મહામારીના મહાયોદ્ધા 6
ડૉ. રસિકલાલ શાહ સાર્વજનિક કોવિડ-19 હોસ્પિટલ મોડાસામાં ફરજ બજવતા કર્તવ્યનિષ્ઠ મહામારીના મહા યોધ્ધાઓ
સમગ્ર વિશ્વ સાંપ્રત સમયમાં સઘળી સમસ્યાઓ ભૂલીને માત્રને માત્ર મહામારીને માત કરવા કમર કસી રહ્યું છે. કોરોનાએ સર્વત્ર કાળો કહેર વર્તાવી રહ્યો છે. ભારત દેશ અને એમાં આપણું રાજ્ય પણ આ મહામારીના પ્રકોપમાંથી બાદ રહી શક્યું નથી. આવી નાજુક પરિસ્થિતિમાં અરવલ્લી જિલ્લામાં પણ દિવસે ને દિવસે સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી હતી એ સમસ્ત વહીવટી તંત્ર અને જિલ્લાના પ્રજાજનો માટે સૌ માટે બહુ મોટો ચિંતાનો વિષય હતો. પરંતુ આવા સમયે જિલ્લાની કોવિડ19 હોસ્પિટલના આરોગ્ય કર્મીઓ યોદ્ધા બની મહામારીના મોરચો સાંભળ્યો. અને સૌ કર્મીઓના સહિયારા પુરુષાર્થના પરિણામે અરવલ્લી જિલ્લો સંક્રમણ મુક્ત જિલ્લો બનવા તરફ મક્કમતા પૂર્વક કૂચ આરંભી.
જિલ્લામાં વધતા સંક્રમણના કેસોની સંખ્યા વધતા 28 માર્ચ 2020 ના રોજ માન . કલેકટરશ્રી તથા માન . જીલ્લા વિકાસ અધિકારીશ્રી દ્રારા ડૉ . રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલને 70 બેડની 20 આઇસોલેશન બેડ સાથેની કોવિડ 19 હોસ્પિટલ શરૂ કરવા માટેની સુચના કરવામાં આવી. હોસ્પિટલના કર્મીઓને માતૃભૂમિની સેવાનો જાણે અવસર મળ્યો. સુચના મળતાની સાથે જ અહીંનો સમગ્ર સ્ટાફ યુદ્ધના ધોરણે મચી પડ્યો. ડો . મેહુલભાઇ પટેલ ( મેડીકલ સુપ્રીટેન્ડેન્ટ ), રાકેશભાઇ પટેલ ( ઓ.એસ. ) તેમજ વહિવટી ટીમ જેમાં અરૂણભાઇ દેસાઇ, સિનિયર ક્લાર્ક જયેશ રાવળ તથા પિન્કેશ પટેલ દ્વારા માત્ર બે જ દિવસમાં કોવિદ -19 હોસ્પિટલ માટે આઇસોલેશન વિભાગ માટે 20 ઓક્સિજન સ્ટેશનની સેન્ટ્રલ લાઇન, રંગ રોગાન, મેડીકલ ઇક્વિપમેન્ટ તથા અન્ય પાયાની જરૂરીયાતો તાબડતોબ તૈયાર કરી દીધી. માત્ર બે દિવસમાં જ દિવસ રાત એક કરી 70 બેડની કોવિડ 19 હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી.
ડૉ. રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલ સામાન્ય દિવસોમાં પણ જરૂરિયાતમંદ દર્દીઓ માટે આરોગ્યલક્ષી ઉદાહરણરૂપ કામગીરી કરી રહી છે. અહીં ફરજ બજાવતા કર્મચારીઓની હકારાત્મકતાના પરિણામે મહામારીમાં પણ ઉત્કૃષ્ઠ કામગીરી બજાવવામાં આ હોસ્પિટલ અવ્વલ રહી છે. અહીં ફરજ બજાવતા નોડેલ ઓફિસરશ્રી યજ્ઞેશભાઈ નાયક, એમ.ડી. ફિજીશિયન ડૉ. અભિષેક પરમાર, ફિઝિશિયન ડૉ. હર્ષભાઈ ચૌધરી,પીડિયાટ્રિક્સ ડૉ. નિલય પટેલ, પલ્મોનોલોજીસ્ટ ડૉ. સંતોષ પ્રજાપતિ, મેડિકલ ઓફિસર ડૉ. મિત ચૌધરી , ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ સમસ્ત વહીવટી કામગીરી સંભાળતા રાકેશભાઈ એમ. પટેલ, મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. મેહુલભાઈ ડી. પટેલ, સ્ટોર વિભાગ ની કામગીરી સંભાળતા ફાર્માસિસ્ટ અરુણ ભાઈ જે દેસાઈ, વહીવટી કામગીરી સાથે ઓનલાઈનની તમામ કામગીરી જયેશ એ. રાવળ, એકાઉન્ટીંગ અને વહીવટી કામગીરી. પિંકેશ એમ. પટેલ આ તમામ કર્મનિષ્ઠ યોદ્ધાઓના પરિશ્રમને પરિણામે અરવલ્લી જિલ્લાને ચમત્કારિક પરિણામો પ્રાપ્ત થયાં.
હોસ્પિટલમાં ફરજ બજાવતા એમ.ડી. ફિઝિશિયન ડૉ. હર્ષ ચૌધરી, કોવિદ-૧૯ મા સૌ પ્રથમ ટ્રેનીંગ લેનાર છે, અને પુરા જિલ્લાના તમામ ડોક્ટર્સ અને સ્ટાફ નર્સને તેમના દ્વારા આપવામાં આવેલ છે.
હોસ્પિટલમાં ફરજ બજાવતા એમ.ડી. ફિઝિશિયન ડૉ. હર્ષ ચૌધરી, કોવિદ-૧૯ મા સૌ પ્રથમ ટ્રેનીંગ લેનાર છે, અને પુરા જિલ્લાના તમામ ડોક્ટર્સ અને સ્ટાફ નર્સને તેમના દ્વારા આપવામાં આવેલ છે.
ભાગ્યલક્ષ્મી નર્સીગ કોલેજ કોવિદ -19 કેર સેન્ટર તથા પ્રાર્થના સ્કુલ કોવિદ -૧૯ ફેસીલીટી કેર સેન્ટર મોડાસા આ સેન્ટરમાં દાખલ દર્દીઓની દવા , રહેવા , જમવા , અન્ય તમામ ફેસીલીટી દર્દીઓને મળી રહે તે જોવાની જવાબદારી ઉપરોક્ત ટીમ દ્વારા પુરી પાડવામાં આવી રહી છે. આજ દિન સુધી 900 થી પણ વધુ દર્દીઓની સેવા આ ટીમ દ્વારા પુરી પાડવામાં આવી રહી છે . જેવી કે દાખલ દર્દીને સવારે ચા નાસ્તો , ફુટ , ઉકાળો બપોરેનું જમવાનું સાંજે ચા અને રાત્રી ભોજન તેમજ દર્દીઓને પીવા માટે ગરમ હુંફાળુ મીનરલ પાણીની વ્યવસ્થા તો ખરી જ
ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ અને સમસ્ત વહીવટી કામગીરી સંભાળતા રાકેશભાઈ એમ. પટેલ થકી હોસ્પિટલને ઉત્તમ સેવાઓ પ્રાપ્ત થતી રહી છે. માન . કલેક્ટર સાહેબશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી સુચનાને અનુસરી આ મહામારીની પરીસ્થીતીમાં જ્યારે ખાનગી હોસ્પિટલો લોકડાઉનને લીધે બંધ હતી તેવી પરીસ્થીતીમાં દર્દીઓને અગવડતા ન પડે તે માટે કોવિદ -૧૯ હોસ્પિટલની સાથે સાથે સાર્વજનિક હોસ્પિટલ, મોડાસા પણ ચાલુ રાખી સુદઢ વહિવટ કરી આ કપરા સમયમાં લોકહિતની આરોગ્યલક્ષી સેવા પાર પાડવા અગ્રેસર રહી ફરજ બજાવી. સરકારશ્રીની ગ્રાન્ટ સાથે સાથે દર્દીઓને ઉત્તમ સગવડો મળી રહે તે માટે મોડાસા શહેરના તથા આસપાસના વિસ્તારના શ્રેષ્ઠીઓને દાનની અપિલ કરી હોસ્પિટલમાં સારા પ્રમાણમાં દાન એકત્રિત કરવામાં રાકેશભાઈએ મહત્વની ભૂમિકા અદા કરી છે.
પોતાના જાનની કે પોતાના પરિવારની પણ પરવા કર્યા વિના દિવસ રાત અથાગ મહેનત કરી સંક્રમિત દર્દીઓની સારવારમાં સૌ યોદ્ધાાઓ એ જાત નીચોવી દીધી. પરિણામે હોસ્પિટલમાં સારવાર લેતાં મોટાભાગના દર્દીઓ સંક્રમણ મુક્ત બની પરિવાર સાથે પરત ફર્યાં છે. આ તમામ યોધ્ધાઓને કોટી કોટી વંદન.
લેખન : ઈશ્વર પ્રજાપતિ 98251 42620
( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો.)
No comments:
Post a Comment