Tribute to Indumatiben Sanghavi
સુશ્રી ઈન્દુમતીબેન નગીનદાસ સંઘવી
नैनं छिन्दन्ति शस्त्राणि नैनं
दहति पावक: |
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुत: ||
To read English verson Pl click here
"Indumatiben Sanghavi was a great philanthropist. I did not know her personally as I had met her only once when she was sick. She gave a lot to Shri K K SHAH SABARKANTHA AROGYA MANDAL as a donation. The hospital benefitted a lot of poor people. I believe charity to the poor is truly serving the ALMIGHTY. May her soul rest in peace and the HEAVENS shower their choicest Blessings to this pious soul.
Shri Prakash K. Shah
CPA USA
"સમાજ સેવિકા, સૌરાષ્ટ્રનાં સન્નારી અને અમરેલીનાં સુપુત્રી ઈન્દુમતીબેનના અવસાનથી સમાજને અને ખાસ કરીને વાત્રક હોસ્પિટલને કદી ન પૂરી શકાય એવી ખોટ પડી છે. સમાજ માટે તેમના અમુલ્ય યોગદાન, સેવાભાવના અને માનવતા ભર્યા કાર્યો હંમેશા યાદ રહેશે. ખાસ કરીને વાત્રક હોસ્પિટલ સાથે તેમનો નાતો ખૂબ આગવો અને અનેરો રહ્યો હતો. વાત્રક હોસ્પિટલના વિકાસ અને દર્દીઓને ઉત્તમ સુવિધાઓ મળી રહે તે માટે તેઓ હંમેશા તત્પર અને તૈયાર હતા. વાત્રક હોસ્પિટલના પરિસરમાં નિર્માણ પામેલ અદ્યતન સુવિધાયુક્ત વિશાળ સભાખંડ ઇન્દુબેનને આપેલા માતબર દાનને જ આભારી છે. તેમણે માત્ર વાત્રક વાત્રક વિસ્તાર જ નહિ પરંતુ સમગ્ર સાબરકાંઠા વિસ્તારનાં હજારો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોનાં આંસુ લૂછવા અહર્નિશ પ્રયત્નશીલ રહ્યાં. તેમની પાસે મદદ માંગનાર ક્યારેય ખાલી હાથે પાછા ફર્યા નથી. તેમના સ્વભાવની સરળતા, હૃદયમાંથી વહેતી કરૂણા અને સેવાભાવનાએ અનેક લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન આણ્યું છે. ઈન્દુમતીબેનની સેવારાયણતા અને પરોપકારિતા સૌ કોઈ માટે હંમેશા પ્રેરણારૂપ બની રહેશે. પ્રભુ સદગતના આત્માને પરમ શાંતિ આપે તેવી હૃદયપૂર્વકની પ્રાર્થના."
- સુજાતા શાહ
ચેરમેન
વાત્રક હોસ્પિટલ
ઈન્દુમતીબેન વિષે વિસ્તુત લેખ વાંચવા અહીં ક્લિક કરો.
"ઈન્દુમતીબેનની ચીરવિદાયથી હૃદયે એક આંચકો અનુભવ્યો છે. સમાજના છેવાડાના ગરીબ માનવોની સેવામાં તેમણે પોતાનું સમસ્ત જીવન ખર્ચી નાખ્યું. તેમણે આપેલા દાનની પાઈ પાઈ ચીવટ પૂર્વક વપરાય એની ખૂબ સૂક્ષ્મ કાળજી લેતાં. જેનો સીધો લાભ હજારો જરૂરિયાતમંદ લોકોને થતો રહ્યો છે. દાયકા પૂર્વે વાત્રક હોસ્પિટલ સાથેનો તેમનો અતૂટ નાતો બંધાયો જે જીવનના અંતિમ શ્વાસ સુધી અકબંધ રહ્યો. તેમની ચીર વિદાયથી નિકટના સ્વજન ગુમાવ્યાની લાગણી અનુભવી રહ્યો છું."
કોદરભાઈ પટેલ
પૂર્વ ચેરમેન વાત્રક હોસ્પિટલ
'પૂજ્ય ઈન્દુમતીબેને અમરેલી ઉપરાંત અરવલ્લી અને સાબરકાંઠાના ઊંડાણના પછાત વિસ્તારોના છેવાડાના ગામોમાં રૂબરૂ જઈ જરૂરિયાતમંદોની ખુબ સેવા કરી છે, તેનો હું સાક્ષી રહ્યો છું. વાત્રક હોસ્પિટલ પરિવારે તેમને એક પરિવાર જેવી હુંફ આપી. તેનો ઈન્દુમતીબેનને પૂર્ણ સંતોષ હતો. છેલ્લા શ્વાસ સુધી તેઓ બિલકુલ પ્રસન્ન મુદ્રામાં હતાં. તેમના મુખ પર પ્રસન્નતા વ્યાપેલી હતી. સાચા અર્થમાં તેઓ દિવ્ય અને પરોપકારી જીવન જીવી ગયાં. મારા જીવનકાર્ય દરમિયાન અનેક દાતાશ્રીઓના સંપર્કમાં આવવાનું થયું છે, પરંતુ એ બધાંમાં ઈન્દુમતીબેનની વાત જ નોખી હતી. તેમની હયાતીની ખોટ માત્ર વાત્રક હોસ્પિટલને જ નહિ, પરંતુ ગુજરાતની અનેક સંસ્થાઓને કાયમી સાલતી રહેશે."
વિરમભાઇ
ડી. ભરવાડ
માનદ
મંત્રી
શ્રી
કે. કે. શાહ સાબરકાંઠા આરોગ્ય મંડળ વાત્રક (બાયડ ) અરવલ્લી.
"પોતાની બચત તથા પિતા તરફથી મળેલો તમામ વારસો સેવા કાર્યોમાં જ દાન આપવાની ઈન્દુમતીબેનની આ પરંપરા તેમના છેલ્લા શ્વાસ સુધી અવિરત ચાલુ રહી. મારો અંદાજ છે કે બધું મળી 10 કરોડ કરતાં વધારે રકમ એમણે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં દાન સ્વરૂપે આપી છે. વાત્રક સાર્વજનિક હોસ્પિટલ એ એમનું નવું પીયર હતું. હું છેલ્લા ત્રણેક વર્ષમાં એમને અનેક વખત મળ્યો છું. નિસ્વાર્થ ભાવે પ્રજા કલ્યાણ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું. આપણો સમસ્ત પંથક ઈન્દુમતીબેનનો સદા માટે ઋણી રહેશે. અને આરોગ્ય, શિક્ષણ, કન્યા કેળવણી, સેનિટેશન એવા અનેક ક્ષેત્રોમાં તેમને કરેલાં દીવાદાંડી રૂપ કર્યો આગામી પેઢીને પણ માર્ગદર્શિત કરતાં રહેશે."
બી. જે. ભટ્ટ.
"ઈન્દુમતીબેન નગીનદાસ સંઘવીનું નામ સાંભળતાંની સાથે જ એક દયાવાન, સંવેદનાસભર અને વાત્સલ્યમૂર્તિની છબી માનસપટ પર છવાઈ જાય છે. ગરીબ પ્રજાની પીડાને પોતીકી પીડા સમજી તેમને જે દાનનો ધોધ વહાવ્યો છે અને સમાજના સૌ શ્રેષ્ઠીઓ માટે ઉદાહરણરૂપ છે. તેમના સેવા કર્યો થકી તેમનું નામ હમેશા પ્રજા હૃદયમાં ગુંજતું રહેશે."
કનુભાઈ શાહ
પૂર્વ માનદ સેક્રેટરી.
"છેલ્લા પંદરેક વર્ષથી ઇન્દુબેનની નિકટ રહેવાનો અને તેમની નિશ્રામાં કામ કરવાનો અવસર મળ્યો એને હું મારું સદભાગ્ય સમજુ છું. કોઇપણ જાતના અંગત સ્વાર્થ વિના સેવાભાવી સંસ્થાઓને માતબર દાન આપી સમાજમાં એક ઉત્તમ દૃષ્ટાંત પૂરું પડ્યું છે. તેમનું વ્યક્તિત્ત્વ નાળીયેર સમાન હતું. ઉપરથી ખુબ સખત અને અંદરથી એકદમ ઋજુ ! તેમના સેવા કાર્યોની સૌરભ આગામી વર્ષો સુધી પ્રસરતી રહેશે."
વસંતભાઈ જોષી
માનદ સહ મંત્રી વાત્રક હોસ્પિટલ
|
કિશોરભાઈ મહેતા |
"સુશ્રી ઇન્દુબેન સંઘવીની વિદાય સાથે સમાજના અભાવગ્રસ્ત લોકોએ પોતાના એક રાહબર ગુમાવેલ છે. પિતા નગીનદાસ અને કાકા લક્ષ્મીદાસ ગાંધી મૂલ્યોનું જીવનમાં આચરણ, કરકસર અને આયોજનબદ્ધ રોકાણ દ્વારા સારી એવી રકમ કમાયા. આ બધાનો વિનિયોગ તેમણે સમાજ સેવા માટે જ કરવાનો સંકલ્પ કર્યો. સુશ્રી ઇન્દુબેન પણ આ પ્રવૃત્તિમાં જોડાયા અને પોતાની મૂડી આવા સામાજિક કાર્યમાં વાપરવાનું નિશ્ચિત કર્યું. અને પોતાના નિશ્ચયમાં આજીવન અડગ રહ્યાં. અનેક સંસ્થાઓને તેમણે ઉદાર હાથે દાન આપી ધમધમતી કરી હતી. જીવનના લગભગ છેલ્લા બે દાયકા તેમણે વાત્રકની શ્રી કે. કે.શાહ હોસ્પિટલ સાથે વિતાવ્યા. આ હોસ્પિટલ ને તેમણે પોતાનું ઘર બનાવ્યું. હોસ્પિટલના વિકાસમાં ખુબ મોટું યોગદાન તેમણે આપ્યું. તેઓ એવું જીવી ગયા છે કે તે સૌને પ્રેરણા આપશે."
- કિશોરભાઈ મહેતા
અમરેલી
9825142620



No comments:
Post a Comment