Thursday, April 22, 2021

Happy Birthday

આદરણીય નરેન્દ્રભાઈ પટેલ કે જેઓએ જન સેવાને જીવનનું મિશન બનાવી  દીધું છે.
        

                "વૈષ્ણવજન તો તેણે રે કહીએ, પીડ પરાઈ જાણે રે..." આદ્ય કવિ નરસિંહ મહેતાનું આ પદ પૂજ્ય ગાંધી બાપુનું પ્રિય ભજન હતું.  આ પદની એક એક પંક્તિ અંતરનાં દ્વાર ઉઘાડી આપે છે. શું આજના સમયે આવું જીવન જીવવું શકય છે ખરું? ચોતરફ નજર દોડાવીએ તો રણમાં મીઠી વીરડી સમાન ક્યાંક ક્યાંક જવલ્લે જ આવું ઉમદા વ્યકિતત્વ નજરે ચડે. સાબર - અરવલ્લીની ધરતીના ખોળે દિન દુઃખિયા જરૂરિયાતમંદ લોકોની સેવા જ જેમણે જીવનનું મિશન બનાવી દીધું છે એવા આદરનીય નરેન્દ્રભાઈ પટેલે સમાજમાં પ્રેરક ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. 

      સાબરકાંઠા અને અરવલ્લીના અંતરિયાળ પંથકમાં નરેન્દ્રભાઈ પટેલના નામ અને કામથી અજાણ હોય એવી વ્યક્તિ મળવી મુશ્કેલ છે. નરેંદ્રભાઈ એટલે એક પરગજું માણસ. પોતાના કામ પડતાં મૂકીને પરોપકાર માટે દોડી પડે. મોડાસા કે આસપાસના કોઈ પણ પરિવાર પર ગમે તેવી આફત આવી પડી હોય તો એના પડખે અડીખમ ઊભા રહી હૂંફ પૂરી પાડે. અવાજમાં સત્યનો રણકો. સાચી વાત તો સામે વાળાને હસતાં હસતાં મોઢે પરખાવી દે..એક ઘા ને કટકા ત્રણ.. 
        છેલ્લા કેટલાયક વર્ષોથી  નરેન્દ્રભાઇe સમાજિક સમરસતાનું બેમિસાલ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પુંસરી તથા આસપાસની ગામોની કોઈપણ જાતિ કે સમાજની જરૂરિયાતમંદ દીકરીનો કન્યાદાન કરવાની જવાબદારી તેમના પરિવારે ઉપાડી લીધી છે. તાજેતરમાં જ પુંસરી ને આંગણે યોજાયેલા સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નમાં અગિયાર જેટલી દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં.  જુદા જુદા સમાજની જાન એક માંડવે તેડાવી. દીકરીઓને રંગે ચંગે પરણાવી. એક બાપ ને દિકરીનું કન્યાદાન કરવાની જેટલી હોંશ હોય તેટલાં જ ઉમંગ અને ઉત્સાહ થી નરેન્દ્રભાઈએ આ દીકરીઓને પરણાવી પુણ્ય લૂંટ્યું છે. તેમના આ કાર્યમાં ચોતરફ થી દાનની સરવાણી નો ધોધ વહ્યો. આ નરેદ્રભાઈએ પોતાના કર્યો થકી સમાજના શ્રેષ્ઠીઓ ના હૃદયમાં જગવેલી અનન્ય શ્રદ્ધાનું જ પ્રતીક છે. 
         આજે નરેંદ્રભાઈને સમગ્ર પંથક જરૂરિયાતમંદોના એક સાચા આધાર તરીકે ઓળખે છે. કોરોના કાળ દરમિયાન પોતાની પરવા કર્યા વિના સતત જરૂરિયાત મંદોને મદદ પહોંચાડવા દોડતા જ રહ્યા. લૉક ડાઉન દરમિયાન અનાજ વિઅતરણ હોય કે પ્રવાસી મજદૂરોને આશ્રય આપવાની વાત હોય, રસીકરણ માટે લોકજાગૃતીની વાત હોય કે કોઈન સ્વજનની હોસપિટલમાં યોગ્ય સારવાર મળે એ માટે કોઈને પણ રજૂઆત કરવાની વાત હોય.. તેઓ રાત દિવસ જોયા વગર ચોવીસ કલાક કાર્યરત રહ્યા છે. રાત્રીના બે વાગે પણ એમનો ફોન રણકે તો ઉષ્મા સભર અવાજ સાંભળવા મળે.
           નરેંદ્રભાઈના મિલનસાર સ્વભાવ થકી તેઓ સાબરકાંઠા અને અરવલીના તમામ સમુદાયમાં તેઓ લોકપ્રિય છે. તેઓ જ્ઞાતિ- જાતિ-ધર્મની વાડ ઓળંગી તમામના ઉત્કર્ષ માટે યોગદાન આપી રહ્યા છે. નરેંદ્રભાઈને પરોપકરી અને પરગજુ સ્વભાવ પિતા નટુભાઈ તરફથી વારસામાં મળ્યો છે. નટુદાદાના સ્વર્ગસ્થ થયાના વર્ષો બાદ પણ તેઓએ આરંભેલ સેવાયજ્ઞની ધૂણી પુત્ર નરેંદ્રભાઈ પટેલ તેમના પૌત્ર હિમાંશુભાઈ અને ડૉ. ધવલભાઈએ આજે પણ પ્રજ્વલિત રાખી છે. તેઓએ નટુભાઈ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી છે. અને એ ચેરિટેબલ ટ્રસ્ટ અનેકવિધ સેવકિય પ્રવૃતિઓ કરતું રહે છે. પુંસરી ગામમાં સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન યોજી સમાજમાં કોમી એકતા અને સમરસતાનું નોખું ઉદાહરણ પૂરૂ પાડી રહ્યા છે. પુંસરી ગામમાં નરેંદ્રભાઈએ વર્ષો પહેલાં અસ્થી બેંક શરૂ કરી છે. પુસરી ગામના તેમજ આસપાસના લોકો આ અસ્થીબેંકમાં પોતાના મૃત્યું પામેલા સ્વજનનાં અસ્થી મૂકી જાય છે. અને નરેંદ્રભાઈ દર વર્ષે હરિદ્વાર શાસ્ત્રોક્ત વિધિથી મા ગંગામાં એ અસ્થિનું વિસર્જન કરી કેટલાય પરિવારના આશિષ પ્રાપ્ત કરે છે.
      "ગામમાં કોઈ વ્યક્તિ ભૂખી રહેવી ન જોઈએ."  આ વાક્ય ને જીવન ધ્યેય બનાવી તેઓએ ગામના સેવાભાવી નાગરિકોના સાહિયોગ થી રામ રોટી ની શરૂઆત કરી. ગામના જરૂરિયાત મંદ અને નિરધાર લોકો ને શુદ્ધ સાત્વિક  ભોજન મળી રહે તેની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં નરેન્દ્રભાઇ અવીરત કાર્યરત રહે છે. જ્યાં સુઘી છેલ્લાં છેવાડા ના ઘર સુઘી ટિફિન ન પહોંચે ત્યાં સુઘી તેઓ ભોજન લેતા નથી. 
             નરેંદ્રભાઈ પટેલ  જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં સતત પ્રવાસ કરતા રહે છે. ગરીબ હોય દલિત હોય કે વંચીત હોય નરેંદ્રભાઈને મળીને પોતાના મોટાભાઈને મળતા હોય અહેસાસ અનુભવે છે. નરેંદ્રભાઈની સેવા સુશ્રુષાની સુવાસ આ સમસ્ત સાબરકાંઠા અરવલ્લી પંથકના સીમાડાઓ ઓળંગી સમસ્ત ગુજરાતમાં પ્રસરી છે. સાચા બોલા અને આખા બોલા એવા નરેંદ્રભાઈ સાબરકાંઠા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે પણ સેવાઓ આપી છે.  અનેકવિધ સામાજિક અને સહકારી સંસ્થાઓઅમાં પારદર્શક વહીવટ પૂરો પાડી એક આદર્શ પૂરો પાડ્યો છે. . આવી સાથે સાથે બીજી અનેક શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓમાં નિઃસ્વાર્થ ભાવે સેવાઓ આપી રહ્યા છે. 
         દાયકાઓથી જાહેર જીવનમાં પ્રવૃત્ત હોવા છતાં એમ છતાં દામનમાં ક્યાંય ભ્રષ્ટાચારનો દાગ લાગવા દીધો નથી.
          નરેંદ્રભાઈ અને તેમના પુત્ર હિમાંશુભાઈની કામ કરવાની આગવી કોઠાસુઝને પરિણામે પુંસરી ગામમાં વિકાસ અને સમૃદ્ધિનો ચમત્કાર સર્જ્યો છે. આજે પણ ગ્રામવિકાસની કોઈ વાત નીકળે તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં આદર્શ ગામ પુંસરીનું ઉદાહરણ આપવાનું ચૂકતા નથી. સાબરકાંઠાના છેક છેવાડાના ખોબા જેવડા ગામને વૈશ્વિક ફલક પર આપે ઓળખ અપાવી છે. ડિજિટલ અને સ્માર્ટ ગામ પુંસરી વૈશ્વિક ફલક પર ઓળખ પામ્યું છે. શહેરને શરમાવે તેવી સુવિધાઓથી ગામને સજ્જ બનાવી સમસ્ત દેશ માટે એક ઉત્તમ આદર્શ આપે પૂરો પડ્યો છે.
           દાદા પૂ. નટુદાદા અને અને પિતા નરેંદ્રભાઈના પગલે પુત્ર હિમાંશુભાઈની ક્ષિતિજો પણ અનંત વિસ્તરી રહી છે. આજે નરેન્દ્રભાઈ નો જન્મ દિવસ છે ત્યારે સમાજના છેવાડાના મનવીની સેવા માટે આરંભેલા આ સેવાયજ્ઞ માટે નરેંદ્રભાઈના પરિવરને પરમાત્મા અધિક બળ આપે એ જ પ્રાર્થના.

લેખન : ઈશ્વર પ્રજાપતિ 
સંપર્ક : 98251 42620 ( whatsapp only ) 
( આપના પ્રતિભાવ વોટ્સએપ્ કરી શકો છો.) 

3 comments:

સન્ડે સ્પેશિયાલ

  પ્રેમ , પ્રતિશોધ અને પ્રાયશ્ચિતના ત્રિભેટે પાંગરેલી રહસ્ય તથા રોમાંચથી ભરપૂર નવલકથા   એટલે અનાહિતા. વરિષ્ઠ પત્રકાર આદરણીય દેવેન્દ્રભાઈ પ...

Popular Posts