"યુગપુરુષ નરેન્દ્ર મોદી દેશના શ્રેષ્ઠ
રાષ્ટ્રપુરુષ અને વૈશ્વિક નેતા પણ."
પરમ આદરણીય દેવેન્દ્ર પટેલ સાહેબે મારાં અત્યાર સુધી પ્રકાશિત થયેલા તમામ 9 જેટલાં પુસ્તકોની પ્રસ્તાવના ખૂબ પ્રેમ પૂર્વક લખી આપી છે એ મારું અહોભાગ્ય સમજુ છું. ભારતવર્ષના 76 માં પ્રજાસત્તાક દિન 26 મી જાન્યુઆરી ના રોજ પ્રગટ થયેલ પુસ્તક "યુગપુરુષ" ની પ્રસ્તાવના પણ આદરણીય દેવેન્દ્ર પટેલ દ્વારા લખવામાં આવી આછે. પુસ્તક પ્રસ્તાવના અહીં પ્રસ્તુત છે.
યુગપુરુષ" પુસ્તકની પ્રસ્તાવનામાં વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્ર પટેલ લખે છે :
"છેલ્લાં ૫૫ વર્ષની મારી પત્રકારત્વની કારકિર્દી દરમિયાન મેં ભારતના અનેક વડાપ્રધાનોને નજીકથી જોયા છે, પરંતુ દેશના પ્રવર્તમાન વડાપ્રધાન નરેન્દ્રમોદી એ બધામાં એક અદ્વિતીય અને અનોખી પ્રતિભા છે. તેઓ માત્ર રાજનીતિજ્ઞ જ નથી, પરંતુ એક `રાષ્ટ્રપુરુષ' છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મારો નજીકનો ઘરોબો રહ્યો છે. તેઓ માત્ર સાંપ્રત સમયના જ નેતા નહીં પરંતુ એક `યુગપુરુષ' છે. દેશની રાજનીતિને તેમણે વિકાસની રાજનીતિ બનાવીને પ્રવર્તમાન રાજનીતિને ૩૬૦ ડિગ્રીમાં પરિવર્તિત કરી નાંખી છે. પીએમ નરેન્દ્ર મોદી માત્ર દેશના જ નેતા નહીં, પરંતુ હવે `વૈશ્વિક નેતા' પણ છે. વિશ્વના કેટલાયે નેતાઓને આપણે તેમના ચરણસ્પર્શ કરતા જોયા છે. પીએમ નરેન્દ્ર મોદીએ દેશના અર્થતંત્રને વિશ્વના પ્રથમ પાંચ દેશોમાં સ્થાન અપાવ્યું છે અને ટૂંક સમયમાં દેશનું અર્થતંત્ર વિશ્વનું ત્રીજા નંબરનું અર્થતંત્ર બની જશે. આ બાબતનું શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ આપવું પડે. એક સામાન્ય પરિવારમાં જન્મેલા નરેન્દ્ર મોદીની વડાપ્રધાન સુધીની સફર માત્ર કથા જ નહીં, પરંતુ સ્વયં એક `મહાકાવ્ય' છે. આંતરરાષ્ટ્રીય ડિપ્લોસીમાં પણ તેમણે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. વિશ્વની મહાસત્તાઓના નેતાઓને પણ ઈર્ષા આવે તેવું તેમનું સંમોહક વ્યક્તિત્વ છે.
આ પુસ્તકના રચયિતા ભાઈ ઈશ્વર પ્રજાપતિ માત્ર એક આચાર્ય જ નહીં, પરંતુ ઉજ્જ્વળ ભવિષ્ય ધરાવતા શ્રેષ્ઠ સાહિત્યકાર પણ છે. તેમણે અનેક શ્રેષ્ઠ પુસ્તકો આપ્યાં છે. તેમાં `તેમનુ' આ લેટેસ્ટ કોફી ટેબલ પુસ્તક `યુગપુરુષ નરેન્દ્ર મોદી' એક યશકલગી સમાન છે.
છેલ્લાં ૨૩ વર્ષ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધેલા વિકાસલક્ષી, દેશની સુરક્ષા સંબંધી, દેશમાં ચંદ્રયાનથી માંડીને વૈજ્ઞાનિક ઉપકરણોના વિકાસ સંબંધી અને ગરીબ કિસાનો તથા મહિલાઓના ભવિષ્યને સુરક્ષિત કરવા સંબંધી લીધેલા નિર્ણયો અને યોજનાઓનો સમાવેશ કરતી `યુગપુરુષ નરેન્દ્ર મોદી'- કોફી ટેબલ બુકની રચના કરીને ભાઈશ્રી ઈશ્વર પ્રજાપતિએ પણ સાહિત્યશ્રેત્રમાં તેમની શ્રેષ્ઠતાનો પરિચય આપ્યો છે.
