Saturday, December 5, 2020

મહામારીના મહા યોદ્ધા

e>મહામારીના મહાયોદ્ધા ડૉ. મેહુલભાઈ શાહ અને કેતુલભાઈ રાવલ વાત્રક હોસ્પિટલ
કોરોનાની મહામારીમાં વાત્રક હોસ્પિટલે સંક્રમિત દર્દીઓની સેવાનો જે મહાયજ્ઞ આરંભ્યો છે એ જોતાં અહીં સેવા બજાવતા સૌ કર્મનિષ્ઠ કર્મચારીઓ પ્રત્યે આદર ભાવે મસ્તક ઝૂકી જાય છે. આ હોસ્પિટલનું સપનું સેવનાર દુરંદેશી વડવાઓને આજે કેટલીય પ્રજાના આશીર્વાદ પ્રાપ્ત થતા હશે!! સામાન્ય રીતે વાત્રક નામ સાંભળતાં જ બન્ને કાંઠે છલોછલ વહેતી નદીનો રળિયામણો નદી કિનારો નજર સ્મક્ષ તરવળવા માંડે. વાત્રક નદી અરવલ્લીની જીવાદોરી સમાન લોકમાતા છે. વાત્રક નદીને કાંઠે નાનકડા બીજમાંથી વટ વૃક્ષ બની ફુલીફાલેલી વાત્રક હોસ્પિટલ અનોખું આરોગ્ય ધામ બન્યું છે. વાત્રક હોસ્પિટલનાં સેવા કાર્યોની ફોરમ આજે ચોમેર પ્રસરી રહી છે. -સાડા છ દયકાની મજલ કાપનાર આ હોસ્પિટલે અનેક તડકી છાંયડી નિહાળી છે. કર્મશીલ અને સેવાવ્રતી પ્રમુખ, સાથી ટ્ર્સ્ટીઓ, વિરલ દાતાશ્રીઓ અને સેવાભાવી તબીબોની દૂરંદેશીના પરિણામે આ હોસ્પિટલ ફરી એક વાર ફિનિક્સ પક્ષીની જેમ બેઠી થઈ. અને આજે અદ્યતન સવલતોથી સજ્જ આ હોસ્પિટલ હરહંમેશ ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની સેવામાં અવિરત કાર્યરત રહે છે. અને હવે આ હોસ્પિટલ કોરોનાની મહામારીના સમયે ઢાલ બનીને દર્દીઓને રક્ષણ આપી રહી છે. 43 એકર જેટલી વિશાળ જગ્યામાં પથરાયેલી આ ભવ્ય હોસ્પિટલનો ઇતિહાસ પણ ગૌરવંતો છે. અરવલ્લી જિલ્લાના પનોતાપુત્ર ગાબટના વતની એવા કે.કે.શાહ તતાકાલીન દેશનાઆરોગ્યપ્રધાને આ હોસ્પિટલનું સ્વપ્ન સેવ્યું. વાત્રક હોસ્પિટલનું હાલનું આધુનિક રૂપ જોતાં દિર્ઘદ્રષ્ટા કે.કે. શાહ સહેબનાં સ્વપ્નો સાકરિત થતાં જોઈ શકાય છે. કોરોનાએ જ્યારે ભારત અને ગુજરાતમાં પગપેસારો કર્યો ત્યારથી આ અદ્યતન સુવિધાઓ ધરાવતી વાત્રક હોસ્પિટલને કોવિડ 19 હોસ્પિટલમાં પરિવર્તિત કરવમાં આવી છે. આ હોસ્પિટલના ચેરમેન અને સૌ ટ્રસ્ટીશ્રીઓના હકરાત્મક વલણના પરિણામે વાત્રક હોસ્પિટલ કોરોના સંક્રમિત દર્દીઓ માટે આશાનો દિપક બની ઝળહળી રહી છે. વાત્રક હોસ્પિટલ કોવિડ 19 મહામારી દરમ્યાન જે કામ કરી રહી છે એ ખરા અર્થમાં કાબિલે તારીફ છે. અહીંના સુપ્રિટેડેન્ટ ડૉ. મેહુલભાઈ શાહ સૌમ્ય અને નિખાલસ સ્વભાવ ધરાવતા હોનહાર ડોકટર છે. તેઓના માર્ગદર્શન હેઠળ ઓ પી ડી. સાંભળતા ડૉ.કેતુલભાઈ રાવલ અને સમગ્ર સ્ટાફ દર્દીઓની આત્મીયભાવે સેવાઓ આપે છે. ખાનગી હોસ્પિટલમાં કોવિડ 19 ની સારવાર નામે લાખોના બિલ દર્દીઓને પકડાવી દે છે. જ્યારે વાત્રક હોસ્પિટલ નિઃશુલ્ક સેવા પૂરી પાડે છે. આ માટે હોસ્પિટલ ટ્રસ્ટના ચેરમેન ધીરુભાઈ પટેલ , કોદરભાઈ પટેલ, કનુભાઈ પટેલ અન્ય સાથે ટ્રસ્ટીઓ , સૌ.મેડિકલ અને પેરામેડીકલ સ્ટાફ અભિનંદન આપીએ એટલા ઓછા છે. અંતરિયાળ વિસ્તારની આ હોસ્પિટલે મહામારીને નાથવા. અત્યાધુનિક મેડિકલ ઇકવીપમેન્ટથી સજ્જ છે. મહામારીની ગંભીરતાને ધ્યાને લઈ આહી 40 બેડ ધરાવતો નો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. 4 વેન્ટિલેટર બેડની પણ સુવિધા ઉપલબ્ધ છે. અહીં પાંચ સુપર સ્પેશિયાલિસ્ટ ડોકટર, મેડિકલ ઓફિસર, નર્સનો સ્ટાફ અને ક્લાર્કથી લઈ સફાઈ કામદાર પુરી નિષ્ઠાથી દિવસ રાત અવિરત સેવાઓ બજાવી રહ્યા છે. વાત્રક હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. મેહુલભાઈ શાહ સાહેબ અને મેડિકલ ઓફિસર કેતુલભાઈ રાવલ સાહેબ સરાહનીય કામગીરી કરી રહ્યા છે. આ સૌના સહિયારા પુરુષર્થે કોરોના સંક્રમિત દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. સારવાર લેતા દર્દીઓ માટે વિશિષ્ટ કાળજી લેવામાં આવી રહી છે. દિવસમાં ચાર થી પાંચવાર નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓની તબીબી તાપસ કરવામાં આવી રહી છે. દર્દીઓ માટે દવાઓની સાથે સાથે પૌષ્ટિક આહાર આપવામાં આવી રહ્યો છે. હોસ્પિટલની સ્વચ્છતા પણ ઉડીને આંખે વળગે તેવી છે. હોસ્પિટલના તમામ સ્ટાફની ઉત્કૃષ્ઠ કામગીરીના પરિણામે અનેક દર્દીઓ સજા થઈ ઘરે પરત ફર્યા છે. પોતાના જાનની પણ પરવા કર્યા વિના તમામ ડોકટર્સ, નર્સ સફાઈ કામદાર અવિરત ફરજ બજાવી રહ્યા છે. જિલ્લાનું સમસ્ત વહીવટી તંત્ર આ મહામારીને નાથવા ચોવીસ કલાક અથાગ પરિશ્રમ કરી રહી છે. બસ આપણે આ મહામારીના મહાયુદ્ધઓને પૂરતો સાહિયોગ આપીએ... જય હિન્દ. લેખન - ઈશ્વર પ્રજાપતિ 98251 4260

2 comments:

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts