શૌર્ય, શાલિનતા અને માનવતાની મહેંકનું સુગંધીદાર સરનામું :
અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ
શૌર્ય, શાલિનતા અને માનવતાની મહેંકનું સુગંધીદાર સરનામું એટલે અરવલી જિલા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ ! અરવલી જિલ્લો સાચે જ ભાગ્યશાળી છે કે એને એવા બાહોશ પોલીસ અધિક્ષક પ્રાપ્ત થયા છે કે જેઓના નેતૃત્વ હેઠળ સમસ્ત જિલ્લામાં એક અલગ જ હકારાત્મક વાતાવરણ ખડું થયું છે. સામાન્ય જનતાનો પોલીસ પરનો વિશ્વાસ પ્રબળ બન્યો છે. જિલ્લાની જનતા સુરક્ષા, શાંતિ અને સલામતી અનુભવી રહી છે અને ગુનેગારો ખાખી વર્ધિથી થર થર ધ્રુજી રહ્યા છે. આ કમાલ કરી છે જીલાના પોલીસ અધિક્ષક (S. P) Young and dynamic personality એવા I.P.S. ઑફિસર માનનીય_સંજય_ખરાત સાહેબે. શાલીન, સાહિત્યપ્રેમી અને ઉષ્માસભર વ્યક્તિત્વ એવા અરવલ્લી જિલ્લા પોલીસ વડા (S.P) માનનીય સંજય ખરાત સાહેબ એટલે હકારાત્મકતાથી ભર્યું ભર્યું મઘમઘતું વ્યક્તિત્વ.
સામાન્ય રીતે ખાખી નામ સાંભળતાં જ સામાન્ય જનમાનસનું નાક ટેરવું થોડું ઊંચે ચડી જાય છે. બહુ ઓછા લોકોને પોલીસનો પ્રતુક્ષ કે પરોક્ષ અનુભવ થતો હોય છે. એમ છતાં સામાન્ય જનમાનસમાં પોલીસની નકારાત્મક છબી ઉપાસવાનું મુખ્ય કારણ ફિલ્મો-સિરિયલોમાં પોલીસના ચરિત્રો જે રીતે ચીતરવામાં આવે છે તે છે. ઉપરાંત મીડિયામાં પણ મોટા ભાગે લાાંચિયા અને ભ્રષ્ટ ઓફિસરના જ સમાચારો છપાતા હોય છે. પણ આ પોલીસ ડિપાર્ટમેટની હકારાત્મક સ્ટોરી સમાચારોમાં જવલ્લેજ દર્શાવતી હોય છે. અને તેથી જ પોલીસ અને પબ્લિક વચ્ચેનું અંતર સતત વધતું રહેતું હોય છે. કોઈપણ ક્ષેત્રમાં વત્તાઓછા પ્રમાણમાં ભ્રષ્ટચારી અને નમકહરામ લોકો રહેવાના પરંતુ આ મુઠ્ઠીભર લોકોને કારણે આખા ડિપાર્ટમેન્ટને લાંછન લગાવવું એ કેટલા અંશે વ્યાજબી છે?? સમાજમાં ચોતરફ પ્રસરેલી અપાર નકારાત્મક્તા વચ્ચે કેટલાક પ્રામાણિક અને કર્મનિષ્ઠ ઑફિસર એવી મિસાલ પ્રસ્થાપિત કરે છે કે આખા ડિપાર્ટમેન્ટનું નામ ઉજ્જવળ થતું હોય છે.
સંજય ખરાત સાહેબે અરવલ્લી જિલ્લાના પોલીસ અધિક્ષક તરીકે આશરે એક વર્ષ પહેલાં ચાર્જ સાંભળ્યો. એક વર્ષના ટૂંકા ગાળામાં અરવલ્લી જિલ્લામાં તેઓએ જે કામ કરી બતાવ્યું છે તે ખરા અર્થમાં કાબિલે દાદ છે. તેઓના નેતૃત્વમાં અરવલ્લી જિલ્લા પોલીસના નામથી અસામાજિક તત્વો, બુટલેગરો અને ગુનેગારો રીતસરના ધ્રુજવા લાગ્યા. કેટલાય નામચીમ બુટલેગરો આજે જેલના સળિયા પાછળ છે. કેટલાય જટિલ કેસોને કુનેહપૂર્વક ઉકેલ્યા છે. માત્ર બહારના જ ગુનેગારો નહીં પરંતુ ડિપાર્ટમેન્ટની અંદર રહેલા ભ્રષ્ટ અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરી સમસ્ત ગુજરાતના પોલીસ જગતમાં સંજય ખરાત સાહેબે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ગુનેગારો અસામાજિક તત્વો વિરુદ્ધમાં કડક હાથે કામ લેતા ખરાત સાહેબ ખરા અર્થમાં તો ઋજુ હૃદય ધરાવે છે. સામાન્યમાં સામાન્ય વ્યક્તિ માટે તેઓની ઓફિસના દરવાજા હંમેશા માટે ખુલ્લા રાખ્યા છે. કોઈની પણ ઓળખાણ કે વગ વિનાના કોઈપણ ફળિયાદી નિઃસંકોચપણે પોતાની ફરિયાદ તેઓને કરી શકે છે. ફરિયાદીની ફરિયાદ સાંભળી તેના નિરાકરણ માટે દિલ રેડીને કામ કરે છે. તેઓની કાર્ય કરવાની પદ્ધતિ જ નોખી છે. કહેવાય છે ને કે જંગલમાં પણ સીધું ઝાડ પહેલું કપાય છે એ જ ન્યાયે ફરજ દરમિયાન અનેક સંઘર્ષો આવ્યા. આવા સમયે પણ ધીરજ જાળવી પોતાના કામ પર જ ધ્યાન કેન્દ્રિત કરી અવિરત પ્રજા માટે કામ કરતા રહ્યા. એક વર્ષ દરમિયાન તેઓએ પ્રજાનો અપાર પ્રેમ પ્રાપ્ત કર્યો કે નાજુક સમયે જિલ્લાની સમસ્ત જનતા તેમની પડખે આવી ઊભી રહી. કોઈપણ અધિકારી માટે સમાજનો અપાર પ્રેમ એ જ સૌથી મોટો પુરસ્કાર છે.
સંજય ખરાત સાહેબ માનવીય અભિગમથી પોતાના કાર્ય ક્ષેત્ર સિવાય પણ અનેક સેવાકીય કર્યો કરતા રહે છે. લોકડાઉન દરમિયાન થેલેસેમીયાના ભોગ બનેલા બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરી ખાસ્સી એવી રક્તની બોટલ એકત્રિત કરી માનવતાની મહેંક પ્રસરાવી હતી. આ ઉપરાંત તેઓ હંમેશા પ્રજાની સેવા માટે તત્પર રહે છે. અનેક કામોની વ્યસ્તતા વચ્ચે પણ તેઓની પાસે આવનારને શાંતીથી સાંભળી માત્ર સાંત્વના જ નથી આપતા પરંતુ બનતી તમામ મદદ કરે છે. પોલીસના વ્યવસાયમાં આમતો સતત તણાવભરી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. એમ છતાં ખરાત સાહેબના મુખ પરનું સ્મિત ક્યારેય કરમાતું નથી. નાનામોટા સૌને સસ્મિત આવકારતા સંજય ખરાત સાહેબ ખરા અર્થમાં હકારાત્મકથી ભર્યું ભર્યું ઉર્જાજાવાન વ્યક્તિત્વ છે. તેઓ પાસેથી બીજા ઓફિસરે પણ કાર્યદક્ષતાના પાઠ શિખવા જેવા છે.
સાચેજ જિલ્લાના પોલીસ વડા હોવા છતાં તેઓના સ્વભાવની સરળતા કોઈને પણ સ્પર્શી જાય તેવી છે. જિલ્લાને આવા નિષ્ઠાવાન ઓફિસર પ્રાપ્ત થયા છે એનું ગૌરવ છે.
લેખન : ઈશ્વર પ્રજાપતિ
(આપના પ્રતિભાવ વૉટ્સએપ નં. : 98251 42620 પર મોકલી શકો શકો છો.)
ખૂબ જ સરાહનીય કામગીરી છે.
ReplyDeleteજયારે ફરજ પૂજા બની જાય ત્યારે જ ઉત્તમ પરિસ્થિતિનું નિર્માણ થાય... ઈશ્વરભાઈ હંમેશા સરસ્વતીદેવીના ઉપાસક બની રહો
ReplyDeleteશિક્ષક તરીકે. લેખક નું પણ હૂબહૂ નિભાવી રહ્યા છો. આપ અમારા સૌ માટે ગૌરવ છો...સાહેબ ને પણ જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ
ReplyDeleteકિરદાર
ReplyDeleteઅભિનંદન સહ વંદન
ReplyDelete