ભારતના પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીએ
જ્યારે આણંદના એક ખેડૂતનાં ત્યાં રાત્રી રોકાણ કર્યું.
વામન કદના પરંતુ વિરાટ વ્યક્તિત્વ ધરાવતા ભારતાના પૂર્વ
વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના સાદગી અને શાલીનતા ભર્યા જીવનથી સૌ કોઈ પરિચિત છે.
શાસ્ત્રીજીના જીવનનો એવો જ એક પ્રસંગ ગુજરાત સાથે જોડાયેલો છે જે બહુ ઓછા લોકો
જાણે છે. શાસ્ત્રીજી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેઓ આણંદ નજીકના
એક ખેડૂતના ત્યાં રાત્રી રોકાણ કરી એક સામાન્ય જનમાણસની જેમ સળગી પૂર્વક રહી
ગ્રામલોકો સાથે સંવાદ કર્યો હતો. આ અખો સુંદર પ્રસંગ વર્ગીસ કુરિયન લિખિત મારું
સ્વપ્ન પુસ્તકમાં ખુબ સુદર રીતે આલેખવામાં આવ્યો છે. જે અહી પ્રસ્તુત છે.
“આણંદથી આઠેક કિ.મી. દૂર
સ્થિત કંજરી ગામે ૧૯૬૪ માં ‘ઑક્સફામ’ નામની સંસ્થાની આર્થિક સહાય વડે ખેડા
મંડળીનું નવું ચારા મિશ્રણનું કારખાનું તૈયાર થયું. આ પ્લાન્ટ આધુનિક હતો જેમાં
સ્વયંસંચાલિત મશીનો હતાં અને ભારતભરમાં આ પ્રકારનું એ પ્રથમ કારખાનું હતું. દેશના
ડેરી ઉદ્યોગમાં આ ક્રાંતિકારી પગલું હતું. અમને લાગ્યું કે આવું કારખાનું જો દેશના
વડા પ્રધાનના હસ્તે ઉદ્ઘાટન પામે તો તે વધુ યોગ્ય રહે. તે વખતના વડા પ્રધાન લાલ
બહાદુર શાસ્ત્રીને અમે નિયંત્રણ મોકલ્યું, કે આણંદ પધારીને કારખાનાનું ઔપચારિક ઉદ્ઘાટન કરે. ફરી એક વાર, તે માટેની તિથિ હતી. સરદાર પટેલની જન્મજયંતિ, ૩૧ મી ઑક્ટોબર. શાસ્ત્રીજીએ અમારું નિમંત્રણ સ્વીકાર્યું, પણ હજુ આણંદમાં તેમને રહેવા માટે યોગ્ય હોય તેવી કોઈ હોટેલ હતી
નહિ.
શાસ્ત્રીજીની માગણી તો ઓર કપરી નીકળી . તેમણે
વિનંતી કરી કે અમે જે મુજબની કાર્યક્રમની વિગતો ઠરાવી હતી, તેમાં ફેરફાર કરવો અને આથી તો ખૂબ ચકરાવામાં પડ્યા. તેમણે
ગુજરાતના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાને કહેવડાવ્યું કે તેઓ એક દિવસ વહેલા આવીને
ગામડાના કોઇ એક ખેડૂતને ત્યાં રાત રોકાવા ઇચ્છે છે. જો શક્ય હોય તો આ ખેડા
જિલ્લાના કોઈ ખેડૂતને ઘેર ! મેં મારી જાણ મુજબ, ભારતના વડા પ્રધાને આજ સુધી ગામડામાં રહેવાની ઈચ્છા કરી નથી, માટે આવી અસામાન્ય વિનંતીથી અમે સ્વાભાવિક ઊતે જ ગભરાઈ ઊઠ્યા, મુખ્ય મંત્રીએ વળી મને કહ્યું કે આ રીતે વ્યવસ્થા કરી. તેમને
કહ્યું કે જો ભારતના વડા પ્રધાન ગામડે રહેવા જાય, તો તેઓ આવે તે પહેલાં જ ગામડું ૩૦૦ જેટલા તો સુરક્ષા
કર્મચારીઓથી ભરાઇ જાય, ખેડાના
ગામડાંઓની સરેરાશ વસતી જ ૩૦૦ જેટલી હોય છે અને જો એટલા જ પોલીસો આવે તો તે ગામડું
લાગવાને બદલે પોલીસથાણું વધારે લાગશે. તો પછી આવા પોલીસથાણે વડા પ્રધાને શા માટે
જવું છે ? જો
વડા પ્રધાન ખરેખર ગામડાને તેની સ્વાભાવિક સ્થિતિમાં જોવા જ ઇચ્છતા હોય, તો તેઓની સુરક્ષાનું કામ પણ મુખ્ય મંત્રીએ મારા પર છોડવું પડશે.
