ચીંથળે વીંટયું રતન : કોકિક કંઠી કિરણ પ્રજાપતિ.
કિરણબેન પ્રજાપતિ.
સંતવાણી, લોકગીત અને ગરબા થકી ગુજરાતના ગામડે ગામડે ગુંજતું એક નામ. કિરણબેન પ્રજાપતિની જીવન
સંઘર્ષ યાત્રા અત્યંત રોમાંચક અને સમાજની અન્ય દીકરીઓ પ્રેરણારૂપ છે. અર્પણ , તર્પણ અને સમર્પણ એવી પાંચાળની પવિત્ર ભૂમિ એટલેકે રાજકોટ જિલ્લાના વીંછીયા તાલુકાનું લાલવાદર તેઓનું વતન. કિરણબેન નાનજીભાઈ પ્રજાપતિએ પોતાના સ્વરથી ભજન લોકગીતના માધ્યમથી ભારતીય અને પાંચાલ સંસ્કૃતીની અસ્મિતાને ઉજાગર કરી છે. સ્વર સંગીતના માધ્યમથી દરેક સમાજને એક સુત્રતાનો તાંતણે સંગઠીત રાખી સમાજને નવી દિશા આપી છે.
તેઓના પિતા નાનજીભાઈ સુરત શહેરમાં એ સમયે ૫૦૦૦ ના પગારથી હીરાના કારખાનામાં નોકરી કરતાં હતા. તયાર બાદ લાલાવદર ગામે કરીયાણાની દુકાન કરી પરિવારની પરિસ્થિતિ અત્યંત સામાન્ય. પણ પિતા નાનજીભાઈ અને માતા મંગુબેન તરફથી સંસ્કારનો અમૂલ્ય વારસો પ્રાપ્ત થયો. તો દાદા ટપુદાદા અને પિતા તરફથી સંગીતના સંસ્કાર ગળથૂથીથી વારસામાં મળ્યા. પીપળી ધામ રામદેવજી મહારાજ ની જગ્યાના સંત સવારામ બાપુ તેમના ઘરે ભજન કરવા પીપળી ધામથી લાલાવદર જતાં હતાં જ્યાં સવારામ બાપાએ ભજન કરતાં તે રામ સાગર આજે પણ કિરણ પ્રજાપતિના ઘરે પ્રસાદી રૂપે સચવાયેલ છે.
કિરણબેનનો પરિવાર આખો ભક્તિના રંગે રંગાયેલો.. અત્યંત ગરીબીમાં તેઓનો ઉછેર થયો. પહેલા ધોરણથી જ અભ્યાસ કરતાં સંગીત પ્રત્યે ગજબનું આકર્ષણ અનુભવાતું રહ્યું. પ્રાથમિક શાળા કક્ષાએથી જ આ નાનકડી બાળા કિરણ પોતાના સ્વરથી સભાઓને મંત્રમુગ્ધ કરી મુકતી. એકવાર કિરણબેનનો મધુર કંઠ સાંભળો તો એમ થાય કે બસ સાંભળ્યા કરીએ.
પિતા નાનજીભાઈ પણ દીકરીનો કંઠ સાંભળી અભિભૂત બની જતા. તેઓએ પણ દીકરી માટે સોણલાં સેવ્યાં પરંતુ કુદરતની અકળ લીલાને કોણ પામી શક્યું છે! નાનજી ભાઈનું એકાએક એક અકસ્માતમાં મૃત્યુ થયું. આખો પરિવાર નોંધારો બની ગયો. પરિવારની આજીવિકાનો યક્ષ પ્રશ્ન આંખ કાઢી ઊભો રહ્યો. ત્યારે દીકરી કિરણ પરિવારનો મોભ બનવા મન મક્કમ કર્યું. પરિવારની અત્યંત દારુણ પરિસ્થિતિને કિરણબેન ધોરણ દસ સુધી જ અભ્યાસ કરી શક્યા અને શિર પર પોતાના પરિવારની જવાબદારી મક્કમતા પૂર્વક ઉઠાવવા નીર્ધાર કર્યો. પોતાના પરિવારમાં પિતાશ્રીના દુઃખદ અવસાન બાદ પણ પોતાના પરિવારમાં પોતાની માતા તેમજ ભાઈ બહેનને પિતાશ્રીના પ્રેમની ઉણપ ન વર્તાય તે રીતે હર હંમેશ પ્રેમ,
હૂંફ અને હિમંતથી પરિવારને એક નવી ઊંચાઈ પર લઈ જવાનું બીડું ઝડપ્યું. જેમાં મોટી બહેન હિરલનાં લગ્ન અને ભાઈ દિપક અને સંજયના અભ્યાસની જવાબદારી પણ ખરી. એમ છતાં હિંમત હાર્યા વિના મુસીબતોનો સામનો કરતા રહ્યા. પોતાના ધરની જવાબદારી સંભાળવા જસદણ દુલ્હન બ્યુટી પાર્લર માં કામ કર્યું. પરંતુ ત્યાં આત્મસંતોષ પ્રાપ્ત ન થયો.
મા સરસ્વતીની કૃપા તો કિરણબેન પર અપાર હતી. અને હવે કુદરતે આપેલ અણમોલ ભેટ સમાન મધુર કંઠ થકી એક નવી જ શરૂઆત કરી. ગામના ચોરે સંતવાણીના એક કાર્યક્રમમાં કિરણ બેને ધ્યાનસ્થ થઈ ભજન લલકાર્યું જે ભજન ના શબ્દો હતા
"વીજળી ના ચમકારે મોતીડાં પરોવો" અને ચોમરથી દાદના પડકારા થવા મંડ્યા. કિરણબેનના અવાજમાં સૌ મંત્રમુગ્ધ બન્યા.
પ્રથમ સ્ટેજ કિરણબેનને ૨૦૧૦મા મળ્યું. સતરંજ રામદેવ પીરની જગ્યા છે જે કોળી સમાજનું મંદિર છે. હરીરામ
બાપાના સાનિધ્ય સંતવાણીનો કાર્યક્રમ કર્યો. અને ચોમેરથી આશિષ વર્ષા થઈ. સંતવાણીના કાર્યક્રમમાં કલાકાર પર રૂપિયાની વર્ષા કરવામાં આવે છે તેને ગૌર કહે છે. કલાકારના નામ પ્રમાણે ગૌર થાય. સંતરંજ જગ્યામાં ૫૦૦ રૂપિયાનોનો ગૌર સૌ પ્રથમવાર કિરણબેન પર થયો. અને આનંદનો પાર ન રહ્યો. પાંચસો રૂપિયા મળતાં ખૂબ મોટી રકમ ભેટ મળી હોય એવો અહેસાસ થતો રહ્યો. સો પ્રથમ વાર જ્યારે કિરણ પ્રજાપતિ ઉપર ૫૦૦રૂપિયા ની ગોર થય એ દીવસે આનંદ ની ખૂશી સાથે એ પૈસા ને કિરણ પ્રજાપતિ વારંવાર ગણવાનું મન થતું. એ પછી કિરણબેને પાછું વળી જોયું નથી.
કિરણ બેન કેસેટની દુનિયામાં પણ પગરણ માંડ્યાં. અને એમાં પણ ભવ્ય સફળતા હાંસલ કરી. સૌથી પ્રથમ કેસેટ કાન કુવરીયો રિલીઝ થઈ. જેને ભાવકોનો જબરજસ્ત પ્રતિસાદ સાંપડ્યો. કિરણ પ્રજાપતિનો સૌથી લોકપ્રિય આલ્બમ નોન સ્ટોપ ગોવાલણ એ પ્રસિદ્ધ અપાવી છે. કિરણ પ્રજાપતિ ના જીવનની સફળતા પાછળ દુધરેજ વડવાળા જગ્યા ના આશીર્વાદ રહેલા છે. ડી જે ના તાલે ગરબાની કેસેટ અશોક સાઉન્ડ માંથી રીલીઝ થઇ જેનાકવિ હતા સંતરામ દેસાણી. અત્યાર સુધીમાં ૫૦ થી વધુ કેસેટોમાં ૮૦૦ થી વધુ ગીતો જેમને પોતાના સ્વરે ગાયાં છે.
