Wednesday, August 28, 2024

જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ

માન. પ્રફુલભાઈ પટેલ  જેમના સબળ નેતૃત્ત્વમાં કેન્દ્રશાસિત પ્રદેશોએ ભરી  છે વિકાસની આકાશી ઉડાન  

   ઈશ્વર પ્રજાપતિ

9825142620


દૃઢ ઈચ્છાશક્તિ હોયપોતાના કર્મ પ્રત્યેની કર્તવ્યનિષ્ઠા હોય, સમસ્યાના ઉકેલ માટેની આગવી કોઠાસૂઝ અને દીર્ઘદૃષ્ટિ હોય તો કેવા ચમત્કારિક પરિણામ મેળવી શકાય છે એ જોવું જોઉં તો એક વાર દાદરા નગહવેલી, દીવ અને  દમણની મુલાકાત લેવી પડે. માત્ર ગણતરીના વર્ષોમાં આ  કેન્દ્રશાસિત પ્રદેશોની કાયાપલટ કરી છે આ કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક માન. પ્રફુલભાઈ પટેલે.

“સેલવાસ અને દમણ એ મીની ઇન્ડિયા છે. આ પ્રદેશનો વિકાસ એ સરકારનું મુખ્ય મિશન છે.” આ શબ્દો છે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીજીના. તેમની આ વાત પરથી પણ આપ કલ્પી શકો છો કે આ કેન્દ્રશાસિત પ્રદેશનો વિકાસ  વડાપ્રધાનશ્રીના મન કેટલું મહત્ત્વ ધરાવે છે.

              આઝાદીના દાયકાઓ પછી પણ કોઈને કોઈ કારણોસર અપ્રતિમ કુદરતી  સૌંદર્ય ધરાવતા દાદરા અને નગર હવેલી, દીવ અને દમણ  જેવા કેન્દ્ર શાસિત પ્રદેશો વિકાસથી વંચિત હતા. વર્ષ ૨૦૧૪ માં નરેન્દ્રભાઈ મોદીજી   દેશના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો. કેન્દ્રશાસિત પ્રદેશોનું દેશના વિકાસમાં શું મહત્વ રહેલું છે એ મોદી સુપેરે જાણતા હતા. અને એટલે જ આ  કેન્દ્રશાસિત પ્રદેશના વિકાસ માટેની કમાન વર્ષ  ૨૦૧૬માં પ્રફુલભાઈ પટેલને સોંપવામાં આવી.  પ્રફુલભાઈ પટેલના સબળ નેતૃત્ત્વ પર માન. નરેન્દ્રભાઈ મોદીજીએ  મુકેલા વિશ્વાસને પ્રફુલભાઈ પટેલે માત્ર આઠ વર્ષના ટૂંકા ગાળામાં યથાર્થ સાબિત કરી બતાવ્યો. વર્ષોથી વિકાસની વાટ જોતા આ પ્રદેશોને પ્રફુલભાઈ ના સબળ નેતૃત્ત્વમાં  જાણે વિકાસની પાંખો ફૂંટી..

            એક સમય હતો કે પ્રાકૃતિક સૌન્દર્યથી ભરપુર કેન્દ્રશાસિત પ્રદેશો અનૈતિક પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયાં હતાં. અસામાજિક તત્વો, સ્મગલરો  માટે અહીંની ભૂમિ સ્વર્ગ સમાન બની ગઈ હતી. દશક પહેલાં આ પ્રદેશમાં બેરોકટોક ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓને કારણે સહેલાણીઓ આ પ્રદેશમાં આવવાનું ટાળતા હતા. જાણે આ સુંદર પ્રદેશને કોઈની બૂરી નજર ન લાગી હોય ! પરંતુ વર્ષ ૨૦૧૬માં માન. પ્રફુલભાઈએ  પ્રશાસક તરીકે કાર્યભાર સંભાળ્યો અને આ પ્રદેશની સિક્કલ બદલવાની શરૂ થઇ. આ પ્રદેશના હિત માટે કેટલાક કઠોર નિર્ણયો લેવા પડ્યા તો કોઈની પણ સેહશરમ રાખ્યા વગર કઠોર નિર્ણયો લીધા. અસામાજિક તત્ત્વોની તો જાણે કમર જ તોડી નાખી. સમજમાં ઝેર ફેલાવતા લોકોનો કારોબાર હવે ચોપટ થઇ રહ્યો હતો  એટલે  આવા લોકો ભેગા મળી ક્યાંક ક્યાંક વિરોધ  કરવાના પ્રયાસો થયા.. પરંતુ પ્રફુલભાઈના મક્કમ મનોબળ આગળ આ પ્રયાસો ઝાઝું ટકી શક્યા નહી.

ઉત્તર ગુજરાતના એક સાધારણ પરિવારમાં જન્મેલા પ્રફુલભાઈને પ્રખર રાષ્ટ્રવાદી વિચારધારા પિતા તરફથી વારસામાં મળી છે. માટે જ રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવના તેમના હૃદયમાં સમાયેલી છે. પોતાને સોંપવામાં આવેલી જવાબદારી પૂરી નિષ્ઠા અને ખંતથી અદા કરવામાં તેઓએ ક્યારેય પાછીપાની કરી નથી. હમેશા સત્યના પક્ષધર રહી ક્યારેક એકલ હાથે ઝઝૂમ્યા છે. પણ ઝુક્યા નથી. કેન્દ્રશાસિત  પ્રદેશના પ્રશાસક તરીકે કાર્યભાર સંભાળતાં પ્રદેશના વિકાસ માટે દિવસ રાત જોયા વિના બસ મચી પડ્યા..  

 મોટા ઉદ્યોગોના વિકાસ માટે તો સઘન પ્રયાસો કર્યા છે. એનાં ઉત્તમ પરિણામ પણ મળ્યાં.  સાથે સાથે પ્રફુલભાઈએ સેલવાસના છેવાડાના ગરીબ  આદિવાસી બંધુઓની ચિંતા કરી. સેલવાસની આસપાસના  જંગલ વિસ્તારને સુરક્ષિત રાખવા ચાલીસ કિલોમીટર જેટલી લાંબી દીવાલનું નિર્માણ કરાવી પ્રફુલભાઈએ  એક નવતર પ્રયોગ હાથ ધર્યો. આ જંગલ વિસ્તારમાં કારેલા,, કંકોરા, તુરિયા જેવી વેલા વાળી શાકભાજીના બીજ વેરવામાં આવ્યા. નૈસર્ગિક વાતાવરણમાં તૈયાર થયેલી ઓર્ગેનિક શાકભાજી આદિવાસી બંધુઓ પોતાની રસોઈ માટે ઉપયોગમાં લેવા લાગ્યા એટલું જ નહિ પરંતુ આ તાજી  શાકભાજી  રસ્તે  આવતા-જતા પ્રવાસીઓને વેચી આજીવિકા પણ મેળવવા લાગ્યા.  જોવામાં આ વાત ભલે નાની લાગે. પરંતુ પ્રફુલભાઈ હૈયામાં દરિદ્રનારાયણ માટે કેવી હુંફાળી લાગણી ધરાવે છે એની પ્રતીતિ થયા વિના રહેતી નથી.  પ્રફુલભાઈનો  આ એક નૂતન  વિચાર અનેક જીંદગીઓમાં બદલાવ લાવવા કારણભૂત બન્યો.  

            પ્રાથમિક શિક્ષણથી લઈ ઉચ્ચ શિક્ષણ માટે આમૂલ પરિવર્તન કર્યું. સાથે સાથે આરોગ્યને લગતી સેવાઓ માટે પણ મહત્ત્વપૂર્ણ પગલાં લઇ આ પ્રદેશની પ્રજાના આશીર્વાદ તેઓ પામ્યા. એક સમયે ગંદકીમાં ખદબદતો આ પ્રદેશને પ્રફુલભાઈએ સ્વચ્છતાનો ચેપ  લગાડી દીધો  છે. ચોતરફ  સ્વચ્છતા ઉડીને આંખે વળગે તેવી છે. દસ વર્ષ પહેલાંનો આ પ્રદેશ અને આજનો આ પ્રદેશ નિહાળો તો સમજાય કે ગણતરીના વર્ષોમાં કેટકેટલું કામ થઇ શક્યું ! જે કામ દાયકાઓમાં ન થઇ શક્યું એ કામ માત્ર આઠ વર્ષમાં પ્રફુલભાઈએ સંભવ બનાવી બતાવ્યું.. 


 પ્રફુલભાઈ પટેલની દીર્ઘદૃષ્ટિનું વધુ એક ઉદાહરણ દીવ જીલ્લાનો સોલાર પ્લાન્ટ છે.  દીવનો સોલાર પ્લાન્ટે સમગ્ર દેશને સોલાર એનર્જીના ઉપયોગ બાબતે વિચારતા કરી દીધા છે . દીવ જીલ્લો સંપૂર્ણ રીતે સોલાર આધારિત ઈલેક્ટ્રીસીટી ધરાવતો દેશનો પ્રથમ જીલ્લો બન્યો છે. દીવ પાસે ૫૦ એક્ડ વિસ્તારમાં નિર્માણ પામેલ સોલાર પ્લાન્ટ દીવ જિલ્લાને જેટલી વીજળીની જરૂરિયાત છે તેના કરતા વધુ વીજળી પેદા કરી પર્યાવરણનું પણ જતન કરશે.  મન કી બાત ના ૯૯મી આવૃત્તિમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ  દીવ જીલ્લાના સોલાર પ્રોજેક્ટની પ્રસંશા કરી હતી.

            માન. પ્રફુલભાઈ પટેલના અથાક પુરુષાર્થ થકી દીવ અને દમણ પ્રદેશે તમામ ક્ષેત્રે  વિકાસની હરણફાળ ભરી છે. આ પ્રદેશોને દેશના વિવિધ પ્રદેશો સાથે જોડતા રસ્તાઓ અને અનેક બ્રીજ  નિર્માણનું કાર્ય યુધ્ધના ધોરણે ચાલી રહ્યું છે. ચોતરફ કુદરતે વેરેલા અનુપમ સૌદર્યને માણવા દેશ-દુનિયામાંથી સહેલાણીઓ નિર્ભીક અને નિશ્ચીન્ત બની આવી રહ્યાં છે. ટુરીઝમના વિકાસથી અહીંના લોકો માટે રોજગારીની નવી તકો પણ ઊભી થઇ છે.

            જાજરમાન, પ્રતિભાસંપન્ન, મઘમઘતું વ્યક્તિત્વ ધરાવતા માન. પ્રફુલભાઈ પટેલનો આજે જન્મ દિવસ છે ત્યારે તેઓને અગિયાર દરિયા ભરીને જન્મ દિવસની હાર્દિક શુભકામનો..

 

1 comment:

  1. Very nice article and address very much a great personality at great words

    ReplyDelete