બળવંતરાયે ગૃહસચિવ એફ. જે. હેરેડિયાને બોલાવીને મારા સૂચનની વાત કરી. હેરેડિયા
સહેજે માનવા તૈયાર ન થયા. ‘આમ કઈ રીતે થાય જ!” તેમણે કહ્યું, ‘ જો કંઈ અણઘટતું ઘટી જાય તો સજા મને મળે, કુરિયનને નહિ. માફ કરો, પણ વડા પ્રધાનની સુરક્ષા એ મારી જવાબદારી છે અને તે હું કોઈ
બીજાને સોંપી શકું નહિ. 'અલબત્ત, તેઓ મારો મુદ્દો અવશ્ય સમજી શક્યા હતા. અને અમે મિત્રો તો હતા
જ, તેથી એમણે વ્યવસ્થા એ રીતે કરવાનું વચન આપ્યું જેનાથી તેમની
અને મારી બંનેની જરૂરિયાત પૂરી થઈ શકે. અરે, કુરિયનનો આગ્રહ છે કે પોલીસો ન હોવા જોઈએ અને તમે કહો છો કે
પોલીસો તો હશે જ , તો
એવું કઈ રીતે ગોઠવશો ?’ મુખ્ય
મંત્રી સહેજ વિચારમાં પડ્યા. ‘સાવ સહેલું છે .’ ગૃહસચિવ કહેવા લાગ્યા . વડા પ્રધાન
ગામડાની મુલાકાતે જવાના છે , કે
અમુક ગામડાની મુલાકાતે જવાના છે, એ
વાતની ગંધ સુધ્ધાં કોઈને આવવી જોઈએ નહિ . પછી તો વડા પ્રધાન સુરક્ષિત જ રહેશ. આ કંઈક સારું સૂચન લાગ્યું. અમારી સુરક્ષા
વ્યવસ્થામાં ગોપનીયતાને મુખ્ય સ્થાન અપાયું. મુખ્ય મંત્રી બળવંતરાયે મંજૂરી આપતા
કહ્યું, “તમે અને કુરિયન મળીને બધું નક્કી કરી લો . ' હું અને હૈડિયા કામે વળગ્યા .
આણંદથી થોડે જ દૂર આવેલું અજરપુરા
ગામને અમે પસંદ કર્યું. અહીંની દૂધ સહકારી મંડળી સહુથી જૂની મંડળીઓમાંની એક હતી. મેં
ખેડૂત યજમાન પણ પસંદ કરી લીધા, જેમનું
નામ હતું રમણભાઈ પુંજાભાઈ પટેલ. મેં તેમને સમજાવ્યું કે, બે વિદેશીઓ આપણી મુલાકાતે આવે છે અને
તેઓ ગામડામાં એક રાત રોકાવા ધારે છે. તો શું તમે એ માટે બંદોબસ્ત કરી આપી શકશો ? ' રમણભાઈ વિચારમાં તો પદ્મ કે વળી વિદેશી લોકોની આવી કેવી ઇચ્છા
હશે. મેં સમજાવ્યું કે તેઓ જ વિચિત્ર અને ધૂની તો હતા પણ એક રાત તમારે ત્યાં રોકાય
તો બહુ મુશ્કેલી પડે તેમ નથી ને ! ' વળી બીજું કંઈ ખાસ કરવાનું ન કહેતાં મેં તેમને એટલું જ
સૂચવ્યું કે ઘર થોડું સારું ગોઠવે અને બાથરૂમ સ્વચ્છ રાખે
મહેમાન આવવાના દિવસે પોતાનું નાનું ઘર
સરખું કરીને રમણભાઈ આંગણામાં પાણી છાંટી ધૂળ ન ઊડે તેની વ્યવસ્થા કરી રહ્યા હતા.
અને ‘ વિદેશી મહેમાનો’ની રાહ જોઈ રહ્યા હતા . હું તેમની પાસે ગયો. તેમને જણાવ્યું, ‘ હવે તમે જાણી લ્યો કે તમારે ત્યાં કોણ ખરેખર મહેમાન બનીને
આવવાનું છે તે છે ભારતના વડા પ્રધાન અને ગુજરાતના મુખ્ય મંત્રી.’ ‘વડા પ્રધાન અને
મારા ઘરમાં ? સાહેબ , તમે આ મને શું કર્યું ? ’ ખૂબ અકળાઈને તેમણે પૂછ્યું . ‘અરે એમાં કંઈ નથી.’ મેં તેમને
શાંત પાડતાં કહ્યું. “માનો મારી વાત. એ લોકો બહુ જ સારા માણસો છે. તમારા બીજા મહેમાનો
સાથે વર્તો છો, તેમ જ એમની સાથે પણ વર્તો, ' ' સાહેબ ! મેં તો કંઈ સરસ ખાવાનું પણ નથી બનાવ્યું. તમે મને ના
પાડેલી ! ’ મેં તેમને ખાતરી કરાવતાં કહ્યું કે એ લોકોને પણ કશું ખાસ કે સરસ ખાવાનું
નહોતું જોઈતું. પછી મેં તેમની ઓળખાણ કલેક્ટર સાથે કરાવી , જેઓ જિલ્લાના અધિકારી હોય છે. પછી મેં તેઓ બંનેને કહ્યું , ‘ હવે વડા પ્રધાનને હું તમારા હાથમાં સોંપું છું . તેમનું ધ્યાન
તમે રાખજો અને હું જાઉં છું મારે ઘેર . ' મેં તેમને કહ્યું કે શાસ્ત્રીજીએ કોઈ જ નિશ્ચિત કાર્યક્રમ
રાખ્યો નથી . અહીં આવીને જ તેઓ ઠરાવશે કે ગામડાના મહેમાન તરીકે તેમને શું કરવું છે.
મેં કહ્યું કે મારે પાછા મારે ઘેર જવું જરૂરી છે કે કારણ કે ત્યાં મારી પત્ની એકલી છે અને બીજા પણ
મહેમાનોની તેણે વ્યવસ્થા કરવાની છે, જેમને કો ખ્યાલ નથી કે તે દિવસે વડા પ્રધાન પહોંચવાના નથી.
યોજના મુજબ વડા પ્રધાનની ગાડીઓનો રસાલો અમદાવાદથી આણંદ આવતો હતો, ત્યાં અધવચ્ચેથી માત્ર શાસ્ત્રીજીની ગાડીને અજરપુરા ગામે વાળી
લેવાઈ જ્યારે બાકીની ગાડીઓ આણંદ જવા લાગી.
વખતસર શાસ્ત્રીજી અજરપુરા પહોંચ્યા, રમણભાઈને મળ્યા અને તેમની સાથે તેમનું સાદું ભોજન પણ લીધું.
પછી તેઓ ગામડાનું ચક્કર મારવા ચાલવા નીકળ્યા. ત્યાં તેઓ ઓળખાઈ તો ગયા પણ ગામડાનાં
લોકો વચ્ચે તદ્દન મુક્તપણે તેમણે વિહાર કર્યો, પોતે સામે ચાલીને બીજા લોકોના ઘેર ગયા, તેમની સાથે બેઠા અને લાંબી વાતો પણ કરી. આ લોકોના જીવન વિશે
તેમણે જાણવાની તીવ્ર ઇચ્છા હતી. તેઓ પૂછતા હતા કે સ્ત્રીઓ કેવાં કેવાં કાર્યો કરે
છે, શું તેઓ પાસે કોઈ ભેંસો છે, કેટલું દૂધ આપે છે, કેટલું વળતર મળે છે, વધુ દૂધ આવે તે માટે કોઈ પ્રોત્સાહન મળે છે, આ મંડળીના તેઓ શા માટે સભ્ય બન્યા, તેમનો સમાજ કઈ તરફ પ્રગતિ કરી રહ્યો છે, વગેરે વગેરે. ખૂબ લંબાણપૂર્વક તેમની વાતચીત ચાલી રહી.
ગામના હિરજનવાસમાં પણ તેઓ પહોંચ્યા. તેમની સાથે
બેઠા, વાતો કરી. ગામના મુસલમાનોની પણ તેમણે સામે ચાલીને મુલાકાત લીધી.
સવારના છેક બે વાગ્યા સુધી તેઓ ખેડૂતો સાથે તેમના જીવન અને સમસ્યાઓ અંગે વાતચીત
કરતા રહ્યા. ગૃહસચિવે તેમને બીજા દિવસના કાર્યક્રમની યાદ આપવી પડી, જે સવારે સાત વાગ્યે શરૂ થવાનો હતો. આમ બાકીના થોડા કલાકો માટે
તેમણે સૂવા જવું પડ્યું. બીજે દિવસે વહેલી સવારે ફરીથી વડા પ્રધાન તો ગામના
ચૂંટેલા પ્રતિનિધિઓ વડે ચાલતી દૂધની સહકારી મંડળીએ પહોંચી ગયા. અહીં હું તેઓને
પહેલી વાર મળ્યો. તેમને સહકારી મંડળીઓની વ્યવસ્થા અંગે મેં સમજ આપી. આટલું કરી
લીધા પછી જ તેઓ આણંદ આવવા અને મારે ઘેર આવવા રાજી થયા. થોડા સમય પછી તેમણે ઔપચારિક
રીતે ચારામિશ્રણના કારખાનાનું ઉદ્ઘાટન કર્યું અને સભાને ખૂબ જ પ્રેરણાત્મક
પ્રવચનથી સંબોધિત કર્યું.”
વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજી દરેક દૃષ્ટિથી
સાચે જ લોકોના પ્રતિનિધિ હતા. તેઓ આણંદ આવ્યા, સહકારી મંડળીઓનું કામકાજ જાતે જોયું
અને સામાજિક અને આર્થિક પરિવર્તનનાં ગરમીન ક્ષેત્રેના સાધન તરીકે તેની નાડ પારખી.
આ નીચી દડીના શરીર ધરાવતા આ મહાન માણસના હૃદયની સૌથી નજીક કશું હોય તો તે માત્ર આપણા
ગ્રામવાસીઓનું કલ્યાણ જ હતું.
-ઈશ્વર પ્રજાપતિ
9825142620
Excellent
ReplyDeleteવાંચવાની ખૂબ જ મજા પડી અને રસપ્રદ માહિતીની પ્રાપ્તિ માટે આભાર....
ReplyDeleteGood👍
ReplyDelete