name='viewport'/> ISHWAR PRAJAPATI'S STUDY ROOM: પ્રેરણા પરબ

Saturday, November 29, 2025

પ્રેરણા પરબ

 "સ્વયંશિસ્ત એ સફળતા માટેની પહેલી શરત છે." : આ શબ્દો  છે અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબના !

સંદેશ લાઈબ્રેરી, શ્રી દેવેન્દ્ર પટેલ સાહિત્ય કક્ષ અને આકરૂંદ આદર્શ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ પ્રેરણા પરબ વ્યાખ્યાન માળામાં અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા.. તેમના  કુશળ નેતૃત્વમાં અરવલ્લી જિલ્લા પોલીસે ગણતરીના મહિનાઓમાં ઐતિહાસિક કામગીરી કરી એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખૂબ ઓછા સમયગાળામાં તેમણે કરેલા કાર્યોની  સુવાસ ચોમેર પ્રસરી રહી છે.
જિલ્લાનો છેવાડાનો માનવી પોતાની રજૂઆત કરવા કોઈપણ જાતની લાગવગ વિના સહજતાથી જિલ્લા પોલીસ વડાને મળી શકે તેવું  સૌહાર્દ પૂર્ણ વાતાવરણ નિર્માણ કર્યું છે. સાથે સાથે  જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની જાળવણી માટે તેઓ સતત એક્શન મોડમાં રહે છે. ગુનાહિત બદીઓને ડામવા તેમણે કઠોર કદમ ઉઠાવી પ્રજાનો વિશ્વાસ જીતી લીધો છે.

શિક્ષણહિત તેમના હૈયે વસેલું છે.  અત્યંત વ્યસ્તતા  વચ્ચે પણ  આજ રોજ આકરુંદ સંદેશ લાઈબ્રેરી ખાતે તેઓશ્રીએ   વિદ્યાર્થીઓ સાથે ખૂબ સુંદર સંવાદ રચ્યો. એક તરફી પ્રવચન આપવાના બદલે બાળકો મોકળાશથી પ્રશ્નો પૂછે અને એ પ્રશ્નો આધારે દ્વિપક્ષીય સંવાદનો જાડેજા  સાહેબે સફળ નવતર પ્રયોગ કર્યો

વિદ્યાર્થીઓ  સાથે સંવાદ  કરતાં જરા પણ પદનો ભાર નહિ..  શાળાનાં બાળકો જેવી જ સાવ હળવી શૈલીમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોના મુક્તમને ઉત્તર આપ્યા. વિદ્યાર્થીઓએ જીજ્ઞાશા વશ પૂછેલા પ્રશ્નોના ખૂબ સચોટ અને ઉંડાપૂર્વક ઉત્તરો આપ્યા.

સફળતાના શિખરો સર કર્યા પછી પણ વિનમ્રતા જાળવી રાખવાનું કામ ઘણું કપરું છે. પરંતું જાડેજા સાહેબે  સાચા અર્થમાં સફળતા પચાવી છે.

અંતરીયાળ વિસ્તારનાં વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી ઘડતર માર્ગદર્શન માટે  જિલ્લા પોલીસ વડા વ્યસ્તતા વચ્ચે કિંમતી સમય ફાળવે અને આ રીતે હ્રુદય  સોંસરવું ઉતરી જાય એવી સરળ શૈલીમાં માર્ગદર્શન પૂરું પાડે એ જ બતાવે છે કે જિલ્લાની આવતી કાલ ઘણી ઉજ્જવળ છે.

સાહેબે તેમના બાળપણ, અભ્યાસ, અંગત જીવન અને વ્યવસાયિક અનુભવો દિલ ખોલીને  બાળકો સાથે વહેંચ્યા. સાહેબ કહ્યું "લક્ષ્ય પ્રાપ્ત કરવાની  ધૂન લાગે તો જ સફળતા સાંપડે છે. સ્વયંશિસ્ત વગર જીવનના કોઈ ક્ષેત્રમાં સફળ થઈ શકાતું નથી."

સાંપ્રત સમયમાં સાયબર ક્રાઇમના વધી રહેલા કિસ્સાઓ સંદર્ભે પણ સાહેબે વિદ્યાર્થીઓને ગર્ભિત  અંગુલીનિર્દેશ કર્યો.  બાળવયે  મોબાઈલના વધુ પડતા બિન જરૂરી  ઉપયોગ ટાળવાની પણ મીઠી ટકોર પણ કરી.

માન. જાડેજા સાહેબે જે પણ વાત કરી એ દિલથી કરી..  તેમનો આ સંવાદ  વિધાર્થીઓના કારકિર્દી નિર્માણ અને જીવન પરિવર્તન માટે ચોક્કસ  નિમિત્ત  બનશે.

સંદેશ લાઇબ્રેરીની કામગીરી જોઈ તેઓએ પ્રસન્નતાના વ્યક્ત કરી.

અત્યંત વ્યસ્ત શિડ્યુલમાં વિદ્યાર્થીઓ માટે મૂલ્યવાન સમય ફાળવવા બદલ માનનીય મનોહરસિંહ જાડેજા સાહેબનો હ્રુદય પૂર્વક આભાર પ્રગટ કરીએ છીએ.

- ઈશ્વર પ્રજાપતિ.
9825142620


1 comment: