Friday, May 29, 2020

મહામારીના મહાયોદ્ધા - 8


મહામારીના મહાયોદ્ધા - 8

        

 પોતાન વહાલસોયા સંતાનોપરિવાર અને પોતાની જાતની પરવા કર્યા વિના  મહામારીને માત આપવા

આશા રૂપે  મેદાને ઉતરેલી  વીર વીરાંગનાઓ.


        સમગ્ર વિશ્વ સાંપ્રત સમયમાં સઘળી સમસ્યાઓ ભૂલીને માત્રને માત્ર મહામારીને માત કરવા કમર કસી રહ્યું છે. કોરોનાએ સર્વત્ર કાળો કહેર વર્તાવી રહ્યો છે. ભારત દેશ અને એમાં આપણું રાજ્ય પણ મહામારીના પ્રકોપમાંથી બાદ રહી શક્યું નથી. આવી નાજુક પરિસ્થિતિમાં અરવલ્લી જિલ્લામાં પણ દિવસે ને દિવસે સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી હતી સમસ્ત વહીવટી તંત્ર અને જિલ્લાના પ્રજાજનો માટે સૌ માટે બહુ મોટો ચિંતાનો વિષય હતો. પરંતુ આવા સમયે જિલ્લાનાં છેવાડાના ગામડાઓમાં આરોગ્ય કર્મીઓની સાથે સાથે આશા  બહેનો યોદ્ધા બની મહામારી અંગે જાગૃતિ અણવા જબરજસ્ત અભિયાન ઉપાડયું છે. સૌ કર્મીઓના સહિયારા પુરુષાર્થના પરિણામે અરવલ્લી જિલ્લો સંક્રમણ મુક્ત જિલ્લો બનવા તરફ મક્કમતા પૂર્વક કૂચ આરંભી.

          મહામારીના સમયે લોકોને જાગૃત કરવા આરોગ્ય કર્મીઓનું ગામે ગામ પહોંચી વળવું અત્યંત પડકાર રૂપ કાર્ય હતું. પરંતુ આવા નાજુક સમયે અંતરિયાળ ગામડાઓમાં જન જન સુધી કોરોના બાબતે જાગૃતિ અણવાનું અતિ મહત્વની જવાબદારી પોતાના શિર પર ઉપાડી લીધી.
             અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ફરજ બતાવતાં આશા  બહેનોએ પણ નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બાયડ તાલુકાના તેનપુર PHC ના આશા  બેનશ્રી અંકિતાબેન વિક્રમભાઈ ઠાકોર, ભિલોડા તાલુકાના કિશનગઢ PHC નાં મદીનાબેન ઇબ્રાહિમભાઈ મન્સૂરી, મેઘરજ તાલુકાના ગાયવાછરડા PHCનાં શિલ્પાબેન સુરેશભાઈ ખરાડી, મોડાસા PHC -અર્બન હેલ્થ સેન્ટરનાં અલ્ફીના ઈમ્તિયાઝ હુસેન ટીટોઈયા, માલપુર તાલુકાના જીતપુર PHC નાં શારદાબેન કાનાભાઈ વણકર, ધનસુરા તાલુકાના ભેસાવાડા PHCના ગાયત્રીબેન અતુલભાઇ પંડ્યા તમામ આશા બહેનોએ પોતાના સેજાનાં ગામોના ઘર ઘર ખૂંદી વળી લોક જાગૃતિનું અતિ મહત્વની કામગીરી પૂર્ણ કરી છે.

            જ્યારે  લોકડાઉનમાં મહામારીથી પરિવારની સુરક્ષા માટે સૌ ઘરમાં રહેવા મજબૂર બન્યા છે ત્યારે આશા  મહિલાઓ પોતાની કે પરિવાર ની પરવા કર્યા વિના પોતાની ફરજ અદા કરવા સતત પોતના સેજાનાં ગામડાઓમાં ઘરે ઘરે ફરી સર્વેની કામગીરી પૂર્ણ કરી. આશા  બહેન તરીકે પોતાની ફરજ ઉપરાંત ઘરે ઘરે જઈ ગામોમાં બહારથી આવતા લોકોને હોમ કોર્નટાઈન માટે સમજાવી તેનું ચુસ્ત પણે પાલન થાય માટે સતત પ્રયત્નશીલ રહ્યાં. અને જો કોઈ વ્યક્તિને બીમારીનાં લક્ષણો જણાય તો તરત PHC માં જાણ કરી દર્દીના સેમ્પલ લેવાની તજવીજ કરવામાં આવી.
            બહેનો માટે સર્વેની કામગીરી ઘણી પડકાર રૂપ હતી કારણ ગામના બધા લોકો તરફ થી એક સરખો આવકાર મળવો એટલો સરળ નથી હોતો. માન્યમાં આવે પરંતુ સર્વે દરમિયાન એક પોઝીટીવ દર્દી ગાયવાછરડા માં આશા વર્કર તરીકે ફરજ બજાવતા શિલ્પાબહેન ખરાડીને જાન થી મારી નાખવાની ધમકી આપી. એમ છતાં ધમકી થી ડર્યા વિના શિલ્પા બહેને પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક અદા કરી. અને પોઝિટિવ દર્દીને સારવાર માટે મોકલી આપવામાં આવ્યો.

            આશા  તરીકે ફરજ બજાવતાં મદીનાબેન અને અલ્ફીના ટીંટોઇયા બન્ને બહેનોએ રમઝાન માસમાં રોઝા રાખેલ હતા. રોઝા હોય એટલે દિવસ દરમિયાન પાણીનું ટીપુંય નહીં લેવાનું અને એમ છતાં ઉનાળાના આકરા તડકામાં ઘરે ઘરે જઈ સર્વેની અને લોકોને જાગૃતિ અણવાની કામગીરી માં જરા પણ પાછીપાની કરી નહીં.
               મહામારીને માત આપવા જિલ્લાની તમામ આશા બહેનો જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રની સાથે ખભે ખભા મિલાવી મેદાને ઉતરી અને સાબિત કરી આપ્યું કે કોઈ પણ મોરચે મહિલાઓ પાછળ નથી નથી ને નથી...

       પોતાના વહાલસોયા સંતાનો, પરિવાર અને પોતાની જાતની પરવા કર્યા વિના મેદાને ઉતરેલી તમામ વીર વીરાંગનાઓને સો સો સલામ.


લેખન : ઈશ્વર પ્રજાપતિ       
           ( 98251 42620) 

( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો)



No comments:

Post a Comment

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts