Thursday, May 14, 2020

મહામારીના મહાયોધ્ધા - 5

 મહામારીના મહાયોધ્ધા - 5
 ધનસુરા તાલુકાની જશવંતપુરા ગ્રામપંચાયતના સરપંચશ્રી અને તલાટીશ્રીના
 સહિયારા પુરુષાર્થે છેવાડિયાને બનાવ્યું સંક્રમણ મુક્ત ગામ.
               
         
               અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના જસવંતપુરા ગ્રામ પંચાયતના છેવાડિયા ગામના એક દર્દીનો રિપોર્ટ જ્યારે કોરોના પોઝીટીવ આવ્યો ત્યારે વહીવટી તંત્ર એ ગામને તાબડતોબ કોરેન્ટીન ઝોન જાહેર કરી સાવચેતીના પગલાં લીધાં હતાં. આવાં નાનાં ગામડાઓમાં સંક્રમણ વધવાની સંભાવના વધુ રહેલી હોય છે. પરંતુ એ સમય દરમિયાન ગામના તલાટી અને સરપંચ.દ્વારા સુંદર આયોજન કરી સંક્રમણને આગળ વધતું અટકવામાં સફળ રહ્યા. અને ગામને સંક્રમણ મુક્ત ગામ બનાવ્યું.
         જશવંતપુરા ગ્રામપંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવતા ભપેન્દ્રભાઈ પટેલ ભારતીય સૈન્યના નિવૃત જવાન છે. બે દાયકા જેટલો સમય દેશની સરહદો ઉપર સેવા બજાવી અને હવે નિવૃત્તિ બાદ તલાટી તરીકે ઉત્તમ સેવાઓ આપી રહ્યા છે. સૈન્યની કડક શિસ્તમાં તેઓનું ઘડતર થયું છે. શિસ્ત અને અનુશાસન ભુપેન્દ્રભાઈ પાસેથી શીખવા જેવા ગુણો છે. પોતાની પંચાયતના ગામમાં મહામારી એ પગપેસારો તો કર્યો પરંતુ આ સંક્રમણ વધુ ન ફેલાય એ માટે તેઓએ મોરચો સાંભળ્યો. અને તેઓને સાથ મળ્યો ગામના ઉત્સાહી સરપંચ ફતેસિંહનો અને સ્થાનિક સ્વયં સેવક વિપુલભાઈ મેસરિયા તથા કિરણભાઈ ખાંટ જેવા અન્ય યુવાનોનો.

           જશવંતપુરા ગ્રામપંચાયતના સરપંચશ્રી ફતેસિંહ, તલાટીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સ્વયં સેવકોએ છેવાડિયા ગામના લોકો માં જાગૃતિ અણવા મહત્વની ભૂમિકા અદા કરી. ગામ કોર્નટાઈન હોવા છતાં ગ્રામજનો ને જીવન જરૂરિયાત ની તમામ ચીજ વસ્તુઓ ઘરે બેઠાં જ મળતી રહે એ માટે ટીમ વર્કથી ઉદાહરણરૂપ કામગીરી કરી બતાવી.
            જયારે સરકાર શ્રી તરફથી સસ્તા અનાજની દુકાનો પર મફત રાશન વિતરણ કામગીરી ચાલુ હતી એ દરમિયાન પણ ગ્રામ લોકોને દુકાને બોલાવવાના બદલે ઘરે ઘરે જઈ તમામ લોકોને રાશન ની કીટ પહોંચાડી સરપંચ શ્રી તલાટી શ્રી અને સ્થાનિક સ્વયં સેવકો સાથે મળી સેવાનું ઉત્તમ કામગિરી કરી બતાવી.
સૌની મહેનત રંગ લાવી. સંક્રમણ ને ઊગતું જ ડામી દીધું. એક દર્દી સિવાય બીજો એક પણ સંક્રમણનો કેસ પછીથી નોંધાયો જ નહીં. ત્યારે સૌએ રાહતનો શ્વાસ લીધો.
          એક છેવાડાના ગામડાને મહામારીથી ઉગારવા જહેમત ઉઠાવાનાર સરપંચ શ્રી, તલાટી શ્રી અને તમામ સ્વંય સેવકોને કોટી કોટી અભિનંદન.

લેખન : ઈશ્વર પ્રજાપતિ           98251 42620

( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો.)



No comments:

Post a Comment

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts