ  ખેતરોમાં શોધ આદરી. ઘરથી થોડા અંતરે આવેલા ખેતરના ઢાળિયામાં ટોર્ચનો પ્રકાશ પડ્યો. અને જે દૃશ્ય જોયું એ જોનારની છાતી ફાટી જાય એવી ચીસ પડી ગઈ. અંદાજે એક ૨૪  વર્ષીય નરાધમ સાડા ચાર વર્ષ ની બાળાને હવસ સંતોષવા પિંખી રહ્યો હતો.  પ્રકાશ પડતાં નરાધમ કપડાં પહેરવા પણ ઊભો રહ્યો નહિ અને જીવ લઈને નાઠો.

       ...અને એક નિર્દોષ બાળકી લોહી લુહાણ હાલતમાં ઢાળિયામાં કણસતી હતી. દીકરીનાં માતાપિતા પર જાણે આભ ફાટી પડ્યું. ગામમાં પ્રગટેલી હોળીની જ્વાળાઓ શાંત થઈ ગઈ હતી. પરંતુ અહીં બાળકીના જીવનમાં જે જ્વાળાઓએ  આકાર લીધો હતો એ જ્વાળાઓ કદાચ ક્યારેય શાંત થવાની ન હતી.

      બાળકીના માતા પિતા માટે આ આઘાત અસહ્ય હતો. આખીય ઘટનાની માલપુર પોલીસને જાણ કરવામાં આવી. અને બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવમાં આવી.

હૃદયદ્રાવક અને સંવેદનશીલ આ કેસ બાબતે જિલ્લા પોલીસ અત્યંત ગંભીરતા દાખવી તાબડતોબ ગુનેગારને શોધી એને કડક માં કડક સજા અપાવવા કટિબદ્ધ હતી. ગણતરીના કલાકોમાં જ જિલ્લા પોલીસે એ બળાત્કારી હેવાનને ઝડપી લીધો. એ નરપિશાચ ૨૪  વર્ષીય હતો. આ નરાધમે આચારેલા કૃત્ય માટે ચોતરફથી ફિટકાર વરસી રહ્યો હતો.

પલીસે   આ હવસખોરને માત્ર પકડીને જ સંતોષ ન માન્યો પરંતુ એને કડકમાં કડક સજા થાય એ માટે રાત દિવસ એક કરી નાખ્યા. તત્કાલિન એલ.સી.બી. PI સી. પી. વાઘેલા અને તેમની ટીમે યુદ્ધના ધોરણે કેસની તપાસ આદરી. પુરાવાના અભાવે ઘણા કેસમાં ગુનેગાર નિર્દોષ છૂટી જતા હોય છે. પરંતુ આ કેસમાં પોલીસે  જરા જેટલી પણ ચૂક રહી જાય નહીં એની તકેદારી રાખી.

જે-તે સ્થળનું પંચનામું કરી એલ.સી.બી. ટિમ પુરાવા એકત્ર કર્યા. ઘટના સમયે બાળકી એ પહરેલ કપડાં અને એ નરાધમનાં કપડાં એફ.એસ.એલ.માં મોકલી આપવામાં આવ્યા. બાળકીની દાક્તરી તપાસ કરવામાં આવી. બધા જ રિપોર્ટ નરાધમે આચારેલા કૃત્યની ચાડી ખાતા હતા.

આ કેસની સ્પેશિયલ કોર્ટમાં ઝડપથી સુનવણી થાય અને હેવાનને સત્વરે સજા થાય તે માટે સંજય ખરાત સાહેબના પ્રયત્નો કાબિલે દાદ હતા. અને એમના પ્રયત્નો સફળ રહ્યા. ખાસ અદાલતમાં કેસ ચલાવવામાં આવ્યો. સરકારી વકીલે  પણ અદાલતમાં ધારદાર રજૂઆતો કરી કરી કેસને મજબૂત બનાવી દીધો હતો. આખરે સૌની મહેનત રંગ લાવી. માત્ર સાત જ માસમાં અદાલતે પોતાનો નિર્ણય સંભળાવી નરપિશાચને ૨૦ વર્ષ કેદની સજા સંભળાવી. આ એક ઐતિહાસિક ચુકાદો હતો.

આખા કેસમાં તાપસ કરનાર સૌ ઓફિસર્સ અને સરકારી વકીલની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી. જેના કારણે એક પીડિત પરિવારને ઝડપથી ન્યાય મળી શક્યો.

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620

ઈશ્વર પ્રજાપતિ લિખિત પુસ્તકો ખરીદવા સંપર્ક : 9825142620 

5300/-
950/-

                                                                           


150/-

250/-

230/-

પુસ્તકોના સેટની ખરીદી પર ૨૦% વળતર ઉપલબ્ધ. પોસ્ટેજ ફ્રી. નીચે આપેલ સ્કેનેર થી પેમેન્ટ કરી શકાશે. પેમેન્ટ કરી 9825142620 પર સ્ક્રીન શોર્ટ અને પીનકોડ સાથેનું  એડ્રેસ વોટ્સેપ દ્વારા મોકલી આપવું. 




No comments:

Post a Comment

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts