Saturday, March 5, 2022

સન્ડે સ્પેશિયલ - 7


"પુસ્તકોના અભાવે હું ભલે વધુ ભણી શક્યો નહિ, પરંતુ ભાવી પેઢીના ભણતર  માટે  પુસ્તકોનો  અભાવ  નડે નહિ તે માટે કંઈક  કરવું છે."    

            
              કલ્યાણસિંહ પુવાર.
            આ નામથી સાહિત્યકારો અને સક્ષારો બહુ ઓછા પરિચિત હશે. પરંતુ ઓછું ભણેલા આ માણસે મહીસાગર જિલાના આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં સેવાની ધૂણી ધખાવી છે.
          મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાનું દધાલીયા સાવ છેવાડાનું ગામ છે. આ ગામમાં એક અનોખું  પુસ્તકાલય આકાર પામ્યું છે. પુસ્તકાલયનો ઓરડો તો સાવ સામાન્ય છે. બીજી ભૌતિક સગવડો પણ ખાસ  મળે નહિ. પરંતુ આ લાઈબ્રેરીમાં વિવિધ ભાષાનાં કુલ મળી  ૯૫૦૦૦ કરતાય અધિક પુસ્તકો ઉપલબ્ધ છે. કદાચ માન્યામાં ન આવે કે આ વિરાટ સપનાને હકીકત બનાવ્યું છે ખુબ ઓછું ભણેલા અને સિક્યુરીટી ગાર્ડ તરીકે નિવૃત થયેલા કલ્યાણસિંહ પુવારે.
              કલ્યાણસિંહ  પુસ્તકોના અભાવે  વધુ  ભણી શક્યા નહિ. એટલે બેન્કમાં સિક્યુરીટી ગનમેન તરીકે નોકરી કરી. પોતે ઉચ્ચ અભ્યાસથી વંચિત રહ્યા પરીઅનામે જીવનમાં અનેક હાડમારીઓ વેઠી. એટલે હ્રુદયમાં ઊંડે ઊંડે એની પીડા પણ ખરી. આ પીડાને એમણે પ્રેરણામાં પલટાવી. ઓછા અભ્યાસના કારણે જીવનમાં જે સંઘર્ષો વેઠવા પડ્યા. એ જાત અનુભવે મનમાં ગાંઠ વાળી કે ‘મારા ગામની આસપાસના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક વાંચવા માટે સમૃદ્ધ લાઈબ્રેરી બનાવીશ. મારી જેમ કોઈ  વિદ્યાર્થી હવે પુસ્તકોના અભાવે અભ્યાસ ન કરી એવું હું બનવા દઈશ નહિ ’ પરિણામ સ્વરૂપ  એક અનોખી લાયબ્રેરી આકાર પામી.  જેમાં ધર્મ, વિજ્ઞાન, આધ્યાત્મ, સાહિત્ય, કલા, અર્થશાસ્ત્ર, સ્પર્ધાત્મક પરીક્ષાઓના લગભગ ૯૫૦૦૦ કરતા વધુ પુસ્તકો ઉપલબ્ધ છે. નાના અમથા ઓરડામાં પુસ્તકો ખીચોખીચ ભરેલાં છે. આ પુસ્તકો સાથે તેઓ એટલા તો ઓતપ્રોત છે કે  આટલા બધા બધા પુસ્તકોમાં વાચકને જે પુસ્તક જોઈએ એ કલ્યાણસિંહ તરત જ શોધીને આપી દે છે.   કલ્યાણસિંહ   લાઈબ્રેરી ચલાવે છે એ તો ખરું જ સાથે સાથે એક સફળ લાઈબ્રેરીયન તરીકેની ભુમિકા પણ સુપેરે નિભાવે છે.