ઈશ્વર પ્રજાપતિ સ્વયં તેજસ્વી લેખક-સાહિત્યકાર છે. તેમની પાસે આગવી અને સરળ ભાષા છે. તેમની ભાષાશૈલી પ્રવાહી અને રસાળ છે. કંઈ પણ લખતા પહેલાં તેઓ પૂરું ગૃહકાર્ય કરે છે. તેમના દરેક લખાણમાં તેમનો અન્વેષનાત્મક અને સંશોધનત્મક પરિશ્રમ દેખાય છે. તેથી જ તેઓ સાવ આગવી શૈલીના સર્જક તરીકે ઊપસી આવ્યા છે. તેમનો જીવ માત્ર સાહિત્યકારનો નથી. પરંતુ તેમનામાં શ્રેષ્ઠ પત્રકારની દૃષ્ટિ પણ છે, સાહિત્ય અને પત્રકાર વચ્ચે પાતળી ભેદરેખા છે. હું નિ:શંકપણે માનું છું કે ભાઈ ઈશ્વર પ્રજાપતિએ જે વિષય પર લખ્યું, તેમાં ઊંડું સંશોધન પણ કર્યું છે અને તેથી જ તેમનું સાહિત્ય શ્રેષ્ઠ પ્રકારનું સંશોધનાત્મક પત્રકારત્વ પણ છે. આવો સુભગ સમન્વય બહુ ઓછા લેખકોમાં જોવા મળે છે. મારી દૃષ્ટિએ ઈશ્વર પ્રજાપતિ શ્રેષ્ઠ પત્રકાર પણ છે અને સાહિત્યકાર પણ છે.
ઈશ્વર પ્રજાપતિએ તૈયાર કરેલા `યુગપુરુષ નરેન્દ્ર મોદી' પુસ્તકમાં આર્ટિકલ ૩૭૦ની વાત છે, તો રામમંદિર નિર્માણની પણ વાત છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધની વાત છે, તો જે યોજનાથી આખું ગુજરાત ઝળહળી ઊઠ્યું એ જ્યોતિગ્રામની પણ વાત છે. CAAની વાત છે, તો ત્રિપલ તલાક નાબૂદ કરી મુસ્લિમ મહિલાઓને સમાનતાનો હક આપ્યાની પણ વાત છે. સર્જિકલ સ્ટ્રાઈકની વાત છે, તો નરેન્દ્ર મોદીએ તેમના શાસન દરમિયાન અત્યાર સુધી કરેલી વિદેશ યાત્રાની પણ ઝલક છે.
ઈશ્વર પ્રજાપતિએ ગુજરાતી ભાષામાં તૈયાર કરેલું આ પુસ્તક અંગ્રેજીમાં પણ ઉપલબ્ધ છે. આ પુસ્તકનાં અનુવાદક પલ્લવી ગુપ્તા એક પ્રતિભાશાળી અનુવાદક છે. તેઓ અંગ્રેજી વિષયનાં શિક્ષિકા હોઈ, અંગ્રેજી વિષય પર સારી એવી હથોટી ધરાવે છે. વિવિધ સાહિત્ય કૃતિઓનું ભાષાંતર કરી ગુજરાતી સાહિત્યને વધુ સમૃદ્ધ બનાવવામાં તેમનું યોગદાન રહ્યું છે. આ પુસ્તકનો અંગ્રેજી ભાવાનુવાદ પણ ખૂબ રસાળ શૈલીમાં કર્યો છે. અંગ્રેજીમાં થયેલા અનુવાદને કારણે આ પુસ્તક વૈશ્વિક વાચકો સુધી વિસ્તરશે.
યુવાનો અને રાજનીતિના અભ્યાસુઓ માટે `યુગપુરુષ નરેન્દ્ર મોદી' પુસ્તક દીવાદાંડી રૂપ સાબિત થશે. પુસ્તકની સફળતા માટે શુભકામના પાઠવું છું."
પુસ્તકને સુંદર શબ્દ પુષ્પો લઈ આવકારવા બદલ આદરણીય દેવેન્દ્ર પટેલ સરનો હું અંતઃકરણ પૂર્વક આભારી છું.
ભારતવર્ષના 76 માં પ્રજાસત્તાક દિન 26 મી જાન્યુઆરીના રોજ અમેરિકાના વિચક્ષણ વકિલ કીપ સ્ટેનબર્ગના હસ્તે પુસ્તકનું લોકાર્પણ થયું. આ ભવ્ય સમારોહમાં આદરણીય પ્રકાશભાઈ શાહ સાથે અમેરિકાથી પધારેલ મહાનુભવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
- ઈશ્વર પ્રજાપતિ
9825142620
------------------------------------------------------------------------
-----------
Very Nice 🎉..
ReplyDelete