સંગીત ક્ષેત્રે કિરણ પ્રજાપતિના ગુરુ રોકી જેસીગ છે. કિરણ બેનની
સફળતા માટે પડદા પાછળના શુભેચ્છકોનો પણ અતિ મહત્વનો ફાળો રહેલો છે. જેમાં છેલ્લાં અશોક સાઉન્ડના સવજીભાઈ સતાણી, ઓધવજીભાઈ સતાણી, સંગીતકાર મનોજ વિમલ, સ્કાયલૉક સ્ટુડિયોન રોકીભાઈ જેશિંગભાઈ
જેઓનો સ્ટુડિયો હાલ વ્રજ નઆમે ઓળખાય છે. છેલ્લાં
પાંચ વર્ષથી મુકેશભાઈના યશ ઓડીયોમાં રેકોર્ડિગ થઈ રહ્યું છે. કિરિટ અગ્રાવત પણ કિરરણબેનની
સફળતના સહભાગી છે.
કિરણબેનની કેસેટની પ્રસ્તુતિ બાદ ૨૦૧૭ - ૨૦૧૮ માં સતત સુરતની નવરાત્રીનું મોટું સ્ટેજ મળ્યું જેમાં માત્ર વન-મેન શો કર્યા. કિરણ પ્રજાપતિનો સૌથી યાદગાર પ્રસંગ પોતાની કારકિર્દી સંગીત અને ગાયકી ક્ષેત્રે જ્યારે જુનાગઢ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના હસ્ત કમળો થકી કેસેટ પ્રસ્તુત કરવામાં આવી તે કિરણ પ્રજાપતિના જીંદગીનો સૌથી અનેરો ઉત્સાહ સાથેનો યાદગાર દિવસની ક્ષણ હતી. આજે સમાજના નામાંકિત સીંગર તરીકે યુટ્યુબમાં સૌથી મોખરે ચાલનારા કિરણ પ્રજાપતિ સૌરાષ્ટ્રની નહીં પણ સમગ્ર ગુજરાતના પ્રજાપતિ સમાજના સીંગર છે.
પૂજા ચોહાણ, ગુલાબ પટેલ જેવા નામાંકિત કલાકારો સાથે સંગીત ના પ્રોગ્રામ જેમને આપ્યા છે.સંગીત ક્ષેત્રે પોતાના શુર ને રેલાવતા ઘણા મોટા ગજાના નામાંકિત કલાકારો સાથે સ્ટેજ મેળવ્યા છે કિરણ પ્રજાપતિ પોતાના જીવનમાં સ્ટેજ ને સ્ટેજ નહીં પણ એક વ્યાસપીઠ માને છે. કિરણ પ્રજાપતિ એક ઉત્તમ ગાયિકા તો છે સાથે સાથે એક સારા રંગોળી આર્ટિસ્ટ પણ છે. રંગોળીથી સુંદર ચિત્રો પણ બનાવી જાણે છે. બ્યુટી પાર્લર અને સિવણ નું કામ પણ પોતે હોંશે હોંશે કરીલે છે.
આ સાથે વિછિયા તાલુકાને વિશીષ્ટ ગૌરવ અપાવનાર શ્રેષ્ઠી ઓમાંના એક કિરણ પ્રજાપતિ છે જેઓનું પાંચાળ ગૌરવ એવોર્ડ થી એજયુકેટીવ મેજિસ્ટ્રેટશ્રી વિછિયા દ્વારા સન્માનિત કરાયા હતા. કિરણ પ્રજાપતિનું જીવન આજે પણ સાદગી ભર્યું છે કે જેમને પોતાના એ દિવસોને યાદ કરી આજે પણ આંખમાં ઝરઝરીયા આવી જાય છે.
ખુબ જ વિકટ પરિસ્થિતિ અને એમાં ઉપર આકાશ અને નીચે ધરતી છતાં પોતાના ધ્યેય પ્રાપ્ત કરનાર કિરણ પ્રજાપતિ એ સમાજને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. અડગ મન ના માનવીને હિમાલય પણ નડતો નથી એ ઉક્તિ એક દીકરીએ ચરિતાર્થ કરી બતાવી છે.
કિરણબેનના ઉજ્વળ ભવિષ્ય માટે અનેક અનેક શુભેચ્છાઓ.
લેખન : ઈશ્વર પ્રજાપતિ
98251 42620 (whatsapp પર આપના પ્રતિભાવ આપી શકો છો.)
વાહ ખુબ સરસ
ReplyDeleteNice
ReplyDeleteGood
ReplyDeleteSuper
ReplyDeleteSuper
ReplyDelete