Sunday, May 17, 2020

મહામારીના મહાયોદ્ધા 7

મહામારીના મહાયોદ્ધા 7
કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતું પટેલ દંપતિ


      આજે આખું વિશ્વ જેના નામ માત્રથી ડરનો માહોલ ઉભો કરનાર કોરોના મહામારી ને કાબુમાં લેવા અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા આરોગ્યતંત્ર  અને તાલુકા આરોગ્ય વિભાગો સંકલન સાધી કામ કરી રહ્યા છે. ત્યારે આ માનવતાના યુદ્ધ માં જયારે અરવલ્લી જિલ્લા ને રેડ ઝોન જિલ્લા તરીકે જાહેર કરવામાં આવેલ છે.તેવા સંક્રમિત જિલ્લામાં એક તબીબ દંપતિ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે એ પણ પોતાના ૧૦ વર્ષ ના દીકરા ને મૂકી ને તેમજ તેઓના માતા-પિતા કે જેઓ સિનિયર સીટીઝન છે. જેના લીધે તેમનો પરિવાર કોરોનાની હાઇરિસ્ક કેટેગરીમાં આવે છે છતાં આ કોરોના વોરિયર્સ તબીબ દંપતિ પોતાના પરિવારની પરવા કર્યા વગર પોતાનો તબીબ ધર્મ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે.
તેવા તબીબ દંપતિ ડો.કૌશલ પટેલ કે જેઓ અરવલ્લી જીલ્લામાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે તેમજ તેમના ધર્મ પત્ની ડો.જીજ્ઞા જયસ્વાલ પટેલ તાલુકા આરોગ્ય અધિકારી મોડાસા તરીકે ફરજ બજાવી રહ્યા છે. કોવિડ દર્દી ઓને સારવાર સંબંધિત કામગીરી જ કોરોના મહત્વની પ્રીવેન્સન કામગીરી છે. આ દંપતિને સોપવામાં આવેલ કામગીરી જેવીકે કોરોના મહામારી  અંતર્ગત ફિલ્ડ અટકાયતી પગલાં લેવા જે શંકાસ્પદ દર્દી મળે તેને હોસ્પિટલ ખાતે રિફર કરવા, કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવું સગા સબંધી દર્દીના કોન્ટેકટની  યાદી તૈયાર કરાવવી તેમજ પોઝીટીવ દર્દીઓને આઈસોલેશનમાં રાખવાની વ્યવસ્થા, હોમ કોરોન્ટાઈન અંગેનું સુપરવિઝન, આંતર રાજ્ય, આંતર જિલ્લાની ચેકપોસ્ટોનું સુપરવિઝન તેમજ જીલ્લામાં આવનાર વ્યક્તિ ઓનું આરોગ્ય ચકાસણી તેમજ જીલ્લામાં ઊભા કરેલ ભાગ્ય લક્ષ્મી કોવિડ કેર સેન્ટર, સાર્વજનિક કોવિડ હોસ્પિટલ તથા પ્રાર્થના હાઈ સ્કુલ મોડાસા ખાતે રાખવામા આવેલ વ્યક્તિ/દર્દી ઓની આરોગ્ય ચકાસણી કોવિડ હોસ્પિટલનું સુપરવીઝન વિગેરે કામગીરી આ તબીબ દંપતિ પોતાનો તબીબ ધર્મ પૂરી નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે.
લોકોના રક્ષણ  માટે પોતાના ૧૦ વર્ષના વ્હાલા પુત્રને પણ દૂર રાખી કુદરતની કરામત સામે આ પામર માનવીનું શું ચાલે ?  આ કોરોના વોરિયર્સ તબીબ દંપતિ પોતાના પરિવારની પણ પરવા કર્યા વગર રાત દિવસ કોરોના સામેની જંગ લડી રહયા છે, ધન્ય છે આ તબીબ દંપતિને ......................................... ભારત માતાકી જય.
ઘરમાં રહો………………………….. સુરક્ષિત રહો.


સંકલન: ઈશ્વર પ્રજાપતિ           98251 42620


( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો

No comments:

Post a Comment

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts