The Radiant of Gujarat - 5
“મને એ જાહેરાત કરતા ગર્વ છે કે કશ્યપ 'કાશ' પટેલ એફબીઆઈના આગામી ડિરેક્ટર તરીકે કામ કરશે.” : ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના ગુજરાતી કાશ પટેલને મોટી જવાબદારી સોંપી છે. ટ્રમ્પે કાશ પટેલને FBI ડાયરેક્ટર તરીકે નોમીનેટ કર્યા છે. કાશ પટેલને ટ્રમ્પની ખૂબ નજીક માનવામાં આવે છે.
કાશ પટેલનું મૂળ નામ
કશ્યપ પ્રમોદ વિનોદ પટેલ છે. કાશ પટેલનો જન્મ ૨૫ ફેબ્રુઆરી ૧૯૮૦ના રોજ ન્યુયોર્કમાં
એક ગુજરાતી પરિવારમાં થયો હતો. યુગાન્ડાના શાસક ઈદી અમીનના દેશ છોડવાના આદેશથી
ડરીને કાશ પટેલનાં માતા-પિતા 1970માં કેનેડા થઈને અમેરિકા પહોંચી ગયાં. પટેલના પિતાને 1988માં અમેરિકન નાગરિકતા
મળ્યા બાદ તેમને એક વિમાન કંપનીમાં નોકરી મળી.
2004માં કાયદાની
ડિગ્રી પૂર્ણ કર્યા પછી જ્યારે પટેલને મોટી કાયદાકીય પેઢીમાં નોકરી ન મળી, ત્યારે તેમણે સરકારી
વકીલ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. જોકે તેમણે પોતાની ડ્રીમ જોબ માટે 9 વર્ષ રાહ જોવી પડી
હતી.
કાશ પટેલ 2013માં વોશિંગ્ટનમાં
ન્યાય વિભાગમાં જોડાયા હતા. અહીં ત્રણ વર્ષ પછી 2016માં પટેલને ગુપ્તચર બાબતો સંબંધિત સ્થાયી સમિતિમાં કર્મચારી તરીકે
નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ વિભાગના વડા ડેવિડ નુન્સ હતા, જે ટ્રમ્પના કટ્ટર
સહયોગી હતા. પટેલને 2016ની ચૂંટણીમાં
રશિયન હસ્તક્ષેપ પર રચાયેલી સમિતિમાં સામેલ કરવામાં આવ્યા હતા. આના પર કામ કરતી
વખતે જ તેઓ સૌથી પહેલા ટ્રમ્પની નજરમાં આવ્યા હતા.
ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે પોતાના
પ્રેસિડેન્ટ તરીકે 2019માં યુક્રેન
પર જો બાઈડનના પુત્ર વિશે માહિતી એકઠી કરવા દબાણ કર્યું હતું. એના કારણે વિપક્ષ
તેમના પર નારાજ થઈ ગયો. કોઈપણ કાનૂની ગૂંચવણો ટાળવા માટે ટ્રમ્પે આ મામલે મદદ કરવા
માટે સલાહકારોની એક ટીમ બનાવી, જેમાં કાશ પટેલનું નામ પણ સામેલ હતું. ત્યારે તેમનું નામ જોઈને બધા
આશ્ચર્યચકિત થઈ ગયા.
2019માં ટ્રમ્પ
વહીવટીતંત્રમાં જોડાયા પછી કાશ પટેલે એક પછી એક પ્રમોશન મેળવી સફળતાના શિખરે
પહોંચવામાં સફળતા મેળવી.. તેઓ માત્ર 1 વર્ષ અને 8 મહિના ટ્રમ્પ
વહીવટીતંત્રમાં રહ્યા, પરંતુ બધાની
નજરમાં આવી ગયા. ધ એટલાન્ટિક સામયિકના એક અહેવાલમાં પટેલને 'ટ્રમ્પ માટે કંઈપણ કરનાર' વ્યક્તિ તરીકે
વર્ણવવામાં આવ્યા છે.
જ્યાં ટ્રમ્પ વહીવટીતંત્રમાં લગભગ દરેક જણ પહેલેથી જ ટ્રમ્પને
વફાદાર હતા ત્યાં પણ તેમની ગણતરી ટ્રમ્પના સૌથી વફાદાર લોકોમાં થવા લાગી. આ કારણે
ઘણા અધિકારીઓ તેમનાથી ડરતા હતા. જો પટેલને CIA કે FBIનું નિયંત્રણ
મળે તો તેઓ ટ્રમ્પના કહેવા પ્રમાણે દરેક કાર્ય પાર પાડી શકે છે.
