છેલ્લા પાંચ દાયકાથી ગુજરાતના છેવાડાના માનવીના સ્વમાન, સ્વતંત્રતા અને સુરક્ષા માટે સતત સંઘર્ષરત #પદ્મશ્રી_દેવેન્દ્રભાઈ_પટેલ વધુ એક પુસ્તક થકી ભાવકોને સુંદર ભેટ ધરી.
પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ લિખિત અને નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત "#મહાનાયક_પ્રાઈમ_મિનિસ્ટર_નરેન્દ્ર_મોદી" પુસ્તક 34 પ્રકરણ અને 186 પેઈજ ધરાવતું દળદાર અને દમદાર પુસ્તક છે.
ગુજરાતના જન્મથી લઈ આજ દિન સુધીના ગુજરાતમાં બનેલી રાજકીય સામાજિક સહિત તમામ ઘટનાઓના દેવેન્દ્રભાઈ પટેલ સાક્ષી રહ્યા છે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ અને દુનિયામાં ઘટેલી ઘટનાઓનું તેઓનું તર્કબદ્ધ વિશ્લેષણ પત્રકારીતા જગતમાં માઇલસ્ટોન રૂપ છે.
"સંદેશ" દૈનિકના ચીફ એક્ઝિક્યુટિવ એડિટર મહેશ લીલોરિયા પુસ્તકની પ્રસ્તાવનામાં જણાવે છે કે "પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ આજના પત્રકારો માટે એક યુનિવર્સિટી છે. તેમને હરતુફરતું એન્સાક્લોપીડિયા કહીએ તો પણ અતિશયોક્તિ નથી. ગુજરાતી પત્રકારત્વની કોઈ પણ વાત દેવેન્દ્રભાઈ પટેલની વાત વગર અધૂરી છે."
માનનીય નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તે પહેલાં દેવેન્દ્રભાઈ પટેલ લિખિત "રાજનીતિજ્ઞ" નામનું પુસ્તક પ્રકાશિત થયું હતું. આ પુસ્તકને અપ્રતિમ લોકપ્રિયતા પ્રાપ્ત થઈ હતી. જે પુસ્તક હિન્દીમાં "રાજનીતિ" ના નામે, મરાઠીમાં "પંત પ્રધાન"ના નામે અને અંગ્રેજીમાં "The prime minister" નામે અનુવાદિત થયાં.
વડાપ્રધાનશ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીનું વ્યક્તિત્વ કોઈથીય છાનું નથી. એમ છતાં પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલની આગવી રસાળ શૈલીમાં નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિત્વનું અભ્યાસપૂર્ણ સુંદર આલેખન આલેખન છે. પાંચ દાયકાના પત્રકારીતાનો અનુભવ, રાજનીતિનો ઊંડો અભ્યાસ અને ઘટનાઓ-બનાવોનું અભ્યાસપૂર્ણ વિશ્લેષણ પુસ્તકના દરેક પ્રકરણને રસપ્રદ અને માહિતિપ્રદ બનાવે છે.
આજના નરેન્દ્રભાઈ મોદી અનેક ટીકાઓ, પ્રચંડ સંઘર્ષ અને વિરોધીઓના બેબુનિયાદ આરોપોની આગમાં તપેલું એક ઝાંઝરમાન વ્યક્તિ છે. આવા વ્યક્તિત્વને અંગ્રેજીમાં વર્સેટાઇલ પર્સનાલિટી કહે છે. 8 વર્ષના બાળકોથી લઈ 80 વર્ષના વૃદ્ધોમાં એટલુંજ લોકપ્રિયતા ધરાવે છે. મહિલાઓમાં પણ માનનીય નરેન્દ્રભાઈ મોદીના પ્રભાવશાળી વ્યક્તિત્વથી પ્રભાવિત છે. "ગુડ ઇકોનોમિક્સ ઈઝ ઓલસો અ ગુડ પોલિટિક્સ" એ વાત નરેન્દ્રભાઈ મોદીએ સાબિત કરી.