             આ લાઈબ્રેરીમાં ગુજરાતના અને દેશનાં તમામ પ્રતિષ્ઠિત મેગેજીન નિયમિત આવે છે. તેમને દર મહીને પુસ્તકો ખરીદવા,લાવવા લઇ જવા માટે ખર્ચ પણ માતબર  થાય છે. તેમની નોકરી બેન્કમાં સિક્યુરીટી ગનમેનની હતી.  તેમનો પગાર પણ ઘણો ટૂકો. એટલે આ ખર્ચ ને પહોચી વળવા અને મહિનાનો વધારાનો ખર્ચ પૂરો કરવા તેઓ વધારાનો સમયમાં બેંકમાં મજુરીનું કામ કરીને ખર્ચ પૂરો કરતા,  આ બધા પુસ્તકો,વસ્તુઓની હેરાફેરીનું કામ માટે સાધન કરવું પોષાય તેમ હતું નહિ એટલે પુસ્તકો લાવવા લી જવા  સાઈકલનો જ ઉપયોગ કરે છે.
             કલ્યાણસિંહ પુસ્તકો મેળવી જરૂરિયાતવાળા લોકો સુધી પુસ્તકો પહોઁચાડવા સતત પ્રયત્નશીલ રહે છે.  લોકો રદ્દી તરીકે આપેલા પુસ્તકો પૈસા આપીને તેઓ  ખરીદી લાવે છે. તેમાંથી ઉત્તમાં પુસ્તકો શોધી પોતાની લાઈબ્રેરીમા સાચવી રાખે છે. ત્યાં આવતા વાચકોને મફત વાંચવા આપે છે.
          કલ્યાણસિંહે  આ સેવા યજ્ઞ પોતાના ગામની લાઈબ્રેરી પૂરતો સીમિત નથી રાખ્યો પણ ગુજરાના ગામડાઓ ખુંદી વાલી ૩૦૦ જેટલી બીજી નાની લાબ્રેરીઓ ઉભી કરી છે, સાથે સાથે ગુજરાતના ખૂણે ખૂણે ચાલતી લાઈબ્રેરીઓમાં અત્યાર સુધી લાખો પુસ્તકોનું દાન કર્યું છે. આજ સુધીમાં  તેઓએ ૫ લાખથી પણ વધારે પુસ્તકો શાળા, કોલેજો, જુદી જુદી સંસ્થાઓમાં મફત દાન સ્વરૂપે પહોંચાડ્યા છે.
    ભરાવદાર  મૂછો ધરાવતા કલ્યાણસિંહ સ્વભાવે અત્યત કોમળ છે. પુસ્તક થકી જ્ઞાનયજ્ઞ સાથે સાથે બીજા સેવાયજ્ઞો પણ તેઓ ચલાવી રહ્યા છે. જરૂરિયાતવાળી વસ્તુઓ લોકો પાસેથી મેળવી જરૂરિયાતમંદ  લોકો સુધી પહોચાડે છે.  આસપાસના ગરીબોને મફત કપડાં અને જરૂરિયાતની અન્ય ચીજો પહોચાડવામાં તેઓ મદદરૂપ કડી બને છે. ગામની આસપાસના અબોલ જીવ  પણ ભૂખ્યા ન રહે તેની પણ એટલી જ કાળજી લે છે.
     કલ્યાણસિંહ  કહે છે પુસ્તકોના વાંચન સિવાય ઉન્નતિનો બીજો કોઈ રસ્તો નથી.”  અને આ ઉક્તિને   એમનો જીવન મંત્ર બનાવ્યો છે. તેઓ સતત પ્રવાસ કરતા રહે છે.  તેઓના હાથમાં પુસ્તકોથી ભરેલી એક બેગ રહે છે.  રસ્તે જતા કોઈએ પુસ્તકપ્રેમી મળે તો એને એ ભેટ આપી આગળ વધે છે. અને કોઈ જગ્યાએ  પસ્તીમાં સુદર પુસ્તક જુએ તો એને ખરીદી પોતાની બેગમાં મૂકી આગળ વધે.
       દીવાદાંડી બની સેકડો સાક્ષરોને દિશા ચીંધતા કલ્યાણસિંહ સેવાનિવૃત્તિ બાદ બમણા વેગથી કામ કરી રહ્યા છે. કોઈ નોધ લે કે ન લે તેની જાજી પરવા કરવા નથી. પોતાની મસ્તીમાં અને પોતાની અલગારી ધૂનમાં મસ્ત બની અનેકો માટે પ્રેરણારૂપ કાર્ય કરી રહ્યાં છે. ઓછું ભણેલ કલ્યાણ સિંહ તો પુસ્તકોની દુનિયાનું મહત્વ સમજ્યા પરંતુ કહેવાતા સક્ષારો આ વાત ક્યારે સમજાશે??  
કલ્યાણસિંહ પુવાર
મો.9428673964
                                                                                                                        - ઈશ્વર પ્રજાપતિ 
 

 

2 comments:

  1. Extraordinary service to kids,education field and society... Saltute to your great service to humanity..

    ReplyDelete