ટ્રમ્પ પર
પુસ્તક લખ્યું, એમાં પણ
મદદરૂપ બન્યા. કાશ પટેલ
નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટરના વરિષ્ઠ સલાહકાર તરીકે કામ કરી ચૂક્યા છે. આ સમયગાળા
દરમિયાન તેમણે 17 ગુપ્તચર
એજન્સીની કામગીરીનું ધ્યાન રાખ્યું હતું. આ પદ સંભાળતી વખતે પટેલ અનેક મહત્ત્વની
બાબતોમાં સંકળાયેલા હતા. તેઓ ISIS નેતાઓ, બગદાદી અને
કાસિમ અલ-રિમી જેવા અલ-કાયદા નેતાઓને ખતમ કરવા ઉપરાંત ઘણા અમેરિકન બંધકોને પરત
લાવવાના મિશનમાં પણ સામેલ છે.
ટ્રમ્પે પદ છોડ્યા બાદ કાશ પટેલ પૂર્વ રાષ્ટ્રપતિના એજન્ડાને આગળ
વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. કાશે "ગવર્નમેન્ટ ગેંગસ્ટર્સઃ ધ ડીપ સ્ટેટ, ધ ટ્રુથ એન્ડ ધ બેટલ
ફોર અવર ડેમોક્રેસી" નામનું પુસ્તક લખ્યું છે, ટ્રમ્પને બાળકોમાં લોકપ્રિય બનાવવા માટે કાશ પટેલે ધ પ્લોટ
અગેઇન્સ્ટ ધ કિંગ નામનું પુસ્તક પણ લખ્યું છે. આમાં તેમણે એક જાદુગરની ભૂમિકા ભજવી
છે,
કાશ પટેલ ડોનાલ્ડ ટ્રમ્પના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'સત્ય'ની કામગીરી પર પણ દેખરેખ રાખે છે. પટેલે 2022 ફિફા વર્લ્ડ કપ દરમિયાન કતાર માટે સુરક્ષા સલાહકાર તરીકે પણ સેવા આપી હતી. ગયા મહિને કાશ પટેલે ટ્રમ્પની રેલીમાં કહ્યું હતું કે તેઓ સરકાર અને મીડિયામાં કાવતરાખોરોને ખતમ કરી દેશે. અમેરિકી નાગરિકો સાથે ખોટું બોલનારને તેઓ છોડશે નહીં. જેમણે બાઈડનને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મદદ કરી હતી તેમનો પણ હિસાબ લેવામાં આવશે.
ટ્રમ્પે
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં પટેલના નામાંકનની જાહેરાત
કરી હતી. આ દરમિયાન કાશ પટેલની અગાઉની ભૂમિકાઓ અને તેમના યોગદાન પર પ્રકાશ
પાડવામાં આવ્યો હતો. ટ્રમ્પે કહેવાતા 'રશિયન બોમ્બ ધમકી'ની તપાસમાં પટેલના કાર્યની પ્રશંસા કરી હતી અને તેણીને 'અમેરિકા ફર્સ્ટ' યોદ્ધા તરીકે વર્ણવી
હતી. જેણે ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવામાં, ન્યાયની રક્ષા કરવામાં અને અમેરિકન લોકોની સુરક્ષા કરવામાં પોતાની પોતાની
જાત નીચોવી દીધી છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર કહ્યું કે મને એ
જાહેરાત કરતા ગર્વ છે કે કશ્યપ 'કાશ પટેલ એફબીઆઈના આગામી ડિરેક્ટર તરીકે કામ કરશે.
ટ્રમ્પે પટેલને વધતો
જતો ગુનાખોરી દર, ગુનાહિત ગેંગ
અને યુએસ સરહદ પાર માનવ અને માદક દ્રવ્યોની હેરાફેરી જેવા મહત્વના મુદ્દાઓ સાથે
કામ કરવાની જવાબદારી સોંપી હતી. તેમણે એ પણ રેખાંકિત કર્યું કે પટેલ એફબીઆઈના મૂળ
સૂત્ર વફાદારી, બહાદુરી અને
પ્રમાણિકતાને પુનઃસ્થાપિત કરવા એટર્ની
જનરલ પામ બોન્ડી હેઠળ કામ કરશે.
કાશ પટેલ ભલે અમેરિકા સ્થાઈ થયા હોય પરંતુ તેમના મૂળ ગુજરાત સાથે
જોડાયેલા છે એ વાત જાણી એક ગુજરાતી હોવાના નાતે સ્વાભાવિક જ ગૌરવ અનુભવાય છે. કાશ
પટેલની યશસ્વી સફર માટે અનંત શુભકામનો.
- ઈશ્વર પ્રજાપતિ
9825142620
No comments:
Post a Comment