Sunday, March 5, 2023

સન્ડે સ્પેશીયલ

પ્રેમની શોધમાં પુત્રની સાથે નીકળેલી જમના કદીએ ઘેર  પાછી ન ફરી શકી.

 બ્લાઉઝ પરના સ્ટીકરના આધારે અરવલ્લી પલીસે જમના અને તેના પુત્રના   હત્યારાને  જેલના સળીયા પાછળ ધકેલી દીધો. 



             તારીખ 23મી નવેમ્બર 2021ની વાત છે. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના હઠીપુર ગામની સીમમાં ખારી તળાવની પાળ પરથી અજાણી એક સ્ત્રી અને એક બાળકની બિનવારસી લાશો મળી આવી. ગામમાં આવો બનાવ કદી ન બન્યો હોઈ ગ્રામજનો પણ હેબતાઈ ગયાં.  હઠીપુરા ગામના રહીશોએ પોલિસને જાણ કરતાં જિલ્લા પોલીસ ઘટના તુરંત સ્થળે દોડી આવી. આખા જિલ્લામાં જાણે  ખળભળાટ મચી ગયો. 

          નિર્જન ઝાળીમાંથી મળેલી લાશોમાં સ્ત્રીની ઉંમર આશરે 40 વર્ષ અને બાળકની ઉમર 12 વર્ષ હોવાનું જણાઈ આવતું હતું. આ સ્ત્રી અને બાળક આસપાસના કોઈ જ ગામનું ન હતું. તો આ લાશ અહીં આવી કઈ રીતે? સમગ્ર જિલ્લામાં આ કેસની ચર્ચા થવા લાગી. અરવલ્લી જીલ્લા પોલીસ માટે પણ આ પડકારરૂપ કેસ હતો. જિલ્લા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા. 

      પ્રાથમિક તરણમાં એવું જણાઈ આવતું હતું કે આ સ્ત્રી અને બાળકને કોઈ અન્ય સ્થળે ગળે ટુંપો દઈ મોતને ઘાટ ઉતારવામાં આવ્યાં છે. અને પુરાવાનો નાશ કરવા લાશોને અહીં નિર્જન વિસ્તારમાં ફેંકી દેવામાં આવી છે. 

       કોઈપણ કડી વગર અરવલ્લી જિલ્લા પોલીસ માટે આ કેસ ગૂંચવણ ભર્યો બની રહ્યો હતો. અરવલ્લી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જુદી જુદી ટીમો બનાવી. જેમાં એલ.સી.બી. પી. આઈ. સી. પી. વાઘેલા, એસ.સી.બી.પી.એસ.આઈ. વી.એસ. દેસાઈ અને તેમની ટીમે અને બતમીદારો રોકી કેસની ઇન્કવાયરી શરૂ કરી. 

        મોડાસા એલ.સી.બી. એ ઘટના સ્થળની મુલાકાત લીધી. આ તપાસ દરમિયાન ત્યાંથી કપડાં ભરેલી એક થેલી હાથ લાગી. એ થેલીમાં સ્ત્રી અને બાળકનાં કપડાં હતાં. કપડામાં સ્ત્રીનો નવો નક્કોર બ્લાઉઝ હતો અને તેના પર "જમનાબેન (મોટી ખેરવાણ)" એવું નામ લખેલું હતું. બસ આટલો જ સુરાગ પોલીસને હાથ લાગ્યો. બ્લાઉઝ પરના માત્ર નામના આધારે કાતિલ સુધી પહોંચવું સહેલું ન હતું. પરંતુ પોલીસે ધીરજપૂર્વક કામ હાથ પર લીધું. 

      બ્લાઉઝ પર લખેલ ગામના નામ મોટી ખેરવાણના આધારે પોલીસે એ ગામને શોધી લીધું. મોટી ખેરવાણ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનું એક નાનું ગામ હતું. અને અહીં જે સ્ત્રીની લાશ મળી હતી એ મોટી ખેરવાણ ગામના રમેશભાઈ ગામીતની પત્નીની હતી અને 12 વર્ષનું બાળક પણ તેમનું જ હતું. એ સ્ત્રીનું નામ જમનાબેન અને બાળકનું નામ આલોક હતું. પોલીસ દ્વારા જ્યારે રમેશભાઈને તેમનાં પત્ની અને પુત્રના હત્યાના સમાચાર જાણવા મળ્યા ત્યારે તેઓ રીતસરના ડઘાઈ ગયા.

         હત્યાનો કોયડો વધુ ગૂંચવણ ભર્યો બની રહ્યો હતો. રમેશભાઈ અને જમના વચ્ચે કોઈ અણબનાવ ન હતો. પરંતુ ટેક્નિકલ સર્વેલન્સ અને વિશ્વાસુ બાતમીદારોને માહિતી મળી કે રમેશભાઈની પત્ની જમનાને જૂનાગઢ પાસેના મેવાસા ગામના સુરેશ મેર નામના કોઈ આધેડ સાથે પ્રેમ સંબંધ હતો. અને તેથી જમના તેના 12 વર્ષના પુત્ર આલોકને લઈ સદા માટે સુરેશ સાથે રહેવા મેવાસા,જૂનાગઢ ચાલી નીકળી હતી. સાથે ત્રણ લાખ જેટલી રકમ પણ સાથે લીધી હતી. જમના હસતો-રમતો પરિવાર છોડી પ્રેમી સાથે નવી જિંદગી શરૂ કરવાના શમણાં લઈ ચાલી નીકળી હતી. 

         કેસની આગળની કડી જૂનાગઢ ભણી ઈશારો કરતી હતી. હવે અરવલ્લી પોલીસ મેવાસા જૂનાગઢ જઈ સુરેશને પકડવા ચક્રો ગતિમાન કરે છે. અને આખરે સુરેશને દબોચી લેવમાં અરવલ્લી પોલીસને સફળતા મળે છે. અરવલ્લી જિલ્લા પોલીસ સુરેશની પૂછપરછ આરંભે છે. પોલીસ પૂછપરછમાં સુરેશ પોપટની માફક બોલવા લાગે છે અને પોતે કરેલ ગુન્હો કબુલ કરે છે.  

       જમના સાથે સુરેશને પ્રેમ સંબંધ હતો. પરંતુ હવે જમના અને તેનો પુત્ર સુરેશ માટે જાણે ગળામાં ફસાયેલ હાડકી સમાન બની ગયાં હતાં. સુરેશે જમના અને તેના પુત્ર આલોકને ખતમ કરી દઈ કાયમ માટે રસ્તો સાફ કરી દેવા માંગતો હતો આખરે સરેશે તેના મિત્ર ગાંડું જાદવની સાથે મળી જમના અને તેના પુત્રને ખતમ કરી દેવાની યોજના ઘડી કાઢી.  આખી યોજનામાં સુરેશનો મિત્ર ગાંડું જાદવે પણ સાથ આપ્યો. યોજના એવી સિફતતાથી ઘડી કે કોઈને પણ આ હત્યા અંગે શંકા જ ન જાય. 

         સુરેશ, જમના, આલોક અને ગાંડું સુરતથી બસમાં બેસી ડાકોર આવે છે. અને અહીંથી મેવાસા જૂનાગઢ જવાના બદલે નવી જિંદગી શરૂ કરવાના સપનાઓ સાથે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના હઠીપુરા ગામની સીમમાં પહોંચે છે. નિર્જન જગ્યા જોતાં જ સુરેશ અને તેના મિત્ર ગાંડુંએ ઘડેલી યોજના પ્રમાણે દોરી વડે જમના અને તેના પુત્રનું ગળું દબાવી શાંત કલેજે હત્યા કરી નાખી. જમના અને આલોક ચીસો પડતાં રહ્યા, તરફળતાં રહ્યાં અને આખરે બન્નેના શ્વાસો થંભી ગયા.

         નિર્જન વિસ્તારમાં માતા પુત્રની ચીસ સાંભળવા વાળું કોઈ જ ન હતું. જમના જેના માટે પરિવાર અને ઘરબાર છોડી ભાગી નીકળી હતી આખરે એ પ્રેમીએ જ જમનાનું ગળું દબાવી ખતમ કરી નાખી. સુરેશ અને ગાંડુંએ  હત્યા કરી માતા-પુત્રની લાશોને ઝાડીમાં નાખી દીધી. જમના પોતાની સાથે ત્રણ લાખ રૂપિયા લાવી હતી એ સુરેશે કપડાંની થેલીમાંથી કાઢી લીધા અને થેલી ત્યાં જ ફેંકી દીધી. ખૂની ગમે તેટલો શાતીર કેમ ન હોય એ કોઈને કોઈ પુરાવો તો છોડે જ છે. સુરેશે ત્યાં ફેંકેલી કપડાંની થેલી સુરેશને જેલના સળીયા પાછળ ધકેલવામાં  મહત્વની કડી બની. 

         સુરેશ મેર અને ગાંડું જાદવની ધરપક કરવમાં આવી. બંનેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા. જમના પાસેના ત્રણ લાખ રુપિયા પણ કબજે લેવામાં આવ્યા. એક ગૂંચવણ ભર્યો કેસ ખૂબ ઓછા સમયમાં ઉકેલી જિલ્લા પોલીસે પણ સરાહનીય કામ કરી બતાવ્યું.  કેસની સફળતાનો યશ જીલ્લા પોલીસ વડા સંજય ખરાત  તેમની ટીમને આપે છે.

             આજના સમયમાં પ્રેમની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. શારીરિક આકર્ષણને પ્રેમનું નામ આપી દેવમાં આવે છે. અને જ્યારે શારીરિક આકર્ષણ ખતમ થઈ જાય ત્યારે સંબંધમાં જમના જેવો જ કરુણ અંત આવે છે. જીવનનો માર્ગ ભૂલી ભટકેલ કોઈએ પણ જમનાના જીવનમાંથી બોધપાઠ લેવો રહ્યો.

(સત્ય ઘટના )

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620

2 comments:

  1. Ekdum sachi vat kari...
    Aajna jmanama shuddh prem ne to kyay jgya j nathi fkt arectio j aavi karunantikao maye jvabdar hoy 6

    ReplyDelete
    Replies
    1. આ સમય એવો છે જ્યાં પ્રેમના નામે માત્ર દગો જ મળે છે અને દગો મળે એ સ્વાભાવિક છે કેમ કે સાચો પ્રેમ હોતો જ નથી માત્ર ને માત્ર આકર્ષણ ને લોકો પ્રેમનું નામ આપે છે...

      Delete

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts