જેમણે ગણિતને ગોળ જેવું ગળ્યું બનાવી વિદ્યાર્થીઓને રસ લેતાં કરી દીધાં.
---------------------------------------------------
ગણિત-વિજ્ઞાનના પર્યાય અને વિદ્યાર્થીઓના પ્રેરણામૂર્તિ: શ્રી ભવદીપભાઈ પટેલ
ભવદીપભાઈ પટેલનું નામ
અરવલ્લી જિલ્લાના શિક્ષણ જગતમાં અજાણ્યું નથી. નોકરીની શરૂઆતથી જ આકરૂન્દ પ્રાથમિક
શાળાના ઉપ શિક્ષક તરીકે જોડાઈને એક
તેજસ્વી, પ્રતિભાવાન અને ટેકનોસેવી શિક્ષક તરીકેની ઓળખ તેઓએ પ્રસ્થાપિત કરી છે. કહેવાય
છે કે શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો, પ્રલય અને નિર્માણ
તેની ગોદમાં પલે છે. આ વિધાનને અક્ષરશઃ સાર્થક કરતું વ્યક્તિત્વ એટલે પીએમ શ્રી
આકરુંદ આદર્શ પ્રાથમિક શાળાના ગણિત-વિજ્ઞાન વિષયના ઉત્સાહી શિક્ષક શ્રી ભવદિપભાઈ
પટેલ. તેમણે પોતાની આગવી કોઠાસૂઝ, અવિરત મહેનત અને શિક્ષણ
પ્રત્યેના સમર્પણથી શાળા અને સમગ્ર જિલ્લામાં એક અનોખી ઓળખ ઊભી કરી છે.
આકરુંદથી માત્ર ચાર
કિલોમીટરના અંતરે આવેલું રાજપુર ગામ તેમનું વતન. અત્યંત સાધારણ પરિવારમાં તેમનો
ઉછેર થયો. માતા પિતાએ પેટે પાટા બાંધો તેમણે ભણાવ્યા. કુદરતે તેમની કસોટી કરવામાં
કોઈ કસર છોડી નહિ. તેમની ઓછી ઉંમરે તેમના પિતાજીનું અકાળે અવસાન થયું. જાણે જીવતર
આખુ વેરવિખેર થઈ ગયું. બીજી કોઈ વ્યક્તિ હોય તો હિંમત જ હારી બેસે. પરંતુ જીવતરના
અત્યંત નાજુક સમયમાં મનને વધુ મજબૂત કર્યું. અને ફિનિક્સ પક્ષી જેમ રાખમાંથી બેઠું
થાય, એમ ભવદીપ ભાઈએ પરિસ્થિતી સામે બાથ ભીડી બમણા જોમથી બેઠા થયા. દૃઢ મનોબળ અને
અથાગ પુરુષાર્થ કરી જાતબળે શિક્ષકની નોકરી મેળવી. નોકરીની શરૂઆતથી આકરુંદ શાળાને
પોતાની કર્મભૂમિ બનાવી. પિતૃતુલ્ય નીતિનભાઈની ઓથ મળી, તો શાળાનાં સૌ શિક્ષક ભાઈઓ
અને શિક્ષિકા બહેનો તરફથી પારિવારિક હૂંફ મળી. એ પછી તો તેઓએ ક્યારેય પાછું વળીને
જોયું નહીં. માત્ર કર્મે જ નહીં પરંતુ ધર્મે પણ શિક્ષકત્ત્વ ધારણ કર્યું.
સામાન્ય રીતે વિદ્યાર્થીઓ
માટે ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો અઘરા કે કંટાળાજનક ગણાતા હોય છે. પરંતુ
ભવદિપભાઈએ પોતાની વિશિષ્ટ અને રસપ્રદ શૈલીથી આ વિષયોને એટલા સરળ બનાવી દીધા કે
વિદ્યાર્થીઓ તેમાં આપોઆપ રસ લેતા થઈ ગયા. ગોખણપટ્ટીના બદલે પ્રાયોગિક શૈલી અપનાવી તેમણે
બાળકોના મનમાંથી ગણિત-વિજ્ઞાનનો ડર હંમેશ માટે દૂર કરી દીધો છે.
તેમનું માર્ગદર્શન માત્ર
વર્ગખંડ પૂરતું સીમિત નથી. NMMS, CET અને JNV (જવાહર નવોદય વિદ્યાલય) જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને કરવાનું તેમણે બીડું ઝડપ્યું. શાળાના સમય
પહેલાં અને સમય પછી પણ તેઓ બાળકોને ભણાવતા રહે છે. આ બાળકોનાં ઓનાલાઇન ફોર્મ ભરવાથી
માંડી, પરીક્ષા પાસ કરનાર બાળકોને શિષ્યવૃત્તિનો લાભ મળી રહે ત્યાં સુધીની તમામ
પ્રક્રિયા તેઓ જ સંભાળી લે છે. કોઈ બાળક પરીક્ષાની ફી ભરી શકે એમ ન હોય તેમની ફી ભવદીપભાઈ પોતે જ
ભરી દે. પણ એની જાણ બાળકોને કે સ્ટાફમાં પણ કોઈને થાવ દે નહિ. તેમની આ જ મહેનતનું પરિણામ છે કે આજે જિલ્લા
કક્ષાએ આકરુંદ શાળાના વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ઝળકી રહ્યા છે.

કોરોના કાળના કપરા સમયમાં
સમગ્ર શિક્ષણ વ્યવસ્થા થંભી ગઈ હતી. પણ એક શિક્ષકનો જીવ પોતાના વિદ્યાર્થીઓને
ભણાવ્યા વગર આકળવિકળ થઇ ઉઠ્યો. પરિસ્થિતિ સામે હાર માની બેસી રહેવાના બદલે ભવદીપભાઈએ
પોતાની YouTube
ચેનલ શરૂ કરી. આ ડિજિટલ માધ્યમ દ્વારા તેમણે માત્ર પોતાની શાળાના જ
નહીં, પરંતુ રાજ્યના સેંકડો વિદ્યાર્થીઓ સુધી ગણિત-વિજ્ઞાનનું
શિક્ષણ અવિરત પહોંચાડ્યું. એક ટેકનો-સેવી શિક્ષક તરીકે સરકાર શ્રી તરફથી શરૂ થતા
તમામ નવીન પોર્ટલનો તેઓ તલસ્પર્શી અભ્યાસ કરી લે છે. શાળાની તથા જૂથની મોટાભાગની ઓનલાઈન કામગીરીમાં તેઓ હંમેશા મોખરે રહે છે અને
ક્યારેય પાછીપાની કરતા નથી. આ બધી જ કામગીરી વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે તો નહિ જ
! શાળાના ફ્રી તાસમાં કે રિશેષના સમયમાં બેસી રહેવાના બદલે તેઓ કોઈને કોઈ
કામગીરીમાં પોતાની જાતને વ્યસ્ત રાખે. બાકી રહેલું કામ ઘરે રાત્રે જાગીને પણ પૂરું
કરીને જ ઝંપે ! વેકશનમાં પણ ઘરે બેસી રહેવાના બદલે શાળામાં આવી કોઈને કોઈ કામ કરતા
રહે છે. ભવદીપભાઈ અને એવા જ ઉત્સાહી વિજ્ઞાન શિક્ષક ચિરાગભાઈએ સાથે મળી આકરૂન્દ
શાળામાં તૈયાર કરેલી ગણિત-વિજ્ઞાન પ્રયોગ
શાળા સૌ કોઈએ મુલાકાત લેવી જોઈએ. પાઠ્યક્રમમાં આવતો એક પણ પ્રયોગ એવો ન હોય જે
પ્રાયોગિક ધોરણે આકરૂન્દ શાળામાં થયો ન હોય !
ભવદીપભાઈ માત્ર વર્ગખંડના
શિક્ષક નથી,
પણ શાળાના જીવ છે. શાળાની વિવિધ સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ (Co-curricular
activities) દ્વારા તેઓ શાળાને હંમેશા ધબકતી રાખે છે. આ ઉપરાંત,
જિલ્લા કક્ષાએ એક સક્ષમ 'પેપર સેટર' તરીકે પણ તેઓ પોતાની ઉમદા સેવાઓ આપી રહ્યા છે, જે
તેમની વિષય પરની પકડ અને ક્ષમતા દર્શાવે છે.
એક સરકારી શાળાને શ્રેષ્ઠ
શાળા બનાવવાના પાયામાં આવા કર્મનિષ્ઠ શિક્ષકોની મહેનત રહેલી હોય છે. પરંતુ પાયાની
ઈંટનો એ નિયમ છે કે એને દેખાવું ક્યારેય ગમતું નથી. આજકાલ જ્યાં લોકો નાના કામ
માટે પણ સન્માનની અપેક્ષા રાખે છે, ત્યાં ભવદીપભાઈ એક
અપવાદ છે. એક શ્રેષ્ઠ શિક્ષક હોવા છતાં, તેમણે આજ દિન સુધી
કોઈ એવોર્ડ, ખિતાબ કે સન્માન માટે ક્યારેય કોઈ નોમિનેશન
ફોર્મ ભર્યું નથી. તેમના માટે સાચો એવોર્ડ તેમના વિદ્યાર્થીઓની સફળતા અને તેમના
ચહેરા પરનું નિખાલસ સ્મિત છે.
ભવદીપભાઈ પટેલ જેવા
નિઃસ્વાર્થ,
ઊર્જાવાન અને સમર્પિત શિક્ષક શિક્ષણ જગતનું ગૌરવ છે.
સંપર્ક –
ભવદીપભાઈ પટેલ : 9909009612
-
ઈશ્વર
પ્રજાપતિ
9825142620

બાલ દેવો ભવ
ReplyDeleteNice
ReplyDeleteખૂબ સરસ આ રીતે શિક્ષક ના કાર્ય ને બિરદાવવાનું બીડું આપ જેવા આચાર્ય અને લેખક સમાજ સામે લાવી ઉમદા કામ કરી રહ્યાં છો જેથી શિક્ષક ના આત્મવિશ્વાસ ને ચાર ચાંદ લાગી જાય...
ReplyDeleteઆદરણીય સાહેબશ્રી,
ReplyDeleteમારા વિશે આપ દ્વારા લખાયેલો આ સુંદર લેખ વાંચીને હું ભાવવિભોર થઈ ગયો છું. આપના શબ્દોમાં જે પ્રેમ, વિશ્વાસ અને સ્નેહ ઝળકે છે, તે મારા માટે કોઈપણ એવોર્ડ કે સન્માન કરતાં વધુ મૂલ્યવાન છે.
મારા કાર્યની નોંધ લઈને તેને આટલી સુંદર રીતે રજૂ કરવા બદલ હું આપનો હૃદયપૂર્વક આભારી છું. શિક્ષક તરીકે જે કંઈ પણ કાર્ય કરી શક્યો છું, તેમાં આપના સતત માર્ગદર્શન, પ્રોત્સાહન અને વિશ્વાસનો મોટો ફાળો રહ્યો છે. આપ જેવા આચાર્યશ્રીની સાથે કાર્ય કરવાની તક મારા માટે ગૌરવની બાબત છે.
આપે વ્યક્ત કરેલો સ્નેહ અને આશીર્વાદ મને ભવિષ્યમાં પણ વધુ સમર્પણ અને નિષ્ઠા સાથે વિદ્યાર્થીઓ તથા શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરવા માટે પ્રેરણા આપશે.
ફરી એકવાર આપનો હૃદયપૂર્વક આભાર.🙏🙏😊
આદરણીય સાહેબશ્રી,
ReplyDeleteમારા વિશે આપ દ્વારા લખાયેલો આ સુંદર લેખ વાંચીને હું ભાવવિભોર થઈ ગયો છું. આપના શબ્દોમાં જે પ્રેમ, વિશ્વાસ અને સ્નેહ ઝળકે છે, તે મારા માટે કોઈપણ એવોર્ડ કે સન્માન કરતાં વધુ મૂલ્યવાન છે.
મારા કાર્યની નોંધ લઈને તેને આટલી સુંદર રીતે રજૂ કરવા બદલ હું આપનો હૃદયપૂર્વક આભારી છું. શિક્ષક તરીકે જે કંઈ પણ કાર્ય કરી શક્યો છું, તેમાં આપના સતત માર્ગદર્શન, પ્રોત્સાહન અને વિશ્વાસનો મોટો ફાળો રહ્યો છે. આપ જેવા આચાર્યશ્રીની સાથે કાર્ય કરવાની તક મારા માટે ગૌરવની બાબત છે.
આપે વ્યક્ત કરેલો સ્નેહ અને આશીર્વાદ મને ભવિષ્યમાં પણ વધુ સમર્પણ અને નિષ્ઠા સાથે વિદ્યાર્થીઓ તથા શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરવા માટે પ્રેરણા આપશે.
ફરી એકવાર આપનો હૃદયપૂર્વક આભાર.🙏🙏😊
True
ReplyDeleteઆદરણીય સાહેબશ્રી,
ReplyDeleteભવદીપભાઈ એ જે કાઈ પણ સિદ્ધિ મેળવી છે એ મહેનત, કામ પ્રત્યેની એમની લાગણી, અને કંઈક સારું કરી છૂટવાની એમની સારી ભાવનાના કારણે મેળવી છે.
ભવદીપભાઈ એ માત્ર શાળાનાજ શિક્ષક નથી, પરંતુ એ જીવનની દરેક પરીક્ષાઓ પાસ કરીને આગળ વધેલા શિક્ષક છે જેમને પોતાના અનુભવોના કારણે જે કઈ પણ શીખ્યું છે તે દરેકને શીખવતા રહ્યા છે, જીવનની દરેક પરિસ્થિતિમાં કઈ રીતે આગળ વધવું, આવી પડેલી આફતોનો સામનો કરીને કઈ રીતે પસાર થવું એ દરેકને શીખવતા રહ્યા છે. એ વાત નો હું પોતે સાક્ષી છું. જ્યારે મળે ત્યારે માત્ર પોતાની ફરજ અને ક્યારે કોઈને મદદરૂપ થવાય એના સિવાયની બીજી કોઈ વાત ના હોય, એટલેજ તો શિક્ષક ને "માસ્તર" કહેવાયું છે.
વધુમાં સાહેબ આપનને જણાવતાં આનંદ થાય છે કે હંમેશા જ્યારે આકરુંદ શાળાની વાત કરે ત્યારે પરમ શ્રદ્ધેય સ્વ.નીતિનભાઈ અને આપ સાહેબશ્રી ઈશ્વરભાઈ પ્રજાપતિ ની વાત હંમેશા સંભાળવા મળે અને વાત પણ એટલીજ અત્યંત સરળ, સુંદર અને શીખવા જેવીજ મળે.
આભાર ......
ભવદીપભાઈ એક શિક્ષકની સાથે સાથે સારા વ્યક્તિ પણ છે.... .... જયારે મળે ત્યારે શાળા ના બાળકો ની વાત કરતા હોય છે. Great work bhavadipbhai ......
ReplyDelete