ગુજરાત પ્રત્યે દ્વેષભાવ રાખતા કેટલાક બિનગુજરાતી પત્રકારો એ ગોધરાકાંડ પછી જોડણીકોષ માં આવતી તમામ ગાળો આપી. સમૃદ્ધ ગુજરાત પ્રત્યે પૂર્વગ્રહ રાખતા લોકોએ 'મોદી મીટર' અને 'મોન્સ્ટર' તરીકે મોદીને ચિતર્યાં. આરોપોની અગમાં મોદીનું પ્રચંડ વ્યક્તિત્વ ઉભરીને બહાર આવ્યું. મીડિયા મોદીને જેટલી ગાળો આપતું રહ્યું તેટલી વધુને વધુ પ્રજાની સહાનુભૂતિ મોદીને સાંપડતી ગઈ. સામેથી થતા હુમલા વખતે શાંત રહેવું અને યોગ્ય સમયે વિરોધીઓને ધૂળ ચાટતા કરી દેવા તે મોદીની સહિષ્ણુતાવાદી સહજ વૃત્તિ છે. તેમણે પરંપરાગત રાજનીતિ માં 360 ડિગ્રીનો ફરક લાવી દીધો. માત્ર વાતો જ નહીં પરંતુ નિર્ણયો લઈ ને એકશન ઓરીએન્ટેડ નેતા સાબિત થયા.
આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં પણ મુત્સદ્દી સાબિત થયા. વિઝા આપવાનો સ્પષ્ટ ઇનકાર કરનાર અમેરિકાએ જ મોદીનું લાલ ઝાઝમ પાથરી ભવ્ય સ્વાગત કર્યું. પાકિસ્તાનના ઘરમાં જઈ લપડાક મારી સબક શીખવાળ્યો. ચીન જેવા ચીને પણ સાણસામાં લીધું. અને એટલે જ અઝહર મસુદને આતંકવાદી જાહેર કરવાની ચીન ને ફરજ પડી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની પ્રચંડ લોકપ્રિયતાનો સ્વીકાર વિરોધીઓએ પણ કરવો જ રહ્યો.
આ પુસ્તકમાં આવી અઢળક વાતોનો સમાવેશ તો કરવામાં આવ્યો જ છે એ ઉપરાંત જવાહરલાલ નહેરુ, અટલ બિહારી વાજપેયીજી, મોરારજી દેસાઈ, ગુલજારીલાલ નંદા જેવા વડાપ્રધાનો અને સુશીલા ગણેશ માવલંકર, જયા બેન શાહ, મહારાણી મોહિન્દર કૌર જેવાં મહિલા નેતાઓનાં જીવનની અંતરંગ રસપ્રદ ઘટનાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
દરેક પ્રકરણની શરૂઆત પ્રકરણને અનુરુપ મહાન ચિંતાકોના ચિંતનથી કરવામાં આવી છે. એક એક ચિંતન દિલને સ્પાર્ક કરી જાય છે. ચિંતન પસંદગીમાં પણ લેખકની જહેમત દેખાઈ આવે છે.
રાજનીતિમાં આગવી સૂઝને પરિણામે ઇન્દિરા ગાંધીથી લઈ અત્યાર સુધીના તમામ વડાપ્રધાનશ્રીઓ સાથે પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલનો અંગત ઘરોબો રહ્યો છે. વડાપ્રધાન કોઈ પણ પાર્ટીના હોય તમામ સાથે તેઓની મૈત્રી રહી છે. તેઓના દીર્ઘકાલીન અનુભવોનો નિચોડ આ પુસ્તકમાં ઉતાર્યો છે.
મોદીના વિરોધીઓને પણ વસાવી વાંચવું ગમે એવું આ સુંદર પુસ્તક છે. નવીન ઉભરતા નેતાઓને આ પુસ્તકમાંથી ઘણું ખરું માર્ગદર્શન મળી શકે તેમ છે. અને ઝીંદગી માં સફળતા ઝંખતા તમામ યુવાનોએ માઈક્રો પ્લાનિંગના પાઠ આ શીખવા ઉત્તમ પુસ્તક પુરવાર થાય એમ છે.
વધુ જાણવા આપે પુસ્તક વાંચવું જ રહ્યું.
પુસ્તક મેળવવાનું સ્થળ
નવભારત સાહિત્ય મંદિર
જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-1
ફોન. નં. 079 22139253
No comments:
Post